Book Title: Jagatna Itihasnu Rekha Darshan Part 02
Author(s): Jawaharlal Nehru, Manibhai B Desai
Publisher: Navjivan Prakashan Mandir
View full book text
________________
૧૨૩૧
જગતના ઇતિહાસનું રેખાદર્શન ૧૯૨૩ના જાન્યુઆરી માસમાં ક્રાંસ તથા બેજિયમે તે ઉપરાંત એ પ્રદેશને . કબજે લીધે. (એ કાર્યમાં ઈંગ્લડે સામેલ થવાની ના પાડી હતી.) આ રૂર પ્રદેશ રાઈનના પ્રદેશની અડોઅડ આવેલ છે અને ત્યાં આગળ કોલસાની સમૃદ્ધ ખાણે તથા મોટાં મોટાં કારખાનાંઓ છે. ત્યાં આગળ પેદા થત કેલ તથા બીજે માલ હાથ કરીને ફ્રેંચ લે કે પિતાનું લેણું વસૂલ કરવા માગતા હતા. પરંતુ ત્યાં આગળ એક મુશ્કેલી ઊભી થઈ. જર્મન સરકારે શાંત અથવા બેઠા પ્રતિકાર દ્વારા ફ્રેંચ કબજાનો સામનો કરવાનો નિર્ણય કર્યો અને તેણે રૂરની ખાણોના માલિકે તથા મજૂરોને બધું કામકાજ બંધ કરી દેવાની તેમ જ બીજી કોઈ પણ રીતે ફેંચને મદદ ન કરવાની હાકલ કરી. વળી આ ઉપરાંત તેમને ખોટ જાય તેના બદલામાં તેણે આ ખાણના માલિકે તથા બીજા ઉદ્યોગપતિઓને લાખ માર્ક મદદરૂપે આપ્યા. નવ કે દશ માસ પછી – ફ્રેંચો તેમ જ જર્મને એ દરમ્યાન ભારે ખરચમાં ઊતરવું પડયું હતું – જર્મને સરકારે શાંત અથવા બેઠે પ્રતિકાર છોડી દીધું અને તે પ્રદેશની ખાણે તથા કારખાનાઓ ચલાવવામાં તેણે એને મદદ કરવા માંડી. ૧૯૨૫ની સાલમાં ફેંચે તથા બેજિયને રૂરને પ્રદેશ છોડી ગયા.
રૂરમાંને જર્મન શાંત અથવા બેઠે પ્રતિકાર તે તૂટી પડયો, પરંતુ તેણે એટલું તે દર્શાવી આપ્યું કે નુકસાનીની રકમના પ્રશ્નને ફરીથી વિચાર થવું જોઈએ તેમ જ લેણું વસૂલ કરવાની વાજબી રકમ નકકી કરવી જોઈએ. આથી ઉપરાછાપરી એક પછી એક પરિષદ અને કમિશને મળવા લાગ્યાં અને એક પછી એક નવી નવી યોજનાઓ તૈયાર કરવામાં આવી. ૧૯૨૪ની સાલમાં ડૉસ યોજના થઈ પાંચ વરસ પછી ૧૯૨૯ની સાલમાં યંગ યોજના થઈ અને ૧૯૩૨ની સાલમાં તે લાગતાવળગતા બધા જ લેણદારોએ, માની લીધું કે હવે વધુ યુદ્ધ-નુકસાની વસૂલ થઈ શકે એમ નથી અને એને ખ્યાલ સદંતર છોડી દેવામાં આવ્યો.
૧૯૨૪ની સાલ પછીનાં ચેડાં વરસ સુધી જર્મનીએ નુકસાની પેટેની રકમ નિયમિત રીતે ભરી. પરંતુ તેની પાસે નાણું નહેતાં તેમ જ તે સધ્ધર નહતું તે સ્થિતિમાં જર્મનીએ એ રકમ કેવી રીતે ભરી? યુનાઈટેડ સ્ટેટ્સ પાસેથી નાણાં ઉછીનાં લઈને જ તેણે એમ કર્યું. ઇંગ્લંડ, ફ્રાંસ, ઈટાલી વગેરે મિત્રરાજ્ય અમેરિકાનાં દેવાદાર હતાં; યુદ્ધ દરમ્યાન તેમણે એ નાણુ યુનાઈટેડ સ્ટેસ પાસેથી ઉછીનાં લીધાં હતાં. જર્મની મિત્રરાજ્યનું દેણદાર હતું કેમ કે તેને તેમને નુકસાની પેટે નાણાં ભરપાઈ કરવાનાં હતાં. આથી અમેરિકાએ જર્મનીને નાણાં ધીર્યો. એ નાણાં તેણે મિત્રરાજ્યોને નુકસાની પેટે ભય અને પછી મિત્રરાજ્યએ એ જ નાણાં યુનાઈટેડ સ્ટેટ્સને પિતાના દેવા પેટે આપ્યાં. એ બહુ મજાની વ્યવસ્થા હતી અને સૌ એનાથી સંતોષ પામ્યા હોય એમ