Book Title: Jagatna Itihasnu Rekha Darshan Part 02
Author(s): Jawaharlal Nehru, Manibhai B Desai
Publisher: Navjivan Prakashan Mandir
View full book text
________________
થતી થતી રહી ગયેલી ક્રાંતિ
૧૨૨૫ ક્રાંતિની લગોલગ આવી પહોંચેલું લાગતું હતું. પરાજિત દેશ કરતાં વિજયી મિત્ર દેશોની સ્થિતિ કંઈક ઠીક હતી કેમ કે વિજયને કારણે તેમનામાં છેડે ઉત્સાહ આવ્યું હતું અને લડાઈમાં થયેલી તેમની નુકસાની પરાજિત દેશોને ભેગે છેડેઘણે અંશે પૂરી કરી લેવાની આશા પેદા થઈ હતી. (પરંતુ પછીથી બનેલા બનાવોએ પુરવાર કર્યું કે એ આશા બિલકુલ વ્યર્થ હતી.) પરંતુ મિત્ર દેશમાં પણ ક્રાંતિની હવા ફેલાઈ ગઈ હતી. સાચે જ, સમગ્ર યુરેપ તથા એશિયામાં ભારે અસંતોષ વ્યાપી ગયું હતું અને સપાટી નીચે ક્રાંતિને અગ્નિ ધૂંધવાઈ રહ્યો હતો તથા તેમાંથી ભડકે ફાટી નીકળશે એવી ધાસ્તી અનેક વાર પેદા થઈ હતી. પરંતુ યુરેપ તથા એશિયામાંના અસંતોષના પ્રકાર તેમ જ ક્રાંતિની ધાસ્તી પેદા કરનારા વર્ગો વચ્ચે તફાવત હતે. એશિયામાં પશ્ચિમના સામ્રાજ્યવાદ સામે રાષ્ટ્રીય બળવો ઉઠાવવામાં મધ્યમ વર્ગોએ આગળ પડતું ભાગ લીધે હતા; યુરોપમાં મજૂરવર્ગો, પ્રચલિત “બૂઝવા મૂડીવાદી સમાજવ્યવસ્થાને ઉથલાવી પાડીને મધ્યમવર્ગોના હાથમાંથી સત્તા પચાવી પાડવાની ધમકી આપી રહ્યા હતા.
આ બધાં ગડગડાટ અને સૂચને નિષ્ફળ નીવડ્યાં અને મધ્ય કે પશ્ચિમ યુરેપમાં રશિયન ક્રાંતિ જેવી ક્રાંતિ થવા પામી નહિ. જૂની સમાજવ્યવસ્થા તેના ઉપર થતા પ્રહારે સહેવા જેટલી મજબૂત હતી, પરંતુ એ પ્રહારોથી તે દુર્બળ બની ગઈ અને એટલી તે ડરી ગઈ કે સોવિયેટ રશિયા તેના હુમલામાંથી બચી ગયું. મોખરાની પાછળથી આ પ્રબળ મદદ ન મળી હતી તે ૧૯૧૯ કે ૧૯૨૦ની સાલમાં સામ્રાજ્યવાદી સત્તાઓની સામે સોવિયેટે જમીનદસ્ત થઈ જાત એ પૂરેપૂરો સંભવ હતે.
- મહાયુદ્ધ બાદ વરસ પછી વરસ વીતતાં ગયાં તેમ તેમ ધીમે ધીમે પરિસ્થિતિ - કંઈક અંશે થાળે પડતી જણાવા લાગી. એક બાજુ પ્રત્યાઘાતી સ્થિતિચુસ્ત, રાજાશાહીના પક્ષકારે તથા ફડલ જમીનદારો અને બીજી બાજુ નરમ વલણના સમાજવાદીઓ અથવા તે સામાજિક લેકશાહીવાદીઓ એ બંનેના વિચિત્ર પ્રકારના ઔષે ક્રાંતિકારી તને દાબી દીધાં. એ ખરેખર વિચિત્ર પ્રકારનું ઐક્ય અથવા જોડાણ હતું કેમ કે સામાજિક લેકશાહીવાદીઓ માકર્સવાદ તેમ જ મજૂરની સરકારમાં પિતાની શ્રદ્ધા વ્યક્ત કરતા હતા. આમ, ઉપર ઉપરથી તે સેવિયેટ તેમ જ સામ્યવાદીઓના જે જ તેમને આદર્શ પણ દેખાતું હતું. અને આમ છતાંયે સામાજિક લેકશાસનવાદીઓને મૂડીવાદીઓ કરતાંયે સામ્યવાદીઓને વધારે ડર હતો. આથી કરીને સામ્યવાદીઓને કચરી નાખવા માટે તેમણે મૂડીવાદીઓ સાથે ઐક્ય કર્યું. અથવા એમ પણું હેય કે, મૂડીવાદીઓથી તેઓ એટલા બધા ડરતા હતા કે, તેમને વિરોધ કરવાની તેમની હિંમત નહતી; શાંતિમય અને પાર્લામેન્ટની પદ્ધતિથી કામ કરીને તેઓ