Book Title: Jagatna Itihasnu Rekha Darshan Part 02
Author(s): Jawaharlal Nehru, Manibhai B Desai
Publisher: Navjivan Prakashan Mandir
View full book text
________________
૧૨૨૨
જગતના ઇતિહાસનું રેખાદર્શન મશહૂર થયેલું ઈસ્ટ ઈન્ડિઝમાં આવેલું જાવા આવે છે. હિંદની પેઠે ત્યાં પણ થડા પ્રમાણમાં સુધારા અને ઘણા વધુ પ્રમાણમાં દમન એ બંનેની સાથે સાથે જ રાષ્ટ્રવાદને વિકાસ થયો છે. જાવાવાસીઓ ઘણા મોટા પ્રમાણમાં મુસલમાને છે અને મહાયુદ્ધ દરમ્યાન અને તે પછી મધ્ય પૂર્વના દેશોમાં બનેલા બનાવની તેમના ઉપર ભારે અસર થઈ હતી. કેન્ટોનની ચીની ક્રાંતિકારી ચળવળની પણ તેમના ઉપર ભારે અસર થવા પામી હતી તેમ જ હિંદની અસહકારની ચળવળ વિષે પણ તેઓ રસ લેતા થયા હતા. ૧૯૧૬ની સાલમાં ડચ સરકારે જાવાવાસીઓને બંધારણીય સુધારા આપવાનું વચન આપ્યું અને બાતાવિયામાં પ્રજાકીય ધારાસભાની સ્થાપના કરવામાં આવી. પરંતુ મોટે ભાગે એ સરકારે નીમેલા સભ્યોની બનેલી હતી અને તેને નહિ જેવી જ સત્તા આપવામાં આવી હતી. આથી તેની વિરુદ્ધ ચળવળ ચાલુ જ રહી. ૧૯૨૫ની સાલમાં નવું રાજબંધારણ આપવામાં આવ્યું પરંતુ એનાથી મૂળ સ્થિતિમાં ઝાઝો ફેર પડતો ન હતો અને પ્રજાને સંતોષ આપવામાં તે નિષ્ફળ નીવડયું. જાવા તથા સુમાત્રામાં હડતાલે પડી અને રમખાણ થયાં અને ૧૯૨૭ની સાલમાં ડચ સરકાર સામે બળવો ફાટી નીકળે. એ બળવાને અતિશય ક્રૂરતાથી દાબી દેવામાં આવ્યો. આમ છતાંયે રાષ્ટ્રીય ચળવળ તે આગળ ધપતી જ રહી. એ ચળવળની રચનાત્મક બાજુ પણ હતી. ત્યાં આગળ સંખ્યાબંધ રાષ્ટ્રીય શાળાઓ સ્થાપવામાં આવી તેમ જ હિંદની પેઠે ગૃહ ઉદ્યોગ અને હાથ કારીગરીને ઉત્તેજન આપવામાં આવ્યું. સ્વતંત્રતા માટેની લડત હજી ચાલુ જ છે. દુનિયાભરમાં આવેલી વેપારની મંદીને કારણે તથા પરદેશમાં ભારે સંરક્ષક જકાત નાખવામાં આવી તેથી બજારે મર્યાદિત થઈ જવાને લીધે જાવાના ખાંડના ઉદ્યોગને ભારે નુકસાન વેઠવું પડ્યું.
જાવા નજીકના પૂર્વના સમુદ્રમાં ૧૯૩૩ની સાલના આરંભમાં એક અજબ બનાવ બન્યો. પગારકાપ સામે વિરોધ દર્શાવીને, એક ડચ યુદ્ધ જહાજના ખલાસીઓએ તે જહાજને કબજે લીધે અને તેને તેઓ હંકારી ગયા. તેમણે કઈ પણ પ્રકારનું નુકસાન ન કર્યું તેમ જ તેમણે એ પણ સ્પષ્ટ કર્યું કે તેમને વિરોધ માત્ર પગાર કાપ સામે જ છે. એ એક પ્રકારની ઉગ્ર હડતાલ હતી. આથી ડચ એરપ્લેનેએ એ જહાજ ઉપર બૅબમારે કર્યો અને ઘણું ખલાસીઓના જાન લીધા અને એ રીતે તે જહાજને કબજે લેવામાં આવ્યું.
જ્યાં આગળ રાષ્ટ્રવાદ અને સામ્રાજ્યવાદ વચ્ચે નિરંતર અથડામણ થયા જ કરે છે તે એશિયાની રજા લઈને હવે આપણે યુરોપ પહોંચીશું. કેમ કે યુરોપ આપણું લક્ષ ખેંચી રહ્યું છે. મહાયુદ્ધ પછીના યુરેપનું આપણે અવલોકન નથી કર્યું અને તારે યાદ રાખવું જોઈએ કે યુરોપની પરિસ્થિતિમાં