Book Title: Jagatna Itihasnu Rekha Darshan Part 02
Author(s): Jawaharlal Nehru, Manibhai B Desai
Publisher: Navjivan Prakashan Mandir
View full book text
________________
પેલેસ્ટાઈન અને ટ્રાન્સજન
૧૧૯૩ અપમાન કરવામાં આવતું, તેમને ગાળો દેવામાં આવતી, તેમને પાડવામાં આવતા તેમ જ તેમની કતલ પણ કરવામાં આવતી. ખુદ યહૂદી શબ્દ કંજૂસ અને લોહી ચૂસનાર શાહૂકારને વાચક તેમ જ ગાળવાચક બની ગયે. અને આ બધાની સામે એ અદ્દભુત લેકે ટકી રહ્યા એટલું જ નહિ પણ તેમણે પિતાની જાતિની તેમ જ સંસ્કૃતિની વિશિષ્ટતાઓ જાળવી રાખી, સમૃદ્ધિ મેળવી તેમ જ અનેક મહાપુરુષો પેદા કર્યા. વિજ્ઞાન, રાજકારણ, સાહિત્ય, શરાફી તેમ જ વેપારરોજગાર વગેરે ક્ષેત્રમાં તેઓ અગ્રસ્થાન ભોગવે છે. અને મોટામાં મોટા સમાજવાદી તથા સામ્યવાદીઓ પણ યહૂદીઓ જ હતા. પરંતુ મેટા ભાગના યહૂદીઓ તે ગરીબ છે. પૂર્વ યુરોપનાં શહેરોમાં તેમની મોટી વસ્તી છે અને ત્યાં આગળ તેમની વખતેવખત કતલ કરવામાં આવે છે. વતન કે રાષ્ટ્ર વિનાના આ લેકો – ખાસ કરીને તેમનામાંના ગરીબ લેકે – કદી પણ પ્રાચીન જેરુસલેમનાં સ્વપ્નાં સેવતા અટક્યા નથી; તેમની કલ્પનામાં એ શહેર વાસ્તવમાં કદીયે હતું તેના કરતાં અતિશય ભવ્ય અને મહાન દેખાય છે. જેરૂસલેમને તેઓ ઝિન એટલે કે એક પ્રકારનું સ્વર્ગ કહે છે અને ક્રિયેનિઝમ એ તેમને જેરુસલેમ તેમ જ પેલેસ્ટાઈન તરફ નિરંતર આકર્ષતે એ ભૂતકાળને સાદ છે.
૧૯મી સદીના અંતમાં, આ ઝિનિસ્ટ ચળવળે ધીમે ધીમે વસાહતી ચળવળનું સ્વરૂપ ધારણ કર્યું અને સંખ્યાબંધ યહૂદીઓ પેલેસ્ટાઈનમાં જઈને વસ્યા. હિબ્રૂ ભાષાને પુનરુદ્ધાર પણ શરૂ થયો. મહાયુદ્ધ દરમ્યાન બ્રિટિશ લશ્કરે પેલેસ્ટાઈન ઉપર ચડાઈ કરી અને એ સૈન્ય જેરુસલેમે તરફ કૂચ કરી રહ્યું હતું તે વખતે એટલે કે ૧૯૧૭ની સાલના નવેમ્બર માસમાં બ્રિટિશ સરકારે એક જાહેરાત કરી. એ જાહેરાત બાલ્ફર જાહેરાત તરીકે ઓળખાય છે. બ્રિટિશ સરકારે એવું જાહેર કર્યું કે પેલેસ્ટાઈનમાં “યહૂદીઓનું રાષ્ટ્ર” સ્થાપવાનો તે ઇરદે છે. દુનિયાભરના યહૂદીઓની શુભેચ્છા સંપાદન કરવા માટે આ જાહેરાત કરવામાં આવી હતી અને નાણાં મેળવવાની દૃષ્ટિએ એ બહુ મહત્ત્વની હતી. યહૂદીઓએ એ જાહેરાત સહર્ષ વધાવી લીધી પરંતુ એમાં એક ઊણપ હતી; એક મહત્ત્વની બીના તરફ એમાં દુર્લક્ષ કરવામાં આવ્યું હતું. પેલેસ્ટાઈને એ નિર્જન અરણ્ય કે વેરાન રણ નહોતું. એ ક્યારનુંયે બીજા લેકેનું રાષ્ટ્ર બની ગયું હતું. એટલે કે, ખરી રીતે બ્રિટિશ સરકારે પેલેસ્ટાઈનમાં વસતા લોકોને ભેગે અ, ઉદાર વલણ દર્શાવ્યું હતું. આથી, આરબ, બિન-આરબ, મુસલમાન, ખ્રિસ્તી વગેરે ત્યાં વસતા સૌ લેકેએ, સાચું કહેતાં યહૂદીઓ સિવાયના બધા લે કેએ ધર્મ કે કેમના ભેદભાવ વિના આ જાહેરાત સામે પ્રબળ વિરોધ ઉઠાવ્યા. વાસ્તવમાં એ આર્થિક પ્રશ્ન હતે. એ લોકોને લાગ્યું કે, તેમની પાછળ રહેલી અખૂટ ધનદોલત સહિત યુદદીઓ તેમની દરેક પ્રવૃત્તિમાં તેમની સાથે હરીફાઈમાં