Book Title: Jagatna Itihasnu Rekha Darshan Part 02
Author(s): Jawaharlal Nehru, Manibhai B Desai
Publisher: Navjivan Prakashan Mandir
View full book text
________________
૧૨૧૨ - જગતના ઇતિહાસનું રેખાદર્શન શાંતિ તથા વ્યવસ્થા સ્થાપવાના તેના એ પ્રયત્નનું કેવું પરિણામ આવ્યું તેને કંઈક ખ્યાલ એક પ્રતિષ્ઠિત અંગ્રેજ અમલદારના વર્ણન ઉપરથી આવશે. રૉયલ એશિયન સોસાયટીના વાર્ષિક સમારંભને અંગેનું વ્યાખ્યાન આપતાં લે. કર્નલ સર આર્નોલ્ડ વિલ્સને એને ઉલ્લેખ કરતાં જણાવ્યું કેઃ
“છેલ્લાં દસ વરસથી અને ખાસ કરીને છેલ્લા છ માસથી (જનેવામાં તેમણે કરેલી જાહેરાતોની કશીયે પરવા કર્યા વિના) તે બ્રિટિશ હવાઈ દળ ખુદ વસતી ઉપર મકકમતાપૂર્વક અને લગાતાર બેબમાર ચલાવી રહ્યું છે. તારાજ થઈ ગયેલાં ગામડાંઓ, મરાયેલાં પશુઓ, અપંગ થયેલાં સ્ત્રી અને બાળકો, ઇત્યાદિ ‘ટાઈમ્સ” પત્રના ખાસ ખબરપત્રીના શબ્દોમાં કહીએ તો, એકસરખી સભ્યતાના ફેલાવાની સાક્ષી પૂરે છે”
ગામના લેકે ઘણી વાર નાસી છુટતા અને એરોપ્લેને આવતાં ભાળીને છુપાઈ જતા તથા બોંબ પડીને તેમના પ્રાણ લે ત્યાં સુધી રાહ જોવા જેટલી રમતિયાળ વૃત્તિના તેઓ નહોતા એ જોઈને નવીન પ્રકારના – પડ્યા પછી અમુક સમય વીત્યા બાદ ફૂટે એવા – બનો ઉપયોગ કરવામાં આવ્યો. આ શયતાનિયતભરી યુક્તિ લેકેને છેતરીને થાપ આપવાને માટે યોજવામાં આવી હતી. એથી કરીને, એરોપ્લેને ચાલ્યાં ગયેલાં જોઈને ગામના લેકે પિતપિતાનાં ઝૂંપડાઓમાં પાછા ફરતા અને ફેંકવામાં આવેલા બૅબ ફૂટવાથી તેને ભોગ બનતા. એનો ભોગ બનીને મરણશરણ થનારાઓ તે પ્રમાણમાં ભાગ્યશાળી હતા. પરંતુ એથી કરીને અપંગ થનારાઓ, જેમના હાથપગ તૂટી જતા તથા જેમને ગંભીર પ્રકારની ઈજા થતી એવા લે કે તેમના કરતાં અતિશય હતભાગી હતા કેમ કે આ દૂર દૂરનાં ગામોમાં કોઈ પણ પ્રકારની દાક્તરી મદદ મળતી નહોતી.
આ રીતે ત્યાં આગળ સુલેહશાંતિ અને વ્યવસ્થા સ્થાપવામાં આવી અને ઇંગ્લંડના આશ્રય નીચે ઇરાકની સરકાર પ્રજાસંધ સમક્ષ રજૂ થઈ. ઈરાકને પ્રજાસંધમાં સભ્ય તરીકે દાખલ કરવામાં આવ્યું. એમ કહેવામાં આવે છે કે, બૅબમારો ચલાવી ચલાવીને ઈરાકને પ્રજાસંઘમાં દાખલ કરવામાં આવ્યું છે અને એ વાત સાવ સાચી છે.
ઈરાક પ્રજાસંધનું સભ્ય બનવાથી તેના ઉપરના બ્રિટિશ મેન્ડેટને અંત આવ્યું. એનું સ્થાન તેની સાથે ૧૯૩૦ની સાલમાં કરવામાં આવેલી સંધિએ લીધું છે અને તેમાં એ દેશ ઉપર અંગ્રેજોને અસરકારક અંકુશ રહે એવી જોગવાઈ કરવામાં આવી છે. આ પરિસ્થિતિ પ્રત્યે અસંતોષ ચાલુ જ છે કેમ કે ઇરાકના લેકે પૂર્ણ સ્વતંત્રતા અને ઇતર આરબ પ્રજાઓ સાથે અક્ય માગે છે. પ્રજાસંધના સભ્ય બનવામાં તેમને ઝાઝો રસ નથી, કેમ કે પૂર્વના બીજા ઘણાખરા પીડિત દેશોની પેઠે તે માને છે કે પ્રજાસંઘ એ તે યુરોપની સત્તાઓના