Book Title: Jagatna Itihasnu Rekha Darshan Part 02
Author(s): Jawaharlal Nehru, Manibhai B Desai
Publisher: Navjivan Prakashan Mandir
View full book text
________________
આરબ દેશે — સીરિયા
૧૧૮૯
લોકા પ્રચંડ અને સુસજ્જ ફ્રેંચ સૈન્યની સામે ઊભા રહીને હાથેાહાથ લડી શકે એમ નહતું પરંતુ તેમણે ગ્રામ વિભાગો ઉપર પોતાનો કબજો રાખવાનું ફ્રેંચે માટે મુશ્કેલ બનાવી દીધું. માત્ર મેટાં મેટાં શહેરો જ ફ્રેંચોના કબજામાં હતાં અને તેમના ઉપર પણ સીરિયન લેા કદી કદી હુમલા કરતા. સંખ્યાબંધ લાકાતે ગાળાથી વીધી નાખીને તથા ગામાનાં ગામા બાળી મૂકીને ફ્રેંચાએ લોકેામાં ત્રાસ વર્તાવવાના પ્રયત્ન કર્યાં. ૧૯૨૫ની સાલના આકટેમ્બરમાં ખુદ દમાસ્કસના મશહૂર શહેર પર પણ ઍબમારા કરીને તેના મેટા ભાગના નાશ કરવામાં આવ્યા. આખાયે સીરિયા લશ્કરી છાવણી સમાન બની ગયા. આટઆટલા જુલમા છતાં એ મળવા બે વરસ સુધી દાખી દઈ શકાયા નહિ. આખરે ફ્રાંસના પ્રચંડ લશ્કરી બળથી એ બળવા કચરી નાખવામાં આવ્યો પરંતુ સીરિયન લેકનાં અપૂર્વ ખલિદાને વ્યર્થ ગયાં નહિ. સ્વાતંત્ર્ય માટેના પોતાના હક તેમણે પુરવાર કર્યાં અને દુનિયાને તેમની અડગ તાકાતની પ્રતીતિ થઈ.
66
એ એક લક્ષમાં રાખવા જેવી ખીના છે કે, ફ્રે ંચાએ એ બળવાને ધાર્મિક સ્વરૂપ આપીને કુજ લેાકેાની સામે ખ્રિસ્તીઓને લડાવી મારવાના પ્રયત્ન કર્યાં. પરંતુ સીરિયન લેાકાએ તો સ્પષ્ટપણે જાહેર કર્યું કે તેઓ રાષ્ટ્રીય સ્વાતંત્ર્ય માટે લડી રહ્યા છે, કાઈ ધામિક હેતુ સાધવા માટે નહિ. બળવાના આરંભમાં જ ક્રુજ પ્રદેશમાં કામચલાઉ સરકારની સ્થાપના કરવામાં આવી હતી. એ સરકારે સ્વાતંત્ર્યની લડાઈમાં જોડાવાને પ્રજાને હાકલ કરતી એક જાહેરાત બહાર પાડી. એમાં એક અને અવિભાજ્ય સીરિયાની સ્વતંત્રતાની પ્રાપ્તિ માટે, રાજ્યબંધારણ ઘડવા માટે બહારની કશીયે દખલ વિના ચૂંટાયેલી લોકપ્રતિનિધિ સભા મેળવવા માટે, દેશના કબજો કરી મેઠેલા પરદેશી લશ્કરને દૂર કરવા માટે, દેશની સલામતી માટે રાષ્ટ્રીય સૈન્ય ઊભું કરવા માટે તથા ફ્રેંચ ક્રાંતિના સિદ્ધાંતા તથા મનુષ્યના હક્કોના અમલ કરવાને માટે ” પ્રજાને એ સંગ્રામમાં જોડાવાની અપીલ કરવામાં આવી હતી. આમ, ફ્રેંચ ક્રાંતિના સિદ્ધાંતા તથા તેણે જે હક્કોની ઘેષણા કરી હતી તેનું સમર્થન કરનારી પ્રજાને ફ્રેંચ સરકાર તથા ફ્રેંચ લશ્કરે કચરી નાખવાના પ્રયત્ન કર્યાં!
૧૯૨૮ની સાલના આરંભમાં સીરિયામાંથી લશ્કરી કાયદાના અમલના અંત આવ્યા અને તેની સાથે છાપાંનું ખખનિયમન પણ દૂર થયું. ધણા રાજદ્વારી કેદીઓને છોડી મૂકવામાં આવ્યા. રાષ્ટ્રવાદીની માગણી અનુસાર રાજ્યબંધારણ ઘડવા માટે લોકપ્રતિનિધિ સભા ખેલાવવામાં આવી. પરંતુ આજે હિંદમાં કરવામાં આવ્યું છે તેમ ધર્મ પ્રમાણે અલગ મતાધિકારની યેાજના કરીને ચેએ મુસીબતોનાં ખીજ વાવ્યાં. મુસલમાન, કૅથલિક સંપ્રદાયના ગ્રીકા, ગ્રીક ફ્રેંડાસ ચને માનનારાઓ તેમ જ
અલગ
ન-૨