Book Title: Jagatna Itihasnu Rekha Darshan Part 02
Author(s): Jawaharlal Nehru, Manibhai B Desai
Publisher: Navjivan Prakashan Mandir
View full book text
________________
૧૨૦૪
જગતના ઇતિહાસનું રેખાદર્શન સત્તાઓએ તેને સ્વતંત્ર રાજા તરીકે માન્ય કર્યો અને તેના મુલકમાં મિસરમાં હજી પણ કાયમ છે તેવા કોઈ પણ પ્રકારના ખાસ હક્કો પરદેશીઓને આપવામાં આવ્યા નથી. સાચે જ, તેઓ ત્યાં આગળ દારૂ કે એવાં બીજાં કેફી પીણાં સુધ્ધાં લઈ શકતા નથી.
ઇબ્દ સાઉદ એક સિપાઈ અને લડવૈયા તરીકે સફળ થયું હતું. હવે તેણે પિતાના દેશને આધુનિક સ્થિતિમાં લાવવાનું વધારે મુશ્કેલ કાર્ય ઉપાડયું. કુળ-વ્યવસ્થા ઉપર અથવા વડીલની આજ્ઞા અનુસાર ચાલતા સંયુક્ત કુટુંબના પાયા ઉપર રચાયેલા સમાજની અવસ્થામાંથી તેને એકદમ આધુનિક દુનિયામાં છલંગ મારવાની હતી. તેના આ કાર્યમાં પણ ઈબ્ન સાઉદને સારી પેઠે સફળતા મળી હોય એમ જણાય છે અને એ રીતે તે દીર્ધદશ રાજપુરુષ પણ છે એમ તેણે દુનિયા સમક્ષ પુરવાર કરી બતાવ્યું છે.
આંતરિક અરાજકતા દાબી દેવામાં એને પ્રથમ સફળતા મળી. થોડા જ વખતમાં તેણે વણજારના તેમ જ યાત્રાના માર્ગે સલામત બનાવી દીધા. એ એક ભારે વિજય હતું અને તે વખત સુધી માર્ગમાં જેમને લૂંટારાઓને સામનો કરવો પડતે હતે એવા સંખ્યાબંધ યાત્રીઓએ સ્વાભાવિક રીતે જ એની સારી પેઠે કદર બૂછ..
એથી વિશેષ નોંધપાત્ર સફળતા તે એને ભટકતા ગોપ બાઉનીઓને ઠરીઠામ થઈને એક ઠેકાણે વસતા કરવામાં મળી. હજાઝ જીતવા પહેલાં જ બદાઉનીઓને ઠરીઠામ થઈને વસતા કરવાનું કાર્ય તેણે આરંવ્યું હતું અને એ રીતે તેણે આધુનિક રાજ્યને પાયે નાખે. ચંચળ, રખડુ અને સ્વતંત્રતાને ચાહનારા એ બદારૂનીઓને સ્થિર થઈને વસતા કરવાનું કામ સહેલું નહોતું. પરંતુ ઈગ્ન સાઉદને એમાં ઘણે અંશે સફળતા મળી છે. રાજ્યવહીવટમાં પણ અનેક સુધારા કરવામાં આવ્યા છે અને એરોપ્લેન, મોટર, ટેલિફેન તેમ જ આધુનિક સભ્યતાનાં બીજાં અનેક ચિને ત્યાં આગળ દેખાવા લાગ્યાં છે. ધીમે ધીમે પણ અચૂકપણે હજાઝ આધુનિક દેશ બનતા જાય છે. પરંતુ મધ્ય યુગમાંથી એકદમ વર્તમાન સમયમાં કૂદકે મારવાનું કામ સહેલું નથી અને લેકેની માન્યતાઓ બદલવાનું કાર્ય સૌથી વધારે વસમું છે. આ નવી પ્રગતિ તથા નવા ફેરફારે ઘણું આરબને પસંદ નહતા. પશ્ચિમનાં નવાં યંત્રો, તેમનાં એંજિને, મેટર અને એરપ્લેનેને તેઓ શેતાનની શેધ તરીકે લેખે છે. આ બધા ફેરફારોની સામે એ આરબોએ વિરોધ ઉઠાવ્યા અને ૧૯૨૯ની સાલમાં તેમણે ઇબ્ન સાઉદ સામે બળવો પણ કર્યો. ઈબ્દ સાઉદે તેમને કુનેહ અને દાખલાદલીલોથી મનાવી લેવાનો પ્રયત્ન કર્યો અને એ રીતે ઘણાખરાને પિતાના પક્ષના કરી લેવામાં તે સફળ થયે. પરંતુ કેટલાક આબેએ પિતાને બળો ચાલુ રાખ્યું અને તેમને ઈગ્ન સાઉદે હરાવ્યા.