Book Title: Jagatna Itihasnu Rekha Darshan Part 02
Author(s): Jawaharlal Nehru, Manibhai B Desai
Publisher: Navjivan Prakashan Mandir
View full book text
________________
૧૪૪
જગતના ઇતિહાસનું રેખાદર્શન
રીતે મૂક્વા પ્રયત્ન કરી રહ્યો છું. બાકી વસ્તુતાએ એમાં ગૂંચવણભર્યાં અનેક ખળેા કાય કરી રહેલાં હાય છે. ક્રાંસ તેમ જ ઇટાલી એ બંને દેશોમાં નાણાનો ફુલાવા થવા પામ્યા હતો અને ફ્રાંક તથા લીરાના ભાવ ગગડી ગયા હતા. પહેલાં પાઉંડ સ્ટર્લિં ગને ( બ્રિટિશ પાઉન્ડને સ્ટર્લિંગ કહેવામાં આવે છે) મુકાબલે ક્રાંકના મૂલ્યનું પ્રમાણ ૧ અને ૨૫નું હતું. એટલે કે એક પાઉંડની કિંમત ૨૫ ફ્રાંક જેટલી હતી. એ કિ ંમત ઘટીને તેનું પ્રમાણ ૧ અને ૨૭૫નું થઈ ગયું. એટલે કે એક પાઉંડની કિંમત ૨૭૫ ફ્રાંક જેટલી થઈ ગઈ. પાછળથી એ પ્રમાણુ ૧ અને ૧૨૦નું નક્કી કરવામાં આવ્યું હતું એટલે કે એક પાઉંડ બરાબર ૧૨૦ ક્રાંક એમ રાવવામાં આવ્યું.
મહાયુદ્ધ પછી અમેરિકાએ ઇંગ્લેંડને મદદ કરવાનું બંધ કર્યુ. એટલે પાઉન્ડના મૂલ્યમાં થાડા ઘટાડા થયા. એટલે કે તેના ભાવ થાડા ધટયા. આથી ઇંગ્લંડ મુશ્કેલીમાં આવી પડયું. પાઉન્ડના મૂલ્યમાં થયેલા આ સ્વાભાવિક ધટાડાને કબૂલ રાખીને પાઉન્ડનું એ નવું મૂલ્ય નિશ્ચિત કરી દેવું? એથી માલ સાંધે થાત અને તે ઉદ્યોગોને મદદરૂપ થઈ પડત. પરંતુ એથી કરીને શરાફે તથા લેણદારાને ખાટ જાત. એથીયે વિશેષ મહત્ત્વની વાત તેા એ છે કે, એને લીધે દુનિયાભરના નાણાંના કેન્દ્ર તરીકેના લંડનના પદના અંત આવત. પછીથી લંડનનું એ પદ ન્યૂ યૉર્ક પ્રાપ્ત કરત અને નાણાં ઉછીનાં લેનારાઓ લંડન આવવાને બદલે ન્યૂ યૉર્ક જાત. બીજો રસ્તા ગમે તેમ કરીને પાઉંડને તેના મૂળ મૂલ્ય ઉપર લઈ જવાના હતા. એથી પાઉંડની આંત વધત અને લંડનની નાણાંકીય આગેવાની ચાલુ રહેત. પરંતુ એથી ઉદ્યોગોને નુકસાન થાત અને, પાછળથી પુરવાર થયું તે પ્રમાણે, ખીજી અનેક અનિષ્ટ વસ્તુઓ બનવા પામત,
બ્રિટિશ સરકારે ૧૯૨૫ની સાલમાં ખીજો રસ્તો પસંદ કર્યાં અને પાઉન્ડનું મૂલ્ય વધારીને પહેલાંના જેટલું કરી દીધું. આમ તેણે પોતાના શરાફેના લાભ ખાતર થોડેઘણે અંશે પોતાના ઉદ્યોગના ભોગ આપ્યો. પરંતુ તેમની સામે ખડા થયેલા ખરા મુદ્દો તે એથીયે વિશેષ મહત્ત્વના હતા, કેમ કે તેમના સામ્રાજ્યની હસ્તી ઉપર એની ભારે અસર પહેાંચે એમ હતું. દુનિયાની નાણાંકીય આગેવાનીનું પોતાનું પદ લંડન ગુમાવે તે સામ્રાજ્યના જુદા જુદા ભાગે તેની દોરવણી અને મદદ માગતા બંધ થઈ જાય અને એ રીતે ધીમે ધીમે સામ્રાજ્ય નષ્ટ થઈ જાય. આ રીતે એ પ્રશ્ન સામ્રાજ્યની નીતિને પ્રશ્ન થઈ પડચો અને બ્રિટનના ઉદ્યોગા તથા દેશની અંદરનાં તાત્કાલિક હિતાને ભાગે સામ્રાજ્યના વ્યાપક હિતના વિજય થયો. તને યાદ હશે કે, સામ્રાજ્યનાં હિતાના વિચાર કરીને, આ જ રીતે, કઇક અંશે લેંકેશાયર તથા બ્રિટનના ઉદ્યોગાના હિતને ભાગે પણ ઇંગ્લેંડ હિંદના ઉદ્યોગીકરણને ઉત્તેજન આપવાને પ્રેરાયું હતું