Book Title: Jagatna Itihasnu Rekha Darshan Part 02
Author(s): Jawaharlal Nehru, Manibhai B Desai
Publisher: Navjivan Prakashan Mandir
View full book text
________________
ઇરાક અને હવાઈ બોંબમારાની નીતિમત્તા લેક પૂરતા પ્રમાણમાં આગળ વધેલા તેમ જ પિતાનાં હિત સાચવી શકવાની સ્થિતિમાં નહોતા એટલા માટે મહાન સત્તાઓએ તેમને એ કાર્યમાં મદદ કરવી. આ તે કેટલીક ગાય અને હરણોનું રક્ષણ કરવાને અર્થે વાઘની નિમણૂક કરવા જેવું થયું. એ “મેડેટો” લાગતીવળગતી પ્રજાઓની ઈચ્છા અનુસાર આપવામાં આવતા હતા, એમ માનવામાં આવતું હતું. તુર્કોની ધૂંસરીમાંથી મુક્ત થયેલા પશ્ચિમ એશિયાના દેશોના મેન્ડેટે” ઇંગ્લંડ તથા ફ્રાંસને મળ્યા. હું તને આગળ કહી ગયો છું તેમ એ બે દેશોની સરકારે જાહેર કર્યું કે, “એ પ્રજાઓને સંપૂર્ણપણે અને ચોક્કસ રીતે મુક્ત કરવી. . . . . અને તેમની સ્વતંત્ર પસંદગી અને નિર્ણય દ્વારા સ્થાનિક વસતી પાસેથી પિતપતાની સત્તા પ્રાપ્ત કરનાર સરકારે અને વહીવટી તંત્ર સ્થાપવાં” એ અમારું એક માત્ર ધ્યેય છે. એ ઉદાત્ત ધ્યેય પાર પાડવાને સીરિયા, પેલેસ્ટાઈન અને ટ્રાન્સજોર્ડનમાં છેલ્લાં બાર તેર વરસ દરમ્યાન શું શું કરવામાં આવ્યું તે આપણે ટૂંકમાં જોઈ ગયાં છીએ. એ દેશમાં બંડે, અસહકાર તથા બહિષ્કાર વગેરે વારંવાર થવા પામ્યાં. એ પ્રસંગોએ, ગોળીબારથી તેમને ઠાર કરીને, તેમના આગેવાનને દેશપાર કરીને, તેમનાં છાપાંઓનું દમન કરીને, તેમનાં નગરે તથા ગામોને નાશ કરીને તેમ જ વારંવાર લશ્કરી કાયદે જાહેર કરીને એ પ્રજાઓની “સ્વતંત્ર પસંદગી તથા નિર્ણય”ને ઉત્તેજન આપવામાં આવ્યું. એ બનાવોમાં અસામાન્ય કે નવું કશું જ નથી. ઇતિહાસ કાળના આરંભથી જ સામ્રાજ્યવાદી સત્તાઓ હિંસાખરી, સંહાર અને અત્યાચારને આશરે લેતી આવી છે. સામ્રાજ્યના આધુનિક પ્રકારનું નવું લક્ષણ એ છે કે તે “ટ્રસ્ટીપણું', “જનતાનું હિત', “પછાત પ્રજાઓને સ્વ-શાસનની તાલીમ આપવી,” વગેરે અને એવા બીજા રૂપાળા અને આકર્ષક શબ્દ દ્વારા પિતાનાં અત્યાચાર તથા શેષણ . છુપાવવાનો પ્રયત્ન કરે છે. તેઓ લેકે ઉપર ગોળી ચલાવે છે, તેમની કતલ કરે છે તથા તેમનું સત્યાનાશ વાળે છે – આ બધું કેવળ જાન ગુમાવનાર લેકેના ભલાને ખાતર જ કરવામાં આવે છે ! આ દંભ કદાચ પ્રગતિનું ચિન લેખાતું હશે, કેમ કે એ દંભની પાછળ સણની કદર રહેલી છે અને તે
એ બતાવે છે કે સત્ય રચતું નથી તેથી તેને ઉપર્યુક્ત મીઠામધુરા અને ભ્રામક શબ્દોમાં સજાવીને એ રીતે તેને છુપાવવામાં આવે છે. પરંતુ કાણુ જાણે શાથી આ સાધુતાપ્રદર્શક દંભ તે નગ્ન સત્ય કરતાં અતિશય બૂરો લાગે છે.
હવે આપણે, ત્યાંના લેકેની ઈચ્છાને ઇરાકમાં કેવી રીતે અમલ કરવામાં આ તથા બ્રિટિશ મેન્ડેટ” નીચે એ દેશને સ્વતંત્રતાની દિશામાં કેવી રીતે આગળ ધપાવવામાં આવ્યું તે જોઈએ. મહાયુદ્ધ દરમ્યાન ઇરાક અથવા મેસેમિયાને –- ત્યારે એ દેશ મેસેમિયા તરીકે ઓળખાતું હતું – અંગ્રેજોએ તુક સામે યુદ્ધ લડવાનું ક્ષેત્ર બનાવ્યું હતું. એ દેશને બ્રિટિશ તથા