Book Title: Jagatna Itihasnu Rekha Darshan Part 02
Author(s): Jawaharlal Nehru, Manibhai B Desai
Publisher: Navjivan Prakashan Mandir
View full book text
________________
નાણુને વિચિત્ર વ્યવહાર
૧૨૪૯ આજની ઔદ્યોગિક દુનિયા, વાસ્તવમાં રાષ્ટ્રીયતાની અવસ્થાથી ઘણી આગળ વધી ગઈ છે. માલના ઉત્પાદન અને વહેંચણીનું આખુયે તંત્ર સરકારે અને દેશના રાષ્ટ્રીયતાના સિદ્ધાંત ઉપર રચાયેલા તંત્ર સાથે બંધબેસતું આવતું નથી. અંદર રહેલા વૃદ્ધિ પામતા જતા દેહ માટે રાષ્ટ્રીયતાનું કવચ ઘણું નાનું પડે છે અને પરિણામે તે તૂટવા પામે છે.
આ જકાતે અને વેપારના માર્ગમાં ઊભા કરવામાં આવેલા અંતરાયથી દરેક દેશમાં માત્ર થોડાક વર્ગોને જ લાભ થાય છે, પરંતુ પિતાપિતાના દેશમાં એ વર્ગોનું પ્રભુત્વ હોય છે અને તે તે દેશની નીતિ તેઓ ઘડે છે. આથી દરેક દેશ બીજાની આગળ ચાલ્યા જવાનો પ્રયત્ન કરે છે અને પરિણામે બધાયે એક સાથે હાડમારી ભેગવે છે અને રાષ્ટ્ર રાષ્ટ્ર વચ્ચેની સ્પર્ધા અને
વધવા પામે છે. પરિષદ દ્વારા પરસ્પરના મતભેદનું નિવારણ કરવાના વારંવાર પ્રયાસો કરવામાં આવે છે અને જુદા જુદા દેશના રાજદ્વારી પુરુષો ઉદાત્ત આશયે પ્રગટ કરે છે, પરંતુ સફળતા તેમને થાપ આપીને તેમનાથી દૂર ભાગે છે. આના ઉપરથી, હિંદમાં કેમી પ્રશ્નને – હિંદુ-મુસલમાન-શીખોના પ્રશ્નોને – ઉકેલ લાવવા માટે વારંવાર કરવામાં આવતા પ્રયત્નોનું સ્મરણ તને નથી થતું? બંને દાખલાઓમાં, નિષ્ફળતાનું કારણ ખેટી માન્યતાઓ, બેટી ધારણાઓ તેમ જ ખોટા ઉદેશે છે.
જકાત અને રાજ્ય તરફથી આર્થિક મદદ તથા રેલવેના ખાસ દરના જેવી આર્થિક રાષ્ટ્રવાદને ઉત્તેજન આપનારી બીજી અનેક રીતેથી, માલમિલકત ધરાવનારાઓ તથા પાક માલ ઉત્પન્ન કરનારા વર્ગોને લાભ થાય છે. આ રીતે સુરક્ષિત બનાવવામાં આવેલાં દેશનાં બજારેને લીધે તેમને ફાયદો થાય છે. આમ, સંરક્ષણ અને જકાતે દ્વારા સ્થાપિત હિતે નિર્માણ થાય છે અને બીજાં બધાં સ્થાપિત હિતેની પેઠે તેમને નુકસાન થાય એવા કોઈ પણ ફેરફારની સામે તેઓ જબરદસ્ત વિરોધ ઉઠાવે છે. જકાત એક વખત દાખલ થયા પછી કાયમ શાથી રહે છે, તથા દરેકને માટે તે નુકસાનકારક છે એની ઘણાખરા લેકને ખાતરી હોવા છતાં પણ આર્થિક રાષ્ટ્રવાદ ચાલુ શાથી રહે છે તેનું આ એક કારણ છે. સ્થાપિત હિતે એક વખત ઊભાં કર્યા પછી તેમને મિટાવી દેવાનું બહુ મુશ્કેલ હોય છે અને એવી બાબતમાં કોઈ પણ દેશે એકાકી આગળ પડવું એ તે એથીયે વિશેષ મુશ્કેલ છે. હા, બધાયે દેશે એને માટે એક સાથે પગલાં ભરવાને સંમત થાય અને જકાતે બંધ કરે અથવા તે ઘણું મોટા પ્રમાણમાં ઘટાડી નાખે તે કદાચ એમ બને ખરું. પરંતુ એમ થાય તે મુશ્કેલીઓ તે આવવાની જ; કેમ કે, એને લીધે, ઉદ્યોગમાં આગળ વધેલા દેશે સાથે સમાન ધોરણ ઉપર હરીફાઈ કરી શકે એમ ન હોવાથી, ઉદ્યોગમાં પછાત દેશોને નુકસાન થવાનું. સંરક્ષક જકાતના રક્ષણ નીચે જ, સામાન્ય રીતે, નવા ઉદ્યોગો ઊભા કરવામાં આવે છે.