Book Title: Jagatna Itihasnu Rekha Darshan Part 02
Author(s): Jawaharlal Nehru, Manibhai B Desai
Publisher: Navjivan Prakashan Mandir
View full book text
________________
૧૧૭૨ : જગતના ઇતિહાસનું રેખાદર્શન પ્રસિદ્ધ કરવા સામે મનાઈહુકમ બહાર પાડ્યો. પરંતુ, અલબત, એ ખબર તે તરત જ ચોતરફ ફેલાઈ ગયા અને સર્વત્ર ભારે હર્ષ વ્યાપી ગયો.
લોર્ડ લેઈડ અને બ્રિટિશ લશ્કરના પીઠબળવાળી સરમુખત્યારશાહીએ વફદ પક્ષને કચરી નાખીને તેને તેડી પાડવાનો ભારે પ્રયત્ન કર્યો. એટલે કે તેણે મિસરના રાષ્ટ્રવાદનું નિકંદન કાઢવાનો પ્રયાસ કર્યો, કેમ કે વદ પક્ષ એ મિસરના રાષ્ટ્રવાદનું મૂર્ત સ્વરૂપ હતું. ત્યાં આગળ વ્યવસ્થિત રીતે ત્રાસ વર્તાવવામાં આવ્યો અને ખબરનું સંપૂર્ણ નિયમન કરવામાં આવ્યું. આમ છતાયે ત્યાં આગળ પ્રચંડ રાષ્ટ્રીય દેખાવો થયા અને તેમાં સ્ત્રીઓએ ખાસ ભાગ લીધે. એક અઠવાડિયાની હડતાલ પાડવામાં આવી અને તેમાં વકીલે તથા બીજાઓએ ભાગ લીધે. પરંતુ ખબરનિયમનને કારણે છાપાઓ આ બધાના હવાલે સરખા પણ છાપી ન શક્યાં.
આ રીતે ૧૯૨૮નું વરસ ભારે તેફાન અને મુસીબતમાં પસાર થયું. એ વરસને અંતે ઈગ્લેંડના રાજકારણમાં ફેરફાર થવાથી તત્કાળ તેની અસર મિસર ઉપર થવા પામી. ઇંગ્લંડમાં મજૂર સરકાર સત્તા ઉપર આવી. તેણે તરત જ લેર્ડ લેઈડને પાછો બોલાવી લીધા. બ્રિટિશ સરકારને માટે પણ તે અસહ્ય બની ગયું હતું. લેઈડ દૂર થવાથી થડા વખત માટે ફાઉદ-બ્રિટિશ જોડાણમાં ભંગાણ પડયું. અંગ્રેજોના ટેકા વિના ફાઉદ રાજવહીવટ ચલાવી ન શક્યો એટલે ૧૯૨૮ના ડિસેમ્બરમાં તેણે ધારાસભાની નવી ચૂંટણી કરવાની પરવાનગી આપી. ફરીથી, વદ પક્ષે લગભગ બધીયે બેઠકો કબજે કરી.
ઈગ્લંડની મજૂર સરકારે મિસર સાથે ફરી પાછી વાટાઘાટ શરૂ કરી અને એ માટે નાશ પાશા ૧૯૨૯ની સાલમાં લંડન ગયે. મજૂર સરકાર તેની પુરેગામી સરકાર કરતાં આ વખતે કંઈક આગળ વધી અને ત્રણ અનામતીઓની બાબતમાં તેણે નાશ પાશાનું દૃષ્ટિબિંદુ સ્વીકાર્યું. પરંતુ ચેથી અનામતીની બાબતમાં એટલે કે સુદાનના પ્રશ્ન ઉપર તેમની વચ્ચે સમજૂતી ન થઈ શકી એટલે વાટાઘાટો પડી ભાગી. પરંતુ આ પ્રસંગે પહેલાંના કરતાં ઘણું મોટા પ્રમાણમાં સમજૂતી થવા પામી અને બંને પક્ષો વચ્ચે એકબીજા વિષે મૈત્રીની લાગણી જળવાઈ રહી તથા બંનેએ ફરી પાછી વાટાઘાટો ચલાવવાનું
એકબીજાને વચન આપ્યું. આમ થવા પામ્યું એ એકંદરે જોતાં નાહશ પાશા તથા વફદ પક્ષને વિજ્ય હતું અને મિસરમાંના બ્રિટિશ તથા બીજા પરદેશી વેપારીઓ તથા શરાફેને એની કલ્પના સરખી પણ નહતી. રાજા ફાઉદે પણ એવું નહોતું ધાર્યું. થેડા માસ પછી, ૧૯૩૦ના જૂન માસમાં રાજા અને નાહશ પાશા વચ્ચે ઝઘડે પડ્યું અને નાહશ પાશાએ વડા પ્રધાન તરીકેનું રાજીનામું આપ્યું.