Book Title: Jagatna Itihasnu Rekha Darshan Part 02
Author(s): Jawaharlal Nehru, Manibhai B Desai
Publisher: Navjivan Prakashan Mandir
View full book text
________________
પશ્ચિમ એશિયાને જગતના રાજકારણમાં પુનઃ પ્રવેશ ૧૧૮૩ સ્થાન હવે હવાઈ હરીફાઈએ લીધું છે. શાંતિકાળમાં દરેક દેશ આર્થિક મદદ આપીને હવાઈ મુસાફરીને ઉત્તેજન આપે છે કેમ કે એથી કરીને લડાઈને વખતમાં કામ લાગે એવા તાલીમ પામેલા પાઈલેટ (એરપ્લેને હાંકનારાઓ) તૈયાર થાય છે. નાગરિક ઉડ્ડયન લશ્કરી ઉદ્યનની ખિલવણમાં મદદરૂપ થાય છે. એથી કરીને નાગરિક ઉડ્ડયનના ક્ષેત્રમાં ભારે વિકાસ થઈ રહ્યો છે અને યુરોપ તથા અમેરિકામાં આજે સેંકડે હવાઈ વહેવાર ચાલુ થઈ ગયા છે. ઘણું કરીને યુનાઈટેડ સ્ટેટ્સમાં એ ક્ષેત્રમાં સૌથી વધારે પ્રગતિ થઈ છે. સેવિયેટ યુનિયનમાં પણ એ દિશામાં ભારે પ્રગતિ થઈ રહી છે અને એના વિસ્તૃત પ્રદેશમાં અનેક હવાઈ વહેવારે ચાલુ થઈ ગયા છે.
આ હવાઈ બળના જમાનામાં, ઘણું લાંબા હવાઈ માર્ગે ત્યાં થઈને પસાર થતા હોવાથી આજે પશ્ચિમ એશિયાને નવીન મહત્ત્વ પ્રાપ્ત થયું છે. દુનિયાના રાજકારણમાં તે ફરી પાછા દાખલ થાય છે અને ખંડ ખંડ વચ્ચેના મામલાઓનું એ કેન્દ્ર બન્યો છે. એને અર્થ એ પણ છે કે મહાન સત્તાઓ વચ્ચેના ઘર્ષણ અને ઝઘડાનું સ્થાન એ બની ગયું છે. કેમ કે, તેમની મહત્ત્વાકાંક્ષાઓ ત્યાં આગળ એકબીજા સાથે અથડાવા પામે છે અને દરેક સત્તા બીજીને આંટી જવાનો પ્રયત્ન કરે છે. આ વસ્તુ જે આપણે લક્ષમાં રાખીએ તે બ્રિટિશ લેકની અને બીજાઓની મધ્યપૂર્વને તેમ જ બીજા દેશેને લગતી પ્રવૃત્તિઓ જે નીતિથી જાઈ તે આપણે સમજી શકીએ.
મસલ હિંદ જવાના આ રાજમાર્ગ ઉપર આવેલું છે તે ઉપરાંત તેની ભૂમિમાં તેલ મળી આવ્યું છે, અને આ હવાઈ બળના યુગમાં તેલનું મહત્વ પહેલાં કરતાં પણ ઘણું વધી ગયું છે. ઇરાકમાં પણ મહત્ત્વના તેલના કૂવાઓ છે અને આપણે જોઈ ગયાં છીએ કે, તે ખંડ ખંડ વચ્ચેના હવાઈ માર્ગોનું કેન્દ્ર છે. એથી કરીને ઈરાકને કબજે અંગ્રેજો માટે ભારે મહત્ત્વની વસ્તુ છે. ઈરાનમાં પણ તેલના મોટા મોટા કૂવાઓ છે અને એંગ્લે–પરશિયન ઓઈલ કંપની ઘણા લાંબા વખતથી તેમાંથી તેલ કાઢતી આવી છે. એ કંપનીમાં બ્રિટિશ સરકાર પણ અમુક અંશે ભાગીદાર છે. ઘાસતેલ અને પેટ્રેલનું મહત્વ વધી ગયું છે અને સામ્રાજ્યની નીતિના ઘડતરમાં પણ તેને ફાળો હોય છે. સાચે જ, આધુનિક સામ્રાજ્યવાદને કેટલીક વાર “તેલી સામ્રાજ્યવાદ' પણું કહેવામાં આવે છે.
આ પત્રમાં આપણે, મધ્ય પૂર્વના દેશને નવું મહત્ત્વ આપનાર તથા તેમને દુનિયાના રાજકારણના વમળમાં ફરી પાછા દાખલ કરનાર કેટલાંક તત્ત્વોની સમીક્ષા કરી ગયાં. પરંતુ એ સૌની પાછળ રહેલી વસ્તુ એ છે કે, મધ્ય પૂર્વના બધાયે દેશો આજે જાગ્રત થઈ રહ્યા છે.