Book Title: Jagatna Itihasnu Rekha Darshan Part 02
Author(s): Jawaharlal Nehru, Manibhai B Desai
Publisher: Navjivan Prakashan Mandir
View full book text
________________
૧૧૮ - જગતના ઇતિહાસનું રેખાદર્શન પરિસ્થિતિ મજબૂત બનાવી. સોવિયેટ રશિયાએ ચીનથી માંડીને તુર્ક સુધીના પૂર્વના બધાયે દેશ તરફ ઈરાદાપૂર્વક ઉદારતાભરી નીતિ અખત્યાર કરી હતી અને સેવિયેટનું આ મિત્રાચારીભર્યું વલણ તથા તેની મદદ તુર્કી તથા ઇરાનને વિદેશીઓના અંકુશમાંથી મુક્ત થવામાં ભારે સહાયરૂપ નીવડ્યાં હતાં. ૧૯૧૯ની સાલના ઇંગ્લેંડ સાથેના ટૂંકા વિગ્રહમાં જે સુગમતાથી અમાનુલ્લા પિતાને હેતુ પાર પાડી શક્યો તેમાં પણ એ વસ્તુએ મહત્ત્વનો ફાળો આપ્યો છે જેઈએ. એ પછીનાં વરસે દરમ્યાન સેવિયેટ રશિયા, તુક, ઈરાન અને અફઘાનિસ્તાન એ ચાર સત્તાઓ વચ્ચે અનેક સંધિઓ અને મિત્રાચારીના કરાર થવા પામ્યા. એ બધી સત્તાઓ વચ્ચે અથવા તે એમાંની કોઈ પણ ત્રણ સત્તાઓ વચ્ચે એક સાથે સંધિ નહોતી થઈ. પણ દરેક સત્તાએ બાકીની ત્રણ સત્તાઓ જોડે લગભગ એક જ પ્રકારની પણ અલગ અલગ સંધિ કરી. આ રીતે મધ્યપૂર્વના આ બધા દેશોને મજબૂત બનાવનારી સંધિઓની એક સાંકળ બની ગઈ. એ સંધિઓની તેમની તારીખ સાથે માત્ર એક યાદી હું અહીં આપીશ? તુર્ક-અફઘાન સંધિ
ફેબ્રુઆરી ૧૯, ૧૯૨૧ સેવિયેટ-તુર્ક સંધિ
ડિસેમ્બર ૧૭, ૧૯૨૫ તુર્કો-ઈરાન સંધિ
એપ્રિલ ૨૨, ૧૯૨૬ સેવિયેટ–અફઘાન સંધિ
ઓગસ્ટ ૩૧, ૧૯૨૬ સેવિયેટ-ઈરાન સંધિ
ઓકટોબર ૧, ૧૯૨૭ ઈરાન-અફઘાન સંધિ
નવેમ્બર ૨૮, ૧૯૨૭ આ સંધિઓ સોવિયેટ મુત્સદ્દીગીરીની સફળતા સૂચવતી હતી અને મધ્ય પૂર્વના દેશોમાંની ઇંગ્લંડની લાગવગ ઉપર એ ભારે ફટકા સમાન હતી. આ કહેવાની ભાગ્યે જ જરૂર હોય કે બ્રિટિશ સરકારને એ સંધિઓની સામે ભારે વિરોધ હતો અને ખાસ કરીને, સોવિયેટ રશિયા સાથે અમાનુલ્લાની મિત્રી તથા તેના તરફ તેનું મમતાભર્યું વલણ તે તેને બિલકુલ નાપસંદ હતું.
૧૯૨૮ની સાલના આરંભમાં અમાનુલ્લા તથા તેની બેગમ સુરેયા યુરોપના એક મેટા પ્રવાસ માટે અફઘાનિસ્તાનથી રવાના થયાં. રેમ, પેરિસ, લંડન, બર્લિન અને એસ્કે ઈત્યાદિ યુરોપનાં ઘણું પાટનગરેની તેમણે મુલાકાત લીધી અને સર્વત્ર તેમનું ભારે સન્માન કરવામાં આવ્યું. વેપાર તેમ જ રાજકીય હેતુઓને અર્થે એ બધા દેશો અમાનુલ્લાની સહાનુભૂતિ મેળવવા આતુર હતા. તેને કીમતી ભેટ પણ આપવામાં આવી. પરંતુ તેણે તે એક કુશળ મુત્સદ્દીને શોભે એવી ચતુરાઈ બતાવી અને કોઈ પણ બાબતમાં તે બંધાઈ ગયે નહિ. પાછા ફરતાં તેણે તુટ્ટી તેમ જ ઈરાનની મુલાકાત પણ લીધી.
એના લાંબા પ્રવાસ તરફ ઘણું લેકેનું લક્ષ ખેંચાયું. તેણે અમાનુલ્લાની પ્રતિષ્ઠા વધારી તેમ જ એથી કરીને અફઘાનિસ્તાનનું મહત્વ દુનિયામાં ઘણું