Book Title: Jagatna Itihasnu Rekha Darshan Part 02
Author(s): Jawaharlal Nehru, Manibhai B Desai
Publisher: Navjivan Prakashan Mandir
View full book text
________________
૧૧૨૮
જગતના ઇતિહાસનું' રેખાદર્શન
લીધી તથા પ્રધાના અન્યા અને લશ્કર, મુલકીખાતું, ન્યાયખાતુ અને આખુયે વહીવટી તંત્ર કૈઝરના કાળમાં હતું તેવું ને તેવું જ ચાલુ રહ્યું. આમ એક પુસ્તકના નામ પ્રમાણે, કૈઝરી જાય છે પણ સેનાપતિ કાયમ રહે છે. ' ક્રાંતિએ આ રીતે થતી નથી તેમ જ સબળ બનતી નથી, સાચી ક્રાંતિએ તે રાજકીય, સામાજિક અને આર્થિક તંત્ર બદલી નાખવું જોઈએ. સત્તા તેના દુશ્મનાના હાથમાં રહેવા દઈને ક્રાંતિ સફળ થશે એવી અપેક્ષા રાખવી એ અર્થ વગરની વાત છે. પરંતુ જર્મનીના સામાજિક લેાકશાહીવાદીઓએ એ જ વસ્તુ કરી અને ક્રાંતિના વિરોધીને તેને નાશ કરવા માટે સંગતિ અને કટિબદ્ધ થવાની પૂરેપૂરી તક આપી. જર્મનીમાં જૂના લશ્કરવાદના હિમાયતી તથા લશ્કરી અમલદારો હજી પણ સત્તાધારી રહ્યા હતા.
કીલના ખલાસીઓ દેશભરમાં ફરતા રહીને ક્રાંતિકારી વિચારાના ફેલાવા કરે એ સામાજિક લોકશાહીવાદી સરકારને પસંદ નહેતું. આ ખલાસીને તેણે ખલીનમાં દાખી દેવાનો પ્રયત્ન કર્યાં અને ૧૯૧૯ના જાન્યુઆરી માસના આર્ભમાં ઉગ્ર અથડામણો થવા પામી. આ ઉપરથી સામ્યવાદીઓએ સેવિયેટ સરકાર સ્થાપવાના પ્રયત્ન કર્યાં અને શહેરના આમવર્ગને એ કામાં મદદ આપવા માટે તેમણે હાકલ કરી. જનતા તરફથી તેમને થાડી મદદ મળી અને તેમણે સરકારી મકાનોના કબજો લીધા. અને એક અઠવાડિયા સુધી તા શહેરમાં તેમની સત્તા સ્થાપિત થઈ હોય એમ જણાયું. એ અવાડિયું બર્લિનના ‘ લાલ અઠવાડિયા ' તરીકે ઓળખાય છે. પરંતુ આમજનતા તરફથી તેને પૂરતા સાથ ન મળ્યા. કેમ કે લાગૂંચવણમાં પડી ગયા હતા અને શું કરવું એની તેમને સમજ પડતી નહોતી. બિલનમાંના નોકરી ઉપરના સૈનિકા પણ ગૂંચવણમાં પડી ગયા હતા અને તે તટસ્થ રહ્યા. આ સૈનિકા ઉપર આધાર રાખી શકાય એમ નહેતું એટલે સામાજિક લોકશાહીવાદીઓએ સ્વયંસેવાના ખાસ લશ્કરી દળની ભરતી કરી અને તેમની મદદથી તેમણે સામ્યવાદીઓનું બડ દાખી દીધું. તેમની વચ્ચેની લડાઈ અતિશય ક્રૂર હતી અને કાઈના પ્રત્યે સહેજ પણ નરમાશ કે યા બતાવવામાં આવી નહિ. એ લડાઈ પૂરી થયા પછી થોડા દિવસ બાદ કાલ લિમ્નેટ અને રોઝા લુક્ષમબર્ગ નામનાં એ સામ્યવાદીઓને શોધી કાઢીને તેમના ગુપ્તવાસના સ્થાનમાં કરપીણ રીતે તેમનાં ખૂન કરવામાં આવ્યાં. આ ખૂનેને કારણે તથા એને માટે જવાબદાર લોકાને પછીથી નિર્દોષ હરાવવામાં આવ્યા તેથી કરીને સામ્યવાદી તથા સામાજિક લેકશાસનવાદીઓ વચ્ચે ભારે કડવાશ પેદા થવા પામી. કાલ લિમ્નેટ ૧૯મી સદીના મશહૂર સમાજવાદી નેતા વિલ્હેમ લિમ્નેટને પુત્ર હતા. એ જાના સામ્યવાદી યોદ્ધાના હું આગળના એક પત્રમાં ઉલ્લેખ કરી ગયા છું. રાઝા લક્ષમબર્ગ પણ જાની કાર્યકર હતી અને લેનિનની તે ગાઢ મિત્ર હતી. પરંતુ વાત એમ હતી કે, લિમ્નેટ તથા