Book Title: Jagatna Itihasnu Rekha Darshan Part 02
Author(s): Jawaharlal Nehru, Manibhai B Desai
Publisher: Navjivan Prakashan Mandir
View full book text
________________
૧૨૪૦
જગતના ઇતિહાસનું રેખાદર્શન ૧૯૨૬ની સાલમાં એ રેકાણુ સવા ચાર કરોડ ડોલરનું હતું. ત્રણ વરસ પછી ૧૯૨૯ની સાલમાં તે વધીને સાડા પાંચ કરોડ ડોલર કરતાં પણ વિશેષ થઈ ગયું.
આમ અમેરિકા યુદ્ધ પછીનાં આ વરસમાં સમગ્ર દુધિયાનું શરાફ બન્યું હતું એમાં લેશ પણ શંકા નથી. તે ધનવાન હતું, સંપન્ન હતું અને ધન દોલતની ત્યાં છળ ઊડતી હતી. આખી દુનિયા ઉપર તેનું પ્રભુત્વ હતું. અને અમેરિકાવાસીઓ યુરોપ અને વિશેષે કરીને એશિયા તરફ તિરસ્કારની દૃષ્ટિથી નિહાળતા હતા અને તેમને ઘડપણને કારણે સમજ ગુમાવી બેઠેલા તકરારી ખંડે તરીકે લેખતા હતા. ૧૯૨૦થી ૩૦નાં વરસમાં એટલે કે અમેરિકાની સમૃદ્ધિની પરાકાષ્ઠાના સમયમાં તેની સંપત્તિને ખ્યાલ કરવા પ્રયત્ન કરીએ. ૧૯૧૨થી ૧૯૨૭ની સાલ સુધીનાં પંદર વરસોમાં અમેરિકાની કુલ રાષ્ટ્રીય દેલત ૧૮૭,૨૩૯,૦૦૦ ડૉલરથી વધીને ૪૦૦,૦૦૦,૦૦૦,૦૦૦ ડોલર થઈ હતી. ૧૯૨૭ની સાલમાં તેની વસતી લગભગ ૧૧ કરોડ સિત્તેર લાખની હતી અને તેની માથાદીઠ દેલત ૩૪૨૮ ડોલરની હતી. તેની આવક એટલી બધી ઝડપથી વધતી ગઈ કે દર વરસે આ આંકડાઓ બદલાતા જતા હતા. આગળના એક પત્રમાં હિંદ તથા અન્ય દેશની માથાદીઠ આવકની સરખામણી કરતી વખતે અમેરિકાને આંકડે મેં ઘણે ઓછો આપે છે. પરંતુ ત્યાં આગળ વાર્ષિક આવકની સરખામણી કરી હતી, વ્યક્તિગત દેલતની નહિ. વળી ઘણું કરીને એ આંકડે પહેલાના વરસનો હતે. ઉપર ટાંકવામાં આવેલ ૧૯૨૭ની સાલને આંકડે અમેરિકાના પ્રમુખ કુલીજે ૧૯૨૬ના નવેમ્બર માસમાં કરેલા નિવેદનને આધારે આપવામાં આવ્યું છે.
કેટલાક બીજા આંકડાઓ જાણીને પણ તેને રમૂજ પડશે. એ બધા ૧૯૨૭ની સાલના આંકડાઓ છે. યુનાઈટેડ સ્ટેટ્સમાં કુટુંબની સંખ્યા ર૭,૦૦૦,૦૦૦ હતી. તેમની પાસે વીજળીની બત્તીવાળાં ૧૫,૯૨૩,૦૦૦ માલકીનાં ઘરે હતા, અને ૧૭,૭૮૦,૦૦૦ ટેલિફોને વપરાતા હતા. ત્યાં આગળ ૧૯,૨૩૭,૧૭૧ મેટરે વપરાતી હતી અને એ સંખ્યા દુનિયાભરની કુલ મેટરના ૮૧ ટકા જેટલી છે. અમેરિકા દુનિયાની મોટર ગાડીની ૮૭ ટકા જેટલી મોટર ઉત્પન્ન કરતું હતું તેમ જ તે દુનિયાની કુલ ઉત્પત્તિના ૭૧ ટકા જેટલું પેટ્રોલ તથા દુનિયાની કુલ ઉત્પત્તિના ૪૩ ટકા જેટલે કોલસો ઉત્પન્ન કરતું હતું. અને આમ છતાં અમેરિકાની વસતી દુનિયાની કુલ વસતીના ૬ ટકા જેટલી હતી. આમ, પ્રજાનું સામાન્ય જીવનનું ધેરણ એકંદરે ઘણું જ ઊંચું થયું હતું પણ થવું જોઈતું હતું તેટલું તે ઊચું ન થઈ શક્યું. કેમ કે સંપત્તિ થોડાક હજાર કરોડાધિ અને અબજપતિઓના હાથમાં કેન્દ્રિત થઈ ગઈ હતી. આ “મટી મેટી વેપારી પેઢીએ” દેશ ઉપર રાજ્ય કરતી હતી. તે પ્રમુખ પસંદ કરતી, કાયદા બનાવતી