Book Title: Jagatna Itihasnu Rekha Darshan Part 02
Author(s): Jawaharlal Nehru, Manibhai B Desai
Publisher: Navjivan Prakashan Mandir
View full book text
________________
સામસામ દાવપેચ
૧૨૫૯ અને ટેલી બેલ્ડવીને તેને વડા પ્રધાન બન્યા. એ સરકારને “ઝીવ પત્ર'ના ખરાખોટાપણું વિષે તપાસ કરવાનું વારંવાર જણાવવામાં આવ્યું પરંતુ તેણે તેમ કરવાની સાફ ના પાડી. પાછળથી બર્લિનમાં બહાર પડેલી કેટલીક માહિતી ઉપરથી માલૂમ પડયું કે એક “શ્વેત' રશિયને એટલે કે બોલ્સેવિક વિરોધી અને પિતાના વતનમાંથી નાસી છૂટેલા રશિયને લખેલે એ બનાવટી પત્ર હતું. પરંતુ એ બનાવટી પત્રે ઇંગ્લંડમાં તેનું કામ પાર પાડયું અને એક સરકારને ઉથલાવી પાડીને તેને સ્થાને બીજીની સ્થાપના કરી. આંતરરાષ્ટ્રીય વ્યવહારો ઉપર આવા નજીવા બનાવ અસર કરે છે ! . ૧૯૨૬ની સાલમાં દૂર પૂર્વમાં એક બનાવ બન્યો તે પણ બ્રિટિશ સરકારને માટે ભારે છંછેડણીના કારણરૂપ થઈ પડ્યો. ચીનમાં બળવાન અને સંયુક્ત સરકાર એકાએક ઊભી થઈ અને તે સોવિયેટ રશિયા સાથે નિકટનો સંબંધ રાખતી હોય એમ જણાતું હતું. ઘણા મહિનાઓ સુધી ચીનમાં અંગ્રેજો ભારે મુશ્કેલીમાં રહ્યા અને પિતાની પ્રતિષ્ઠાને ફાંકે ગળી જઈને ઘણી અણગમતી વસ્તુઓ તેમને કરવી પડી. થોડા સમયની સફળતા પછી ચળવળમાં ફાટફૂટ પડી અને તે છિન્નભિન્ન થઈ ગઈ. સેનાપતિઓએ ચળવળમાંના ઉદ્દામ વિચાર ધરાવનારાઓની કતલ કરી અથવા તેમને તેમાંથી કાઢી મૂક્યા અને શાંઘાઈના પરદેશી શરાફે ઉપર આધાર રાખવાનું તેમણે પસંદ કર્યું. આંતર રાષ્ટ્રીય રમતમાં રશિયાની એ મોટી હાર હતી અને ચીનમાં તથા અન્યત્ર તેની પ્રતિકા ઘટી ગઈ. ઇંગ્લંડ માટે એ ફતેહ હતી અને સોવિયેટને એ હારની વિશેષ પ્રતીતિ કરાવીને તેણે એ તકને પૂરેપૂરો લાભ ઉઠાવવાનો પ્રયત્ન કર્યો. સેવિયેટવિરોધી સંધ ઊભો કરવાના તેમ જ રશિયાને ચારે તરફથી ઘેરી લેવાના પ્રયાસે ફરી પાછા કરવામાં આવ્યા.
૧૯૨૭ની સાલના વચગાળામાં દુનિયાના જુદા જુદા ભાગોમાં સોવિયેટ સામે પગલાં ભરવામાં આવ્યાં. ૧૯૨૭ના એપ્રિલ માસમાં, પેકિંગમાંના સોવિયેટના એલચીની કચેરી ઉપર તેમ જ શાંઘાઈમાંના સોવિયેટના પ્રતિનિધિની કચેરી ઉપર એક જ દિવસે હુમલે કરવામાં આવ્યો. એ બંને પ્રદેશે બે જુદી જુદી ચીની સરકારના કાબૂ નીચે હતા અને છતાંયે આ બાબતમાં તેમણે એકસાથે પગલાં ભર્યા. એલચીની કચેરી ઉપર હુમલે કરવો અને એલચીનું અપમાન કરવું એ બહુ જ અસામાન્ય ઘટના છે અને ઘણુંખરું એને પરિણામે અનિવાર્ય પણે યુદ્ધ સળગી ઊઠે છે. રશિયન લેકે એમ માનતા હતા કે, રશિયા ઉપર પરાણે યુદ્ધ લાદવાને માટે ઈંગ્લડે તેમ જ બીજી સોવિયેટ વિરોધી સત્તાઓએ ચીની સરકાર પાસે એમ કરાવ્યું છે. પરંતુ રશિયાએ એને કારણે લડાઈ સળગાવી નહિ. એક માસ પછી, ૧૯૨૭ના મે માસમાં બીજો એક અસાધારણ હુમલે કરવામાં આવ્યો. આ વખતે લંડનમાં રશિયન વેપારી પેઢીઓની