Book Title: Jagatna Itihasnu Rekha Darshan Part 02
Author(s): Jawaharlal Nehru, Manibhai B Desai
Publisher: Navjivan Prakashan Mandir
View full book text
________________
૧૨૩૦
જગતના ઇતિહાસનું રેખાદર્શન
માત્ર એક લાખનું નાનકડું લશ્કર રાખવાની તેને છૂટ આપવામાં આવી હતી. એનું પરિણામ એ આવ્યું કે, ઉપર ઉપરથી જોતાં નિઃશસ્ત્રીકરણ કરવામાં આવ્યું, પરંતુ વાસ્તવમાં શસ્રાને માટે જથે સતાડી દેવામાં આવ્યા. મોટાં મેટાં ‘ ખાનગી લશ્કરો ' એટલે કે દરેક પક્ષનાં જુદાં જુદાં સ્વયંસેવક દળા ઊભાં થયાં. સ્થિતિચુસ્ત રાષ્ટ્રવાદીઓના સ્વયંસેવક સૈન્યને સ્ટીલ હેલ્મેટ ’ કહેવામાં આવતું હતું તથા સામ્યવાદીઓનું સ્વયંસેવક સૈન્ય રેડ ફ્રંટ 'તે નામે ઓળખાતું હતું. અને પાછળથી હિટલરના અનુયાયીઓએ ઊભી કરી.
'
66
""
નાઝી સેના
મહાયુદ્ધ પછીનાં આરંભનાં વરસા દરમ્યાન જમનીમાં બનેલા બનાવે વિષે હું તને ઘણું કહી ગયા છું અને ક્રાંતિ ત્યાં આગળ વાતાવરણમાં કેવી રીતે વ્યાપી રહી હતી તથા તેણે પ્રતિક્રાંતિને કેવી રીતે સામનો કર્યાં તે વિષે હું તને હજી એથી ધણું વધારે કહી શકુ એમ છું. જર્મનીના જુદા જુદા ભાગામાં, બાવેરિયા તથા સૅકસનીમાં પણ ખડો થવા પામ્યાં. સુલેહની સધિએ તેના પહેલાંના પ્રદેશના એક નાનકડા હિસ્સા જેવડા બનાવી દીધેલા આસ્ટ્રિયામાં પણ લગભગ એવી જ પરિસ્થિતિ વર્તતી હતી. આ નાનકડા દેશ તથા તેનું જબરદસ્ત પાટનગર વિયેના ભાષા અને સંસ્કૃતિની દૃષ્ટિએ સંપૂર્ણ પણે જન હતાં. તહકૂખી થઈ તેને બીજે દિવસે એટલે કે ૧૯૧૮ની સાલના નવેમ્બર માસની ૧૮મી તારીખે તે પ્રજાસત્તાક બન્યું. જમની સાથે ભળી જઈ ને તેને તેને એક ભાગ બની જવું હતું અને એમ કરવું બિલકુલ સ્વાભાવિક હાવા છતાં મિત્રરાજ્યોએ એમ કરવાની સાફ ના પાડી. જમની તથા આસ્ટ્રિયાના સૂચવવામાં આવેલા આ જોડાણને જર્મન ભાષામાં ‘એન્જીલસ ’*કહેવામાં આવે છે.
જર્મનીની પેઠે ઑસ્ટ્રિયામાં પણ સામાજિક લોકશાહીવાદી સત્તા ઉપર આવ્યા હતા. પરંતુ તેઓ ભયભીત અને આત્મવિશ્વાસ વિનાના હતા એટલે ‘ખૂવા' પક્ષ સાથે સમજૂતી કરીને ચાલવાની નીતિ તેમણે અખત્યાર કરી. એનું પરિણામ એ આવ્યું કે, સામાજિક લોકશાહીવાદી અતિશય દુળ બની ગયા અને સરકાર બીજાના હાથમાં જતી રહી. જનીની પેઠે જ ત્યાં પણ ખાનગી લશ્કરો ઊભાં થયાં અને છેવટે પ્રત્યાધાતી સરમુખત્યારી સ્થપાઈ. લાંબા વખત સુધી સમાજવાદી વિયેના શહેર તથા ગ્રામપ્રદેશના સ્થિતિચુસ્ત ખેડૂતો વચ્ચે ઝધડે ચાલ્યા કર્યાં. મજૂર વર્ગા માટે સુંદર ધરા બાંધવાની તેમ જ તેની એવી બીજી યાજનાઓ માટે વિયેનાની સમાજવાદી મ્યુનિસિપાલિટી જગમશહૂર થઈ.
* ૧૯૩૮ની સાલના માર્ચ માસમાં જર્મની અને ઍસ્ટ્રિયાનું એ પ્રકારનું જોડાણ થઈ ગયું છે.