Book Title: Jagatna Itihasnu Rekha Darshan Part 02
Author(s): Jawaharlal Nehru, Manibhai B Desai
Publisher: Navjivan Prakashan Mandir
View full book text
________________
૧૨૦૨ .
જગતના ઇતિહાસનું રેખાદર્શીન
મજબૂત અને સબળ બનાવી. એ કરવામાં તેણે કઈંક અંશે બ્રિટિશના સાનાની મહ્દ પણ લીધી. તે વખતના ખલીફ્ તુર્કીના સુલતાન સામે બળવા પોકારવા માટે શરીક હુસેન ઇસ્લામી દેશે તેમ જ હિંદુસ્તાનમાં અકારા થતા જતા હતા. ઇબ્ન સાઉદે તટસ્થ રહીને બદલાતી જતી પરિસ્થિતિને પૂરેપૂરા લાભ ઉઠાવ્યેા અને ધીમે ધીમે ઇસ્લામના શક્તિશાળી પુરુષ તરીકેની પોતાની
નામના જમાવી.
દક્ષિણમાં યમન હતું. યમનના ઇમામ અથવા રાજ્યકર્તા આખાયે મહાયુદ્ધ દરમ્યાન તુર્કાને વફાદાર રહ્યો હતો. પરંતુ લડાઈનાં ક્ષેત્રથી તે બહુ દૂર હતા એટલે તે ઝાઝું કરી શકે એમ નહેતું. તુર્કીના પરાજય પછી તે સ્વતંત્ર થઈ ગયા, યમન હજી પણ સ્વતંત્ર રાજ્ય છે.
મહાયુદ્ધ પૂરું થતાં સુધીમાં ઇંગ્લેંડનું પ્રભુત્વ અરબસ્તાનમાં જામી ગયું અને તે હુસેન તથા ઇબ્ન સાઉદને પોતાનાં હથિયાર તરીકે વાપરવા લાગ્યું. પરંતુ ઇબ્ન સાઉદ વધારે ચતુર નીવડ્યો અને તે પોતાને દુરુપયોગ થવા દે એમ નહતું. શરી હુસેનના કુટુંબની એકાએક ભારે ઉન્નતિ થઈ કેમ કે તેની પાછળ અંગ્રેજોના સૈન્યનું પીઠબળ હતું. હુસેન પોતે હેજાઝના બાદશાહ બન્યો; તેને એક પુત્ર ફૈઝલ સીરિયાના રાજકર્તા થયા તથા તેના ખીજા પુત્ર અબ્દુલ્લાને અગ્રેજોએ નવા ઊભા કરેલા નાનકડા રાજ્ય ટ્રાન્સાનને શાસક બનાવ્યા. પરંતુ તેની એ ઉન્નતિ ચાર દિવસની ચાંદની હતી, કેમ કે આપણે જોઈ ગયાં તેમ ફૈઝલને ફ્રેંચોએ સીરિયામાંથી હાંકી કાઢયો અને ઇબ્ન સાઉદના આગળ વધતા જતા વહાખી આગળ હુસેનની બાદશાહી નષ્ટ થઈ. ક્રીથી બેકાર બનેલા ફૈઝલને અગ્રેજોએ ઇરાકના રાજા બનાવ્યો અને તે પોતાના આશ્રયદાતાઓની મહેરબાનીથી ત્યાં આગળ રાજ કરી રહ્યો છે.
હુસેનની હેજાઝની ટૂંક સમયની બાદશાહી દરમ્યાન અંગારાની તુ ધારાસભાએ ૧૯૨૪ની સાલમાં ખિલાફત રદ કરી. હવે ખલીફ્ રહ્યો નહોતો એટલે ભારે હિંમત વાપરીને હુસેન ખલીની ખાલી પડેલી ગાદી ઉપર ચડી ખેઠે અને તેણે ઇસ્લામના ખલીક તરીકે પોતાની જાહેરાત કરી. ઇબ્ન સાઉર્દૂ, પોતાનો લાગ આવેલા જોઈ ને, આરખાના રાષ્ટ્રવાદ તેમ જ મુસલમાનોના આંતરરાષ્ટ્રીયવાદને ઉદ્દેશીને હુસેનની સામે હાકલ કરી. ખિલાફત પચાવી પાડનારા મહત્ત્વાકાંક્ષી હુસેનની સામે ઇસ્લામના હિતેષી તરીકે તે ખડા થયા અને સાવચેતીભર્યાં પ્રચારની સહાયથી ખીજા દેશોના મુસલમાનની શુભેચ્છા તેણે પ્રાપ્ત કરી. હિંદુસ્તાનની ખિલાફત સમિતિએ પણ તેને પોતાની શુભેચ્છાના સંદેશા માકલ્યા. પવન કઈ દિશામાં વાય છે એ જોઈ ને તથા જે ધેડાની તેઓ તરફેણ કરતા હતા તે હરીફાઈમાં જીતે એમ નથી એની પ્રતીતિ થવાથી અ ંગ્રેજોએ હુસેન તરફનો પોતાના ટેકે ખેંચી લીધા. તેને આપવામાં આવતી