Book Title: Jagatna Itihasnu Rekha Darshan Part 02
Author(s): Jawaharlal Nehru, Manibhai B Desai
Publisher: Navjivan Prakashan Mandir
View full book text
________________
૧૧૯૦
જગતના ઇતિહાસનું' રેખાદર્શન
યહૂદી એ બધાના જુદા જુદા વિભાગા પાડવામાં આવ્યા અને દરેક મતદારને તેના ધાર્મિક સમૂહને જ મત આપવાની ફરજ પાડવામાં આવી. માસ્કસમાં એક અજબ પ્રકારની` અને આ ચેાજનાને તેના નગ્ન સ્વરૂપમાં રજૂ કરનારી પરિસ્થિતિ ઊભી થઈ. ત્યાંના રાષ્ટ્રવાદીઓના એક નેતા પ્રોટેસ્ટંટ સંપ્રદાયને ખ્રિસ્તી હતા. તે પ્રોટેસ્ટંટ હોવાથી નક્કી કરવામાં આવેલા ખાસ મતવિભાગેામાંથી એકમાં તેના સમાવેશ થઈ શકે એમ નહેતું. આથી, દમાસ્કસમાં સૌથી વધારે લોકપ્રિય હોવા છતાં તે ચૂંટાઈ શકે એમ નહતું. મુસલમાનને દશ એટક મળતી હતી અને પ્રોટેસ્ટંટને એક એકક આપી શકાય એટલા માટે તેમણે પોતાની એક બેઠક તેને આપવાની તૈયારી બતાવી. પરંતુ ફ્રેંચ સરકાર એમાં સંમત થઈ નહિ.
ફ્રેચાએ આ બધા પ્રયાસા કર્યાં તે છતાંયે લોકપ્રતિનિધિ સભામાં રાષ્ટ્રવાદીનું પ્રભુત્વ હતું અને તેમણે સ ંપૂર્ણ પણે સ્વતંત્ર રાજ્ય માટેનું બંધારણ ઘડી કાઢ્યું. સીરિયા પ્રજા પાસેથી પોતાની સર્વ સત્તા પ્રાપ્ત કરનાર પ્રજાસત્તાક બનવાનું હતું. આ બંધારણના ખરડામાં ફ્રેંચો કે તેમના મેન્ડેટ ’ના બિલકુલ ઉલ્લેખ કરવામાં આવ્યા નહાતા. ફ્રેચાએ એની સામે વાંધા ઉઠ્ઠાબ્યા, પરંતુ લોકપ્રતિનિધિ સભાએ એ બાબતમાં સહેજ પણ મચક આપી નહિ અને મહિના સુધી તેમની વચ્ચે ખેંચતાણ ચાલ્યા કરી. આખરે ફ્રેંચ હાઈ કમિશનરે એવી સૂચના કરી કે રાજ્યખંધારણના આખા ખરડા ભલે મજબૂર કરવામાં આવે પરંતુ ‘ મેન્ડેટ ’ કાળ દરમ્યાન રાજ્યબંધારણની કાઈ પણ કલમને અમલ મેન્ડેટ ' અનુસાર ઊભી થતી ક્રાંસની જવાબદારી વિરુદ્ધ ન કરવામાં આવે એવી એક કલમ તેમાં દાખલ કરવી, આ બહુ જ અસ્પષ્ટ અને ગોળ ગોળ વાત હતી પરંતુ ફ્રાંસને એમાં ધણું નમતું આપવું પડયું હતું એ નિર્વિવાદ હતું. લોકપ્રતિનિધિ સભા તો એ સ્વીકારવા પણ તૈયાર નહોતી. આથી ૧૯૩૦ના મે માસમાં ફ્રેંચએ એ લોકપ્રતિનિધિ સભા વિખેરી નાખી અને સાથે સાથે તેણે ઘડી કાઢેલું રાજ્યઅંધારણ પોતે સૂચવેલા સુધારા સાથે જાહેર કર્યું.
આમ, સીરિયા તેતે જોઈતું હતું તેમાંનું ધણુંખરું મેળવવામાં ક્રૂતેહમદ થયું. આમ છતાં તેણે પોતાની એક પણ માગણી છેાડી ન દીધી કે ન તેની ખખતમાં સહેજ પણ બાંધછોડ કરી. તેને માત્ર એ વસ્તુ પ્રાપ્ત કરવાની હવે આકી રહી હતી; · મેન્ડેટ ના અંત (જેની સાથે ફ્રેચાએ દાખલ કરેલી પેલી વધારાની કલમને પણ અંત આવે ) તથા એથીયે વિશેષ મહત્ત્વની વસ્તુ સમગ્ર સીરિયાની એકતા. એ સિવાય આખું રાજ્યબંધારણ પ્રગતિશીલ છે અને સંપૂર્ણ પણે સ્વતંત્ર દેશને માટે તે ઘડવામાં આવેલું છે. તેમના મહાન બળવા દરમ્યાન પોતે બહાદુર અને ટેકીલા લડવૈયા છે એમ તેમ જ એ પછી, સ્વતંત્રતાની પોતાની માગણીમાં સહેજ પણ ફેરફાર કે સુધારે
સ્વીકારવાને