Book Title: Jagatna Itihasnu Rekha Darshan Part 02
Author(s): Jawaharlal Nehru, Manibhai B Desai
Publisher: Navjivan Prakashan Mandir
View full book text
________________
નાણાંના વિચિત્ર વ્યવહાર
૧૨૪૭
વીમાની પદ્ધતિના અમલ શરૂ થઈ ગયો હતો. પોતાની કશીયે કસૂર ન હોવા છતાં બેકાર બનેલા મજૂરનું ભરણપોષણ કરવાની રાજ્યની રજ છે, એ વસ્તુ માન્ય રાખવામાં આવી હતી. આથી બેકાર તરીકે નાંધાયેલા મજૂરને થોડી રાહત આપવામાં આવતી હતી. એથી કરીને સરકારને તથા સરકારની સ્થાનિક સંસ્થાને મોટી મોટી રકમા ખરચવી પડતી હતી. મેકાર થયેલા મજૂરને મદદ તરીકે આપવામાં આવતી રકમ · ડોલ ' તરીકે ઓળખાતી હતી.
*
"
આ બધું શાથી બનતું હતું ? ઉદ્યોગધંધા શાથી નબળા પડતા જતા હતા ? વેપારની પડતી શાથી થતી જતી હતી? અને એકારી શાથી વધ્યે જતી હતી ? વળી કેવળ ઇંગ્લેંડમાં જ નહિ પણ લગભગ બધા જ દેશમાં સ્થિતિ નિપ્રતિદિન શાથી બગડતી જતી હતી ? ઉપરાછાપરી પરિષદ્મ ભરવામાં આવી, અને રાજદ્વારી પુરુષા તથા શાસકા, દેખીતી રીતે જ, પરિસ્થિતિ સુધારવાને ઇંતેજાર હતા, પરંતુ તેમને સફળતા મળી નહિ. ધરતીકંપ થાય, રેલ સંકટ આવી પડે કે અનાવૃષ્ટિથી દુકાળ પડે અને પ્રજા દુઃખમાં આવી પડે તેવી કુદરતી કાપના જેવી એ સ્થિતિ નહતી. દુનિયા ધણે અંશે પહેલાંની જેમ જ ચાલી રહી હતી. વાસ્તવમાં દુનિયામાં વધુ ખારાક હતા, વધુ કારખાનાં હતાં અને દરેક જરૂરી વસ્તુ વધારે પ્રમાણમાં હતી અને તે છતાંયે માણસજાતનાં દુ:ખા અને વિટંબણાઓ વધી ગઈ હતી. આ વિપરીત પરિણામ લાવનાર કાઈ ભારે અનિષ્ટ કારણભૂત હોવું જોઈએ એ સ્પષ્ટ હતું. ક્યાંક ભારે અવ્યવસ્થા અને અંધેર વતું હોવાનો સંભવ હતા. સમાજવાદીએ તેમ જ સામ્યવાદી કહેતા હતા કે વિનાશની છેલ્લી અવસ્થાએ આવી પહેાંચેલી મૂડીવાદી વ્યવસ્થા એ બધાને માટે દેષિત હતી. રશિયાના દાખલા આપીને તેમણે જણાવ્યું કે, ત્યાં આગળ ભારે મુસીબતે અને મુશ્કેલીઓ હોવા છતાંયે, એકારી તો નથી જ.
આ બધા અટપટા પ્રશ્નો છે અને માનવી પીડાઓના નિવારણના ઉપાયાની બાબતમાં વિદ્યાને અને પતિ વચ્ચે ભારે મતભેદ છે. આમ છતાંયે આપણે તેમના તરફ્ નજર કરીશું અને તેમનાં કેટલાંક પ્રધાન લક્ષણેનું અવલાકન કરીશું.
દુનિયા આજે એક ઘટક બનતી જાય છે અને અત્યાર સુધીમાં ત્રણે શે એવી બની પણ ગઈ છે. એટલે કે, જીવનવ્યવહાર, પ્રવૃત્તિઓ, ઉત્પાદન, વહેંચણી અને વપરાશ અથવા ઉપભાગ વગેરે આંતરરાષ્ટ્રીય અને જગતવ્યાપી બનતાં જાય છે અને એ વલણ દિનપ્રતિદિન વધતું જાય છે. વેપાર, ઉદ્યોગો, નાણાંપદ્ધતિ ઇત્યાદિ પણ ઘણે અંશે આંતરરાષ્ટ્રીય છે. ભિન્ન ભિન્ન દેશ વચ્ચે નિકટના સંબંધ અને પરસ્પરાવલંબન હોય છે અને કાઈ પણ એક