Book Title: Jagatna Itihasnu Rekha Darshan Part 02
Author(s): Jawaharlal Nehru, Manibhai B Desai
Publisher: Navjivan Prakashan Mandir
View full book text
________________
૧૬૮. આધુનિક અરબસ્તાન
૩ જૂન, ૧૯૩૩ " આરબ દેશે વિષે હમણાં હું તને લખી રહ્યો છું. પણ અરબી ભાષા તેમ જ સંસ્કૃતિના ઉગમસ્થાન તથા ઇસ્લામની માતૃભૂમિ અરબસ્તાન વિષે હજી સુધી મેં કશુંયે કહ્યું નથી. આરબ સભ્યતાનું એ ઉદ્ભવસ્થાન છે એ ખરું પરંતુ તે પછાત અને મધ્યકાલીન જ રહ્યું છે તથા આધુનિક સભ્યતાની કસોટી અનુસાર મિસર, સીરિયા, પેલેસ્ટાઈન તથા ઈરાક વગેરે તેના પડોશી આરબ દેશે તેનાથી ઘણું આગળ વધી ગયા છે. અરબસ્તાન એ બહુ વિશાળ દેશ છે અને એનું ક્ષેત્રફળ હિંદુસ્તાનના ક્ષેત્રફળ કરતાં બે તૃતીયાંશ જેટલું છે. અને આમ છતાં એની વસ્તી ચાળીશ કે પચાસ લાખની એટલે કે હિંદની વસતીના સિત્તરમા કે એંશીમા ભાગ જેટલી છે. આ ઉપરથી એ સ્પષ્ટ રીતે જણાય છે કે ત્યાં આગળ વસતી બહુ જ ઓછી છે. અરબસ્તાનને મોટો ભાગ રણુ છે અને એથી જ ભૂતકાળમાં તે લેભી સાહસખોરોની નજરમાંથી બચી ગયું તથા આ બદલાતા જતા જગતમાં રેલવે, તાર, ટેલિફેન તેમ જ એવી જ બીજી આધુનિક વસ્તુઓ વિનાનું મધ્યયુગના અવશેષ સમું રહેવા પામ્યું છે. મેટે ભાગે રખડુ ગોપ ટોળીઓ ત્યાં વસતી હતી. તેમને બાઉની કહેવામાં આવતા હતા. રણની રેતીમાં તેઓ પિતાનાં ઝડપી ઊંટે –“રણનાં વહાણે” – તથા પિતાના જગમશહૂર અરબી ઘોડાઓ ઉપર બેસીને પ્રવાસ કરતા હતા. તેઓ મેટાં મેટાં કુટુંબમાં રહીને જીવન ગુજારતા હતા અને કુટુંબના વડીલની આજ્ઞાને આધીન રહેતા હતા. છેલ્લાં હજાર વરસ દરમ્યાન તેમના એવા પ્રકારના જીવનમાં નહિ જે જ ફેરફાર થવા પામ્યો હતો. મહાયુદ્ધે બીજી અનેક બાબતમાં ફેરફાર કરી નાખ્યા તે જ પ્રમાણે તેણે તેમની એ અવસ્થામાં પણ ફેરફાર કરી નાખ્યો.
| નકશામાં જેશે તે તેને માલૂમ પડશે કે, અરબસ્તાનને વિશાળ દ્વીપકલ્પ રાતા સમુદ્ર અને ઈરાનના અખાતની વચ્ચે આવેલું છે. એની દક્ષિણે અરબી સમુદ્ર આવેલું છે અને ઉત્તરે પેલેસ્ટાઈન, ટ્રાન્સ-જૈન અને સીરિયાનું રણ આવેલું છે તથા ઉત્તર-પૂર્વમાં ઈરાકની હરિયાળી અને ફળદ્રુપ ખીણ આવેલી છે. પશ્ચિમે રાતા સમુદ્રને અડીને હજાઝને પ્રદેશ આવેલું છે. એ પ્રદેશ ઇસ્લામનું ઉગમસ્થાન છે અને મક્કા તથા મદીનાનાં પવિત્ર શહેરે તેમાં આવેલાં છે. જેદ્દાહનું બંદર પણું ત્યાં જ આવેલું છે. દર વરસે હજ કરવા જનારા હજારે યાત્રાળુઓ એ બંદરે ઊતરે છે અને ત્યાંથી મક્કા જાય છે. અરબસ્તાનના મધ્ય ભાગમાં આવેલ અને પૂર્વમાં ઈરાનના અખાત સુધી ફેલાયેલું નજદ પ્રદેશ છે. હજાઝ અને નજદ એ અરબસ્તાનના બે મુખ્ય ભાગે છે. દક્ષિણ