Book Title: Jagatna Itihasnu Rekha Darshan Part 02
Author(s): Jawaharlal Nehru, Manibhai B Desai
Publisher: Navjivan Prakashan Mandir
View full book text
________________
જગતના ઇતિહાસનુ” રેખાદર્શન
મજૂરો પગાર કાપ માટે સંમત ન થયા એટલે ખાણાના માલિકાએ ખાણાનું કામકાજ બંધ કરી દેવાનો નિણ્ય કર્યાં. આથી ઇંગ્લંડમાં ટ્રેડ યુનિયન કોંગ્રેસે તત્કાળ હડતાળ પાડી. તેની હડતાલ માટેની આ હાકલને અદ્ભુત જવાબ મળ્યા અને દેશભરમાં તમામ સંગઠિત મજૂરોએ કામ બંધ કરી દીધું, દેશના બધા વ્યવહાર લગભગ બંધ થઈ ગયા. રેલવે ગાડીએ બંધ પડી ગઈ, છાપાં છાપી શકાયાં નહિ અને ખીજી બધી પ્રવૃત્તિઓ પણ બંધ પડી ગઈ. સ્વયંસેવકૈાની મદદથી સરકારે કેટલાક મહત્ત્વના વ્યવહારો ચાલુ રાખ્યા. ૧૯૨૬ની સાલના મે માસની ૩–૪ તારીખની મધ્યરાતથી સાર્વત્રિક હડતાલને આરંભ થયા. દસ દિવસ પછી, આવા પ્રકારની ક્રાંતિકારી હડતાલ ગમતી નહોતી તેવા ટ્રેડ યુનિયન કૉંગ્રેસના વિનીત નેતાઓએ તેમને આપવામાં આવેલાં અચોક્કસ વચનાને બહાને એકાએક હડતાલ પાછી ખેંચી લીધી. ખાણુના મજૂરા આથી કફોડી સ્થિતિમાં આવી પડ્યા પરંતુ અનેક મુસીબતો અને વિટંબણાઓ વેઠીને મહિના સુધી તેમણે હડતાલ ચાલુ રાખી. પરંતુ ભૂખે મારીને તેમને આખરે વશ થવાની પરાણે ફરજ પાડવામાં આવી. આમ, કેવળ ખાણિયાની જ નહિ પણ એક ંદરે ઈંગ્લેંડના સમગ્ર મજૂર સમુદાયની ભારે હાર થઈ. ઘણા દાખલામાં મજૂરીના દરે ઘટાડવામાં આવ્યા, કેટલાક ઉદ્યોગોમાં કામના કલાકામાં વધારા કરવામાં આવ્યા અને મજૂરવર્ગ નું જીવનનું ધોરણ નીચુ થઈ ગયું. પોતાની થયેલી જીતને લાભ લઈ ને સરકારે મજૂરોને નબળા બનાવનારા અને ખાસ કરીને, ભવિષ્યમાં સાત્રિક હડતાલ પડતી અટકાવવાને કાયદા કર્યાં. મજૂર નેતાઓની અનિશ્રિત મનેત્તિ, તેમની નબળાઈ તથા એને માટેની તૈયારીના અભાવને લીધે ૧૯૨૬ની સાલની સાત્રિક હડતાલ નિષ્ફળ નીવડી. ખરેખર, તેમના ઉદ્દેશ તે હડતાલ ટાળવાને હતા પણ તેઓ એમ કરી ન શક્યા એટલે પહેલી જ તકે તેમણે તે બધ કરી દીધી, જ્યારે સરકાર એને માટે સ ંપૂર્ણ પણે સજ્જ થઇને બેઠી હતી અને મધ્યમ વર્ગના તેને ટેકા હતા.
૧૨૪૩
ઇંગ્લંડની સાત્રિક હડતાલ તથા કાલસાના ઉદ્યોગની લાંબા વખત સુધી ચાલુ રહેલી કામબંધીએ સેવિયેટ રશિયાની પ્રજામાં ભારે રસ પેદા કર્યાં હત અને ત્યાંનાં મજૂર મહાજનોએ, ખાસ કરીને ઇંગ્લેંડના ખાણના મજૂરોને મદદ કરવાને મોટી મોટી રકમો મોકલી હતી. એમાં રશિયાના મજૂરોએ મેટા ફાળા આપ્યા હતા.
થાડા સમય માટે તો ઇંગ્લંડમાં મજૂરાને દાખી દેવામાં આવ્યા પરંતુ નબળા પડતા જતા ઉદ્યોગ અને વધતી જતી બેકારીના પ્રશ્ન કઈ એ રીતે ઉકેલાતે નહાતા. બેકારીને કારણે મોટા ભાગના મજૂરોને ભારે હાડમારી વેઠવી પડી. ળી બેકારી રાજ્યને માટે પણ ખેારૂપ હતી કેમ કે ધણા દેશોમાં એકારીના