Book Title: Jagatna Itihasnu Rekha Darshan Part 02
Author(s): Jawaharlal Nehru, Manibhai B Desai
Publisher: Navjivan Prakashan Mandir
View full book text
________________
ઇરાક અને હવાઈ બોંબમારાની નીતિમત્તા ૧૨૧૧ માન્ય રાખવામાં આવી. પરંતુ તેમાં રાખવામાં આવેલી સલામતીઓ તેમ જ અપવાદે તેની એ સ્વતંત્રતાને બુરખા નીચે ઢંકાયેલી પરાધીનતામાં ફેરવી નાખે એવાં હતાં. હિંદ જતા માર્ગોને, અથવા સંધિના શબ્દોમાં કહીએ તે બ્રિટનનાં “અવરજવરનાં મહત્ત્વનાં સાધનને” સુરક્ષિત રાખવા માટે ઇરાકે ઇગ્લેંડને હવાઈ મથકે બાંધવા માટે જગ્યા આપવી. બ્રિટન મેસલમાં તેમ જ અન્યત્ર લશ્કર પણ રાખે. લશ્કરને તાલીમ આપવા માટે ઇરાકે માત્ર બ્રિટિશ શિક્ષકે જ રાખવા તેમ જ ઇરાકના લશ્કરમાં બ્રિટિશ અમલદારોએ સલાહકાર તરીકે ફરજ બજાવવી. હથિયાર, દારૂગેળે અને એરોપ્લેને વગેરે ઇંગ્લેંડ પાસેથી જ ખરીદવામાં આવે. યુદ્ધ ફાટી નીકળે તે પ્રસંગે દુશ્મન સામે લડાયક તૈયારી કરવા માટે ઇરાકે ઇંગ્લંડને હરેક પ્રકારની સગવડ આપવી. આમ, મેસલની આસપાસના લશ્કરી મહત્ત્વના પ્રદેશમાંથી ઈગ્લેંડ તુક અને ઈરાન ઉપર અથવા આઝરબાઈજનમાંનાં રશિયન સોવિયેટે ઉપર સહેલાઈથી તૂટી પડી શકે.
આ સંધિ પછી ૧૯૭૧ની સાલમાં ઈરાક અને ઈંગ્લેન્ડ વચ્ચે ન્યાયને લગતી સમજૂતી થઈ. એ મુજબ ઇરાકે ન્યાયને અંગે એક અંગ્રેજ સલાહકાર, એટલે કે અપીલની કોર્ટને અંગ્રેજ પ્રમુખ તથા બગદાદ, બસરા, મસલ અને બીજા સ્થાને એ ન્યાયને માટે અંગ્રેજ પ્રમુખ નીમવાનું કબૂલ કર્યું
આ બધી જોગવાઈઓ ઉપરાંત પણ મેટા મેટા હેદ્દાઓ ઉપર અંગ્રેજ અમલદારો છે એમ જણાય છે. આથી વાસ્તવમાં આ “સ્વતંત્ર દેશ ઇંગ્લંડની હકૂમત નીચે લગભગ પરાધીન દેશ છે અને ૧૯૩૦ની મૈત્રીની સંધિ ઉપર મુજબની સ્થિતિ પચીસ વરસ સુધી કાયમ રાખે છે.
૧૯રપના નવા રાજ્યબંધારણને માન્ય રાખ્યા પછી નવી ધારાસભા પિતાનું કાર્ય કરવા લાગી છે એ ખરું, પરંતુ પ્રજાને એથી જરાયે સંતોષ થયું નથી અને દેશના સરહદ ઉપરના ભાગમાં વખતોવખત રમખાણો થયા કરતાં હતાં. ખાસ કરીને ખુર્દ પ્રદેશમાં તે વારંવાર રમખાણો થયા કરતાં હતાં અને બ્રિટિશ હવાઈ દળે બેબમાર કરીને આખા ગામનાં ગામને નાશ કરવાની હળવી રીતથી તે દબાવી દીધાં હતાં. ૧૯૩૦ની સંધિ પછી, ઈંગ્લેંડના આશ્રય નીચે ઈરાકને પ્રજાસંઘનું સભ્ય બનાવવાનો પ્રશ્ન ઉપસ્થિત થયે. પરંતુ દેશમાં શાંતિ નહતી અને રમખાણે ચાલુ રહ્યાં હતાં. મેન્ડેટ ધરાવનાર સત્તા ઇંગ્લંડ કે રાજા ફૈઝલની મેજૂદ સરકારને માટે એ પરિસ્થિતિ શોભાસ્પદ નહોતી, કેમ કે એ બંડ ઈગ્લેંડે તેના ઉપર ઠેકી બેસાડેલી સરકારથી પ્રજા સંતુષ્ટ નહેતી એ વસ્તુની સાબિતીરૂપ હતાં. આ બધી વસ્તુઓ પ્રજાસંધ સમક્ષ રજૂ થાય એ ઈચ્છવાજોગ ગણવામાં આવ્યું નહિ અને તેથી એ રમખાણોને બળજબરી અને ત્રાસથી દાબી દેવાને ખાસ પ્રયત્ન કરવામાં આવ્યું. એ હેતુ પાર પાડવાને માટે બ્રિટિશ હવાઈ દળને ઉપયોગ કરવામાં આવ્યું અને સુલેહ