Book Title: Jagatna Itihasnu Rekha Darshan Part 02
Author(s): Jawaharlal Nehru, Manibhai B Desai
Publisher: Navjivan Prakashan Mandir
View full book text
________________
થતી થતી રહી ગયેલી ક્રાંતિ
૧૨૨૩જે દુનિયાની પરિસ્થિતિની ચાવી રહેલી છે. આથી હવે પછીના આપણું કેટલાક પત્રો યુરોપ વિર્ષના હશે.
એશિયાના બીજા બે ભાગનું, તેના બે વિશાળ પ્રદેશનું અવલેકન કરવાનું હજી બાકી રહે છે. ચીન અને ઉત્તરમાં આવેલ સેવિયેટ મુલક એ બે પ્રદેશ છે. થોડા સમય બાદ આપણે ત્યાં આગળ પહોંચીશું
૧૭૧. થતી થતી રહી ગયેલી ક્રાંતિ
૧૩ જૂન, ૧૯૩૩ જી. કે. ચૅસ્ટરટન નામના એક મશહૂર લેખકે કયાંક કહ્યું છે કે, ક્રાંતિ થતી થતી રહી ગઈએ ૧૯મી સદીને ઇંગ્લંડને સૌથી મોટો બનાવ છે. તને યાદ હશે કે એ સદી દરમ્યાન ઈંગ્લેંડ અનેક પ્રસંગોએ ક્રાંતિની અણી ઉપર આવીને ઊભું હતું એટલે કે નીચલા થરના બૂવાઓ તેમ જ મજૂર વર્ગ એ બંને મળીને ક્રાંતિ કરે એવી પરિસ્થિતિ ત્યાં આગળ અનેક વખત ઊભી થવા પામી હતી. પરંતુ એ દરેક પ્રસંગે છેવટની ઘડીએ શાસક વર્ગોએ સહેજસાજ નમતું આપ્યું, મતાધિકાર વિસ્તૃત કરીને પાલમેન્ટ દ્વારા ચાલતા રાજ્ય વહીવટમાં આમવર્ગને ઉપર ઉપરથી છેડે હિસ્સો આવે તેમ જ પરદેશમાંના સામ્રાજ્યવાદી શેષણમાંથી થતા નફામાં થેડે ભાગ આપે અને એ રીતે ઝઝૂમી રહેલી ક્રાંતિને દાબી દીધી. તેમના વિસ્તરતા જતા સામ્રાજ્ય તથા તેમાંથી આવતાં નાણાંને કારણે તેમને એમ કરવું પાલવતું હતું. આથી ઇંગ્લંડમાં ક્રાંતિ ન થવા પામી પરંતુ તેની છાયા અનેક વાર દેશ ઉપર ફરી વળી હતી અને તેના ડરે ભાવિ બના ઉપર અસર કરી. એથી કરીને, જે બનાવ ખરેખાત બનવા નહોતે પામે તેને ગઈ સદીને સૌથી મોટો બનાવ કહેવામાં આવે છે.
એ જ રીતે, કદાચ કહી શકાય કે, ક્રાંતિ થતી થતી રહી ગઈ એ મહાયુદ્ધ પછીના સમયને પશ્ચિમ યુરોપને મોટામાં મોટો બનાવ હતુંજેને લીધે રશિયામાં બે શેવિક ક્રાંતિ થવા પામી તેવા જ પ્રકારની પરિસ્થિતિ – જો કે કંઈક ઓછા પ્રમાણમાં – મધ્ય તેમ જ પશ્ચિમ યુરોપના દેશોમાં પણ મેજૂદ હતી. ઈગ્લેંડ, ફ્રાંસ અને જર્મની વગેરે પશ્ચિમ યુરેપના ઉદ્યોગપ્રધાન દેશે અને રશિયા વચ્ચે મહત્ત્વને તફાવત એ હતું કે પ્રસ્તુત દેશના જેવા બળવાન બૂવા” વર્ગને રશિયામાં અભાવ હતે. સાચું કહેતાં, માર્સના સિદ્ધાંત પ્રમાણે તે, આ ઉદ્યોગોમાં આગળ વધેલા દેશમાં મજૂર વર્ગની ક્રાંતિ થવાનો સંભવ હો, ઔદ્યોગિક દૃષ્ટિએ પછાત રશિયામાં તે નહિ જ. પરંતુ મહાયુદ્ધ