Book Title: Jagatna Itihasnu Rekha Darshan Part 02
Author(s): Jawaharlal Nehru, Manibhai B Desai
Publisher: Navjivan Prakashan Mandir
View full book text
________________
૧૨૧૪
જગતના ઈતિહાસનું રેખાદર્શન ઓળંગી રહી છે. ખાસ કરીને મધ્યપૂર્વના આરબ દેશોમાં તે રાષ્ટ્રવાદ એ બાબતમાં ઘણું જ સફળ થયા છે અને ત્યાં સૌની સહિયારી રાષ્ટ્રીયતાના આદર્શ આગળ ધાર્મિક અને સાંપ્રદાયિક સમૂહે નબળા પડતા જાય છે.
બ્રિટિશ હવાઈ દળની ઈરાકની પ્રવૃત્તિઓ વિષે હું તને ઉપર કહી ગયે. છેલ્લાં બારેક વરસથી તેના અર્ધવસાહતી દેશમાં જેને “વ્યવસ્થા સાચવવાનું કાર્ય' કહેવામાં આવે છે તે કરવા માટે એરોપ્લેનને ઉપયોગ કરવાની બ્રિટિશ સરકારની ચેકકસ નીતિ થઈ ગઈ છે. જ્યાં આગળ અમુક પ્રમાણમાં સ્વ–શાસન આપવામાં આવેલું છે તથા જ્યાં આગળ રાજ્યવહીવટ મોટે ભાગે સ્થાનિક લેકે દ્વારા ચલાવવામાં આવે છે એવા દેશોમાં ખાસ કરીને એ નીતિ અખત્યાર કરવામાં આવે છે. એવા દેશમાં હવે કબજે રાખનારું સિગ્ય નથી રાખવામાં આવતું અથવા કહો કે તે બહુ ઓછું કરી નાખવામાં આવ્યું છે. એના ઘણા ફાયદા છે. એથી નાણુને ખૂબ બચાવ થાય છે અને દેશ લશ્કરી કબજા નીચે છે એ હકીકત પ્રમાણમાં બહુ ઓછી બહાર પડે છે. આમ છતાયે એરપ્લેને તથા ખગોળાઓ દ્વારા તેઓ પરિસ્થિતિ ઉપર પિતાને સંપૂર્ણ કાબૂ રાખી શકે છે. આ રીતે સ્વતંત્ર પ્રદેશમાં રોપ્લેનમાંથી કરવામાં આવતા બૅબમારાનો ઉપયોગ ઘણું વધી ગયું છે અને ઘણુંકરીને અંગ્રેજો બીજી કઈ પણ સત્તા કરતાં એ રીતને ઘણું વધારે ઉપયોગ કરે છે. ઈરાક વિષે તે હું તને કહી ગયે. હિંદના સરહદ પ્રાંત વિષે પણ એની એ જ વાતનું પુનરાવર્તન કરી શકાય. ત્યાં આગળ એ પ્રકારને બૅબમારે નિયમિત રીતે અને વારંવાર કરવામાં આવે છે.
લશ્કર મોક્લવાની પહેલાંની જૂની રીત કરતાં એ રીત ભલે વધારે સેંઘી તથા ઝડપી અને અસરકારક હોય પરંતુ એ અતિશય ફર અને ભીષણ રીત છે. સાચે જ, આખાં ગામનાં ગામે ઉપર બૅબ ફેંકવા અને તે પણ અમુક સમય વીત્યા પછી ફૂટનારા બેંબ ફેંકવા અને એ રીતે ગુનેગાર તેમ જ નિર્દોષ લેકીને એક સરખી રીતે નાશ કરે એના કરતાં વધારે હિચકારા અને હેવાનિયતભર્યા કૃત્યની કલ્પના કરવી મુશ્કેલ છે. એ રીતથી બીજા દેશ ઉપર ચડાઈ કરવાનું કાર્ય પણ અતિશય સુગમ બની જાય છે. આથી એની સામે ભારે પિકાર ઊડ્યો છે અને નિઃશસ્ત્ર નાગરિક વસતી ઉપર હવામાંથી હુમલે કરવાની હેવાનિયત વિરુદ્ધ પ્રજાસંઘની જીનીવાની બેઠકમાં છટાદાર વ્યાખ્યાને કરવામાં આવે છે. યુનાઇટેડ સ્ટેટ્સ સહિત બધાં રાષ્ટ્રો આવા પ્રકારને હવાઈ બૅબમારો સદંતર બંધ કરવાની તરફેણમાં હતાં. પરંતુ વસાહતી દેશમાં “વ્યવસ્થા સાચવવાને અર્થે 'એપ્લેનને ઉપયોગ કરવાનો હક અનામત રાખવાને અંગ્રેજોએ આગ્રહ પકડ્યો. એને લીધે પ્રજાસંધમાં તેમ જ ૧૯૩૩ની સાલમાં ભરાયેલી શસ્ત્રસંન્યાસ પરિષદમાં પણ એ બાબત ઉપર સમજૂતી ન થઈ શકી.