Book Title: Jagatna Itihasnu Rekha Darshan Part 02
Author(s): Jawaharlal Nehru, Manibhai B Desai
Publisher: Navjivan Prakashan Mandir
View full book text
________________
સામસામાં દાવપેચ
૧૨૫૫ આ રીતે કાંસે યુરોપમાં પિતાનું સર્વોપરીપણું અથવા નેતૃત્વ જમાવ્યું. ઈગ્લેંડને એ વસ્તુ પસંદ નહોતી, કેમ કે પિતાના સિવાય બીજી કોઈ પણ સત્તાનું યુરોપ ઉપર પ્રભુત્વ જામે એ તેને બિલકુલ રચતું નથી. ઈંગ્લેંડને પિતાના મિત્ર ફ્રાંસ માટે પ્રેમ અને મિત્રભાવ હતું તે બિલકુલ ઠંડા પડી ગયા; બ્રિટિશ છાપાંઓ ક્રાંસને સ્વાર્થી અને નિષ્ફર કહીને વખોડવા લાગ્યાં અને જૂના દુમન જર્મની માટે તેઓ મિત્રાચારી ભર્યા ઉલ્લેખ કરવા લાગ્યાં. અંગ્રેજો કહેવા લાગ્યા કે, આપણે ગઈ ગુજરી ભૂલી જઈને દરગુજર કરવું જોઈએ તથા સુલેહકાળમાં યુદ્ધ સમયનાં કડવાં સ્મરણો તાજાં કરીને ન વર્તવું જોઈએ. આ બહુ જ પ્રશંસાપાત્ર ભાવનાઓ હતી, અને અંગ્રેજોના દૃષ્ટિબિંદુથી તે એ બેવડી પ્રશંસાપાત્ર હતી કેમ કે ઈગ્લેંડની નીતિ સાથે તે બંધ બેસતી આવતી હતી! કાઉન્ટ સ્ફરઝા નામના એક ઈટાલીના રાજપુરુષે કહ્યું છે કે, ઈંગ્લેંડને થતા કઈ પણ લાભનું તથા બ્રિટિશ સરકારની મુત્સદ્દીગીરીના કોઈ પણ પગલાનું ઉચ્ચમાં ઉચ્ચ નૈતિક દૃષ્ટિથી બધા જ વર્ગો સમર્થન કરે એ “પરમ કૃપાળુ ઈશ્વર તરફથી બ્રિટિશ પ્રજાને મળેલી અમૂલ્ય ભેટ છે.”
૧૯૨૨ની સાલના આરંભથી, ઈંગ્લેંડ અને ક્રાંસ વચ્ચેનું ઘર્ષણ યુરોપી રાજકારણની રેજિદી વસ્તુ બની ગઈ. ઉપર ઉપરથી તે સ્મિત અને વિનયી શબ્દોને ડોળ કરવામાં આવતો હતો અને બંને દેશના રાજદ્વારી પુરષો તથા વડા પ્રધાને વારંવાર મળતા તેમ જ સાથે ઊભા રહીને ફેટા પડાવતા હતા; પરંતુ અંદરખાનેથી બંને દેશની સરકારે વારંવાર સામસામી દિશાઓમાં ખેંચતી હતી. ૧૯૨૨ની સાલમાં જર્મની યુદ્ધની નુકસાનીની રકમ ભરપાઈ કરવાને વાયદો ચૂક્યું ત્યારે ઈંગ્લેંડ, મિત્રરા રૂરની ખીણને કબજે લે 'એની તરફેણમાં નહોતું. પરંતુ ઇંગ્લંડના વિરોધ છતાં ક્રાંસે પિતાનું ધાર્યું કર્યું. ઈંગ્લડે એ કબજે લેવામાં ભાગ ન લીધે.
ફ્રાંસનું બીજું એક પુરાણું મિત્ર ઇટાલી પણ તેનાથી જુદું પડી ગયું . અને એ બંને દેશો વચ્ચે નિરંતર ઘર્ષણ ચાલુ રહ્યું. ૧૯૨૨ની સાલમાં મુસલિનીએ સત્તા પચાવી પાડી તે તથા તેની સામ્રાજ્યવાદી મહત્ત્વાકાંક્ષા એમ થવા માટે કારણભૂત હતાં. ઇટાલીની સામ્રાજ્યવાદી મહત્ત્વાકાંક્ષાઓમાં ફાંસ અંતરાયે નાંખતું હતું. મુસલિની અને ફાસીવાદ વિષે હું હવે પછીના પત્રમાં કહીશ.
મહાયુદ્ધ પછીનાં વરસો દરમ્યાન બ્રિટિશ સામ્રાજ્યમાં કેટલાંક વિશ્લેષક બળ પણ દેખાવા લાગ્યાં હતાં. આ પ્રશ્નની કેટલીક બાજુઓની ચર્ચા, આગળના એક પત્રમાં હું કરી ગયો છું. અહીં હું તેની એક બાજુને માત્ર ઉલ્લેખ જ કરીશ. એસ્ટ્રેલિયા તથા કેનેડા એ બંને અમેરિકાની સાંસ્કૃતિક તેમ જ આર્થિક અસર નીચે વધુ ને વધુ આવવાં લાગ્યાં. જાપાનીઓ સામે