Book Title: Jagatna Itihasnu Rekha Darshan Part 02
Author(s): Jawaharlal Nehru, Manibhai B Desai
Publisher: Navjivan Prakashan Mandir
View full book text
________________
૧૨૫૮
જગતના ઇતિહાસનુ` રેખાદર્શન
પરંતુ તે બદલાવવા માટે માત્ર શાંતિમય પ્રયાસેાને જ આશરો વચન આપ્યું. જો કાઈ પણ પક્ષ એ સમજૂતીના ભંગ કરે તો એકત્ર થઈને તેની સામે લડવાને વચનથી બંધાયા હતા.
લેવાનું તેણે બાકીના બધા
લેાકામાંમાં બ્રિટિશ નીતિને વિજય થયા. એથી કરીને ઈંગ્લેંડ, ક્રાંસ અને જર્મની વચ્ચેના મતભેદો કે ઝધડાઓની બાબતમાં કંઈક અંશે લવાદ બન્યું તેમ જ એને લીધે જમની રશિયાથી દૂર ખસી ગયું. લાકર્માંની સધિનુ પ્રધાન મહત્ત્વ એ હતું કે, એથી કરીને પશ્ચિમ યુરોપની સત્તાઓ એકત્ર થઈ અને તેમને સેવિયેટ-વિરોધી સધ બન્યા. રશિયા આથી ભડકયુ અને થોડા જ માસમાં તુર્કી સાથે ઐકય કરીને તેણે એને જવાબ વાળ્યો. રશિયા તુ વચ્ચેની આ સંધિ ૧૯૨૫ના ડિસેમ્બર માસમાં મેસલની બાબતમાં પ્રાસંધે પોતાના નિષ્ણુય --- તને યાદ હશે કે એ નિણ્ય તુર્કીની વિરુદ્ધ હતા — આપ્યા પછી એ જ દિવસ બાદ થવા પામી હતી. ૧૯૨૬ના સપ્ટેમ્બર માસમાં જર્મની પ્રજાસ ધમાં દાખલ થયું અને એ પ્રસંગે સૌએ પરસ્પર એકબીજા સાથે ખૂબ ભેટાભેટ કરી અને હસ્તધૂનન કર્યું તેમ જ પ્રજાસધના બધાયે સભ્યાના મુખ ઊપર સ્મિત કરી રહ્યું અને બધા એક્બીજાને પરસ્પર અભિનંદન આપવા લાગ્યા.
અને આમ, યુરોપી રાષ્ટ્રો વચ્ચે સામસામા આ દાવપેચો ચાલવા લાગ્યા. ઘણુંખરુ, એ બધા દાવપેચો દેશની આંતરિક નીતિને આધારે ખેલાતા હતા. ૧૯૨૭ના ડિસેમ્બરમાં ઇંગ્લંડમાં થયેલી સામાન્ય ચૂંટણીમાં કોન્ઝરવેટીવ પક્ષની હાર થઈ અને પાલમેન્ટના મજૂરપક્ષે, જો કે તેની ચોખ્ખી બહુમતી નહોતી છતાંયે, પહેલવહેલી વખત પોતાની સરકાર રચી. રમ્સે મૅકડાનાલ્ડ વડા પ્રધાન બન્યા. એ સરકારના અમલ સાડાનવ માસ જેટલા ટૂંકા સમય સુધી જ ચાલ્યે. પરંતુ, એ સમય દરમ્યાન, સાવિયેટ રશિયા સાથે તેણે સમજૂતી કરી અને એ દેશ વચ્ચે રાજદ્વારી અને વેપારી સંબંધો બંધાયા. બેન્ઝર્વેટીવે સાવિયેટને કાઈ પણ રીતે માન્ય રાખવાની વિરુદ્ધ હતા અને આગલી ચૂંટણી પછી એક જ વરસની અંદર થયેલી ખીજી સામાન્ય ચૂંટણીમાં રશિયાએ મેટ ભાગ ભજવ્યો. એમ થવાનું કારણ એ હતું કે, ઝીનેાવેવ પત્ર તરીકે એળખાતા એક પત્રને એ ચૂંટણીમાં કોન્ઝરવેટીવાએ પ્રધાન શસ્ત્ર તરીકે વાપર્યાં હતો. એ પત્રમાં ઇંગ્લેંડના સામ્યવાદીઓને ગુપ્ત રીતે ત્યાં આગળ ક્રાંતિ કરવાની પ્રવૃત્તિ કરવાને જણાવવામાં આવ્યું હતું. ઝીનેવેવ સોવિયેટ સરકારમાં એક આગળ પડતો ખેલ્શેવિક હતો. તેણે એ પત્ર લખ્યાના સાફ ઇન્કાર કર્યાં અને જણાવ્યું કે તે પત્ર બનાવટી હોવા જોઈ એ. પરંતુ આમ છતાંયે કાન્ઝર્વેટીવાએ તો એ પત્રનેા સારી પેઠે દુરુપયોગ કર્યાં અને અમુક અંશે તેની મદદથી તેઓ એ ચૂંટણીમાં જીત્યા. હવે કન્ઝરવેટીવાની સરકાર રચાઈ
"