Book Title: Jagatna Itihasnu Rekha Darshan Part 02
Author(s): Jawaharlal Nehru, Manibhai B Desai
Publisher: Navjivan Prakashan Mandir
View full book text
________________
૧૭૩. નાણાંનો વિચિત્ર વ્યવહાર * *
૧૬ જૂન, ૧૯૩૩ નાણાંને વિચિત્ર વ્યવહાર એ મહાયુદ્ધ પછીના જમાનાની એક અસાધારણ વિશિષ્ટતા છે. મહાયુદ્ધ પહેલાં દરેક દેશમાં નાણાંનું વત્તેઓછે અંશે નિશ્ચિત મૂલ્ય હતું. દરેક દેશમાં પિતાનું ચલણ હતું. દાખલા તરીકે હિંદમાં રૂપિયે, અમેરિકામાં ડોલર, ફ્રાંસમાં ફાંક, જર્મનીમાં માર્ક, રશિયામાં રબલ, ઈટલીમાં લીરા વગેરે. અને આ જુદાં જુદાં ચલણો વચ્ચે પરસ્પર લેવડદેવડ અંગેને દર સ્થિર હતા. જેને આંતરરાષ્ટ્રીય સેનાનું ચલણ કહેવામાં આવે છે તેને ધોરણે એ બધાં ચલણે એકબીજા સાથે સંકળાયેલાં હતાં. એટલે કે દરેક ચલણનું સેનાને ધરણે ચક્કસ મૂલ્ય હતું. દરેક દેશના આંતરિક વ્યવહાર માટે તે દેશનું ચલણ પૂરતું ગણાતું હતું પણ પરદેશે સાથેના વ્યવહાર માટે તે પૂરતું ગણાતું નહોતું. તેનું એ બે ભિન્ન ચલણોને જોડનાર કડીરૂપે હતું અને આંતર રાષ્ટ્રીય લેવડદેવડ અથવા હિસાબની પતાવટ આમ સનાથી કરવામાં આવતી. એ બધાં ચલણોનું સેનાને ધરણે નિશ્ચિત મૂલ્ય હતું ત્યાં સુધી એ લેવડદેવડમાં ઝાઝો ફેર પડતે નહોતે; કેમ કે, મૂલ્યની દૃષ્ટિએ સેનું સારી પેઠે સ્થિર ધાતુ છે એટલે કે સેનાના મૂલ્યમાં ઝાઝો ફેર પડતું નથી.
પરંતુ યુદ્ધકાળની જરૂરિયાતને લીધે યુદ્ધમાં સંડોવાયેલી પ્રજાઓને સોનાનું ધોરણ છોડી દેવું પડયું અને એ રીતે તેમના ચલણી નાણાંના ભાવ ગગડી ગયા. અમુક પ્રમાણમાં ચલણી નાણાને ફુલાવે પણ થવા પામ્યો. દેશનો આંતરિક વ્યવહાર તથા વેપારજગાર ચલાવવામાં એ વસ્તુ મદદરૂપ થઈ પડી. પણ એણે જુદાં જુદાં ચલણના આંતરરાષ્ટ્રીય સંબધે ઉથલાવી નાખ્યા. મહાયુદ્ધ દરમ્યાન આખી દુનિયા બે ભાગ અથવા દળોમાં વહેંચાઈ ગઈ હતી. એક મિત્રરાજનું દળ અને બીજું જર્મનીનું. અને એ દરેક દળમાં સહકારથી અને યેજનાપૂર્વક વ્યવહાર ચાલતું હતું. બધી વસ્તુ લડાઈને મોખરે રાખીને જ કરવામાં આવતી હતી. મુશ્કેલી યુદ્ધ પૂરું થયા પછી ઊભી થઈ અને બદલાતી જતી આર્થિક સ્થિતિ તથા બધાયે રાષ્ટ્રોના પરસ્પર અવિશ્વાસને કારણે જુદાં જુદાં ચલણોને અસામાન્ય વ્યવહાર પેદા થયે. આજની સમગ્ર નાણાંવ્યવસ્થા મુખ્યત્વે કરીને શાખના પાયા ઉપર રચાયેલી છે. બેંકની નોટ અને ચેક એ એક પ્રકારની દંડી છે અને તેમને ચલણી નાણાની પેઠે સ્વીકાર કરવામાં આવે છે. શાખને આધાર વિશ્વાસ ઉપર હોય છે અને વિશ્વાસ તૂટતાં શાખ પણ તૂટે છે. આમ હવાને કારણે મહાયુદ્ધ પછીનાં વરસમાં નાણુંની વ્યવસ્થામાં ભારે ગોટાળો ઊભો થવા પામે, કેમ કે યુરોપની