Book Title: Jagatna Itihasnu Rekha Darshan Part 02
Author(s): Jawaharlal Nehru, Manibhai B Desai
Publisher: Navjivan Prakashan Mandir
View full book text
________________
કરવ
જગતના ઇતિહાસનું રેખાદર્શન
પસંદ કરેલા માણુસા મારફતે ઇરાકના રાજ્યવહીવટ ચલાવવાનું ઇરાકની સરકાર પાસે કબૂલ કરાવવામાં આવ્યું. ૧૯૨૨ની સાલની આ સંધિ પ્રજાની જાણ અહાર અને તેને ઉવેખીને કરવામાં આવી હતી અને પ્રજાએ તેને વખાડી કાઢી. પ્રજાએ જણાવી દીધું કે આરઓની સરકાર એ તે કાબાજી છે અને સાચી સત્તા તા હજી બ્રિટિશ લેાકાના હાથમાં જ રહી છે. દેશનું ભાવી રાજબંધારણ ધડવાને માટે લેાકપ્રતિનિધિ સભા મેલાવવામાં આવી હતી તેની ચૂંટણીના અહિષ્કાર કરવાનું ત્યાંના આગેવાનાએ નક્કી કર્યું. આ બહિષ્કાર સફળ થયા અને લેાકપ્રતિનિધિ સભા મળી શકી નહિ. કરવેરા ઉઘરાવવામાં મુશ્કેલી ઊભી થવા પામી અને હુલ્લડ થયાં.
i
લગભગ એક વરસ એટલે કે ૧૯૨૩ની આખી સાલ દરમ્યાન આ મુસીબતે ચાલુ જ રહી. આખરે, સંધિમાં ઇરાકની તરફેણના કેટલાક ફેરફારો કરવામાં આવ્યા અને કેટલાક આગળ પડતા ચળવળિયાને દેશપાર કરવામાં આવ્યા. હવે ચળવળ નમ પડી અને ૧૯૨૪ની સાલના આરંભમાં લોકપ્રતિનિધિ સભા માટેની ચૂંટણી થઈ શકી. એ લોકપ્રતિનિધિ સભાએ પણ સંધિના વિરાધ કર્યાં. અંગ્રેજોએ તેના ઉપર ભારે દબાણ કર્યું. અને આખરે ત્રીજા ભાગના કરતાં થેાડા સભ્યોએ તેને મ ંજૂર કરી; મેાટા ભાગના સભ્યો એ બેઠકમાં હાજર પણ નહેાતા રહ્યા.
-
લોકપ્રતિનિધિ સભાએ ઇરાકનું રાજ્યબંધારણ ઘડી કાઢયું અને કાગળ ઉપર તેા તે રૂપાળુ દેખાતુ હતુ. એમાં એમ જણાવવામાં આવ્યું કે ઇરાક એ બંધારણીય અને વંશપરંપરાગત રાજાશાહીવાળુ અને પામેન્ટ અથવા ધારાસભા દ્વારા ચાલતું સ્વતંત્ર અને સ્વાયત્ત રાજ્ય છે. પરંતુ ધારાસભાના એ ગૃહમાંથી એકની — સેનેટની — નિમણૂક કરવાની સત્તા રાજાને આપવામાં આવી હતી. આમ રાજાના હાથમાં ભારે સત્તા હતી અને તેની પાછળ મહત્ત્વનાં સ્થાને રોકીને બેઠેલા બ્રિટિશ અમલદારો હતા. ૧૯૨૫ના માર્ચ માસમાં આ રાજ્યબંધારણ અમલમાં મુકાયું અને થાડાં વરસ સુધી નવી ધારાસભાએ પોતાનુ કાર્ય ચાલુ રાખ્યું. પરંતુ મેન્ડેટ સામેના વિરોધ તા ચાલુ જ રહ્યો. મેાસલની બાબતમાં ઇંગ્લેંડ અને તુર્કીની વચ્ચે ઊભા થયેલા ઝઘડા તરફ લૉકાનુ ધ્યાન સારી પેઠે કેન્દ્રિત થયું કેમ કે એ પ્રદેશ માટે દાવે કરનારાઓમાં ઇરાક પણ એક હતું. ઇંગ્લેંડ, ઇરાક અને તુ વચ્ચેની સંયુક્ત સંધિ દ્વારા ૧૯૨૬ની સાલના જૂન માસમાં એ ઝધડાને છેવટે નિવેડા લાવવામાં આવ્યો. મેાસલ ઇરાકને મળ્યું, અને ખુદ ઇરાક જ બ્રિટિશ સામ્રાજ્યવાદની છાયા નીચે હતું એટલે અંગ્રેજોનાં હિતા પણ સુરક્ષિત બન્યાં.
૧૯૩૦ના જૂનમાં બ્રિટન અને ઇરાક વચ્ચે મૈત્રીની નવી સંધિ થઈ. ફ્રી પાછી, ઇરાકની આંતરિક તેમ જ પરદેશને લગતી બાબતમાં સંપૂર્ણ સ્વતંત્રતા
Ο