Book Title: Jagatna Itihasnu Rekha Darshan Part 02
Author(s): Jawaharlal Nehru, Manibhai B Desai
Publisher: Navjivan Prakashan Mandir
View full book text
________________
અફઘાનિસ્તાન અને એશિયાના અન્ય દેશો ૧૨૨૧ ૧૯૩૨ના જૂન માસમાં સિયામના પાટનગર બેંકોકમાં એકાએક રાજ્યક્રાંતિ થઈ અને આપખુદ સરકારને અંત આવ્યો તથા એને બદલે ત્યાં સિયામના પ્રજા પક્ષના નિયમન નીચે લેકશાહી અમલને આરંભ થયો. લુઆંગ પ્રદિત નામના એક ધારાશાસ્ત્રીની આગેવાની નીચે સિયામના યુવાન લશ્કરી અમલદારો તથા બીજાઓએ મળીને રાજકુટુંબનાં માણસોની તેમ જ મુખ્ય મુખ્ય પ્રધાનોની ધરપકડ કરી અને તેમણે રાજા પ્રજાદીપક પાસે રાજ્યબંધારણને સ્વીકાર કરાવ્યો. રાજાની સત્તા મર્યાદિત કરવામાં આવી અને પ્રજાકીય ધારાસભા શરૂ થઈ. આ ફેરફારને પ્રજાને ટકે તે ખરે, પરંતુ જનતાવ્યાપી આંદોલનને કારણે તે થવા પામ્યો નહોતે. લશ્કરી ક્રાંતિ દ્વારા “તરુણ તુર્કે એ સુલતાન અબ્દુલ હમીદ પાસેથી સત્તા લઈ લીધી હતી તેને મળતે એ ફેરફાર હતું. રાજાએ તરત જ નમતું આપ્યું તેથી એ કટોકટીને સત્વર અંત આવ્યું. પરંતુ એ ફેરફારને વશ થવાની તેની ખરા દિલની તૈયારી નહતી. આથી ૧૯૩૩ની સાલના એપ્રિલ માસમાં તેણે એકાએક ધારાસભા બરખાસ્ત કરી અને લુઆંગ પ્રદિતને કાઢી મૂક્યો. બે માસ પછી ત્યાં આગળ ફરી પાછી રાજ્યક્રાંતિ થવા પામી અને ધારાસભાને સજીવન કરવામાં આવી. સિયામની નવી સરકારે ઈંગ્લેંડ સાથે ગાઢ સંબંધ ખીલ નથી પરંતુ તેનું વલણ જાપાન તરફ વિશેષ છે.*
સિયમની પૂર્વે આવેલા ફ્રેંચ હિંદી ચીનમાં પણ રાષ્ટ્રવાદને ફેલાવે થવા પામ્યો છે અને તે પ્રબળ બનતું જાય છે. રાષ્ટ્રીય ચળવળને દાબી દેવા માટે ફ્રેંચ સરકારે કેટલાયે કાવતરા કેસે ચલાવ્યા અને સંખ્યાબંધ કેને તેણે લાંબી મુદતની સજાઓ કરી. ૧૯૩૩ની સાલમાં જિનીવામાં મળેલી શસ્ત્રસંન્યાસ પરિષદની બેઢંકમાં ક્રાંસના પ્રતિનિધિએ એક સૂચક નિવેદન કર્યું હતું. એ પ્રતિનિધિ, મેં. સેટ પોતે ફેંચ હિંદી ચીનને ગવર્નર હતું. તેણે તેમાં “તાબા નીચેના દેશમાં થતા જતા રાષ્ટ્રવાદના વિકાસને તથા તેને પરિણામે તેમનો વહીવટ ચલાવવાનું અતિશય મુશ્કેલ બનતું જતું હતું” એ હકીકતને ઉલ્લેખ કર્યો હતો. તેણે ફ્રેંચ હિંદી ચીનને દાખલે આપીને જણાવ્યું કે, પિતે ગવર્નર હતું ત્યારે વ્યવસ્થા જાળવવા માટે ત્યાં ૧૫૦૦ માણસની જરૂર રહેતી, જ્યારે હાલ એને માટે ત્યાં આગળ ૧૦,૦૦૦ માણસની જરૂર પડે છે.
છેલ્લે, પિતાની ખાંડ અને રબર માટે તેમ જ ત્યાંના ખેતીના બગીચાઓમાં ત્યાંના લેકેનું ભયંકર શેષણ કરવામાં આવતું હતું તેને માટે દુનિયાભરમાં
• ૧૯૩૩ના એકબર માસમાં સ્થિતિચુસ્ત લોકેનું રમખાણ થવા પામ્યું હતું પરંતુ એને દબાવી દેવામાં આવ્યું અને લુઆંગ પ્રદિતની આગેવાની નીચેની સરકાર ચાલુ રહી.