Book Title: Jagatna Itihasnu Rekha Darshan Part 02
Author(s): Jawaharlal Nehru, Manibhai B Desai
Publisher: Navjivan Prakashan Mandir
View full book text
________________
૧૨૧૬
જગતના ઇતિહાસનું રેખાદર્શન પરંતુ આ અમીરે ચાહે એટલી મૈત્રીની ભાવના દાખવતા હોય તેયે તેમના ઉપર સંપૂર્ણપણે વિશ્વાસ રાખી શકાય એમ નહોતું એટલે તેમને સંતુષ્ટ તથા આધીન રાખવાને માટે અંગ્રેજો તરફથી તેમને દર વરસે સારી સરખી રકમ ભેટ આપવામાં આવતી. અમીર અબ્દુલ રહેમાન આ પ્રકારનો શાસક હતા અને તેનો લાંબો રાજ્ય અમલ ૧૯૦૧ની સાલમાં પૂરો થયો. તેના પછી અમીર હબીબુલ્લા ગાદી ઉપર આવ્યો. તેનું વલણ પણ અંગ્રેજો પ્રત્યે મિત્રતાભર્યું હતું.
અફઘાનિસ્તાન હિંદમાંના અંગ્રેજોને આધીન રહે છે તેનું એક કારણ તે દેશની ભૌગોલિક પરિસ્થિતિ છે. નકશામાં જોશે તે તને જણાશે કે બલુચિસ્તાન એને સમુદ્રથી અળગે પાડે છે. આમ, બીજા કોઈની જમીનમાં થઈને ગયા વિના ધેરી રસ્તા ઉપર ન પહોંચી શકાય એવા પ્રકારના ઘરના જેવી એની
આ સ્થિતિ હતી. એ વિકટ સ્થિતિ છે. તેને માટે બહારની દુનિયા સાથે સંબંધ રાખવાને સૌથી સુગમ માર્ગ હિંદ મારફતે છે. તે સમયે અફઘાનિસ્તાનની ઉત્તરે આવેલા રશિયન પ્રદેશમાં અવરજવરનાં જોઈએ તેવાં સાધનો નહોતાં. મને લાગે છે કે, રેલવે બાંધીને તથા વિમાની અને મેટરને વ્યવહાર શરૂ કરીને સેવિયેટ સરકારે તાજેતરમાં એ અવરજવરનાં સાધને ખીલવ્યાં છે. આ રીતે હિંદુસ્તાન એ અફઘાનિસ્તાન માટે બહારની દુનિયા સાથે વ્યવહાર રાખવાની બારી છે. બ્રિટિશ સરકારે અફઘાનિસ્તાન ઉપર અનેક પ્રકારે દબાણ લાવીને આ હકીકતને લાભ ઉઠાવ્યા છે. સમુદ્ર સુધી પહોંચવાની અફઘાનિસ્તાનની મુશ્કેલી એ હજી પણ દેશ આગળને એક મહત્ત્વને પ્રશ્ન રહ્યો છે.
૧૯૧૯ની સાલના આરંભમાં અફઘાન રાજદરબારના કાવાદાવા અને હરીફાઈઓ બહાર ફૂટી નીકળ્યાં અને ત્યાં આગળ ટૂંક સમયમાં એક પછી એક એમ બે રાજમહેલની ક્રાંતિઓ થઈ પડદા પાછળ શું બન્યું હતું તથા એ ફેરફારને માટે કોણ જવાબદાર હતું તેની મને ચોક્કસ ખબર નથી. અમીર હબીબુલ્લાનું ખૂન કરવામાં આવ્યું અને તેને ભાઈ નસરુલ્લા અમીર બન્યો. પરંતુ થોડા જ વખતમાં નસરલાને ખસેડીને હબીબુલ્લાના એક નાના પુત્ર અમાનુલ્લાને અમીર બનાવવામાં આવ્યો. ગાદીએ આવ્યા પછી તરત જ તેણે ૧૯૧૯ની સાલનામે માસમાં હિંદ ઉપર નાનકડી ચડાઈ કરી. એમ કરવા માટેની તાત્કાલિક છંછેડણી શી હતી અથવા એમાં પહેલ કોણે કરી હતી તેની મને ચોક્કસ ખબર નથી. ઘણુંકરીને અમાનુલ્લાને અંગ્રેજોના સંબંધમાં કોઈ પણ પ્રકારની આધીનતા પ્રત્યે અણગમે તે અને તે પોતાના દેશને સંપૂર્ણપણે સ્વતંત્ર કરવા ચહાત હતું. હાલ પરિસ્થિતિ એને માટે અનુકૂળ છે એમ તેણે માન્યું હોય એ પણ બનવા જોગ છે. તને યાદ હશે કે, એ પંજાબમાં લશ્કરી કાયદાના અમલના દિવસે હતા. એ વખતે હિંદભરમાં ભારે અસંતોષ ફાટી નીકળ્યું હતું તથા ખિલાફતના પ્રશ્નને અંગે મુસલમાનમાં ભારે રોષની લાગણી વ્યાપી રહી હતી.