Book Title: Jagatna Itihasnu Rekha Darshan Part 02
Author(s): Jawaharlal Nehru, Manibhai B Desai
Publisher: Navjivan Prakashan Mandir
View full book text
________________
૧૧૮૫
આરબ દેશે – સીરિયા બાલ્કન દ્વીપકલ્પમાં થવા પામી અને આખીયે ૧૯મી સદી દરમ્યાન બાલ્કનની એક પછી એક જુદી જુદી પ્રજાઓ સામે તુર્કીને લડવું પડયું. એની શરૂઆત ગ્રીસથી થઈ હતી. મહાન સત્તાઓએ, ખાસ કરીને રશિયાએ, આ રાષ્ટ્રીય જાગ્રતિને લાભ ઉઠાવવાનો પ્રયાસ કર્યો અને તેની સાથે તે કાવતરામાં ઊતરી. ઉસ્માની સામ્રાજ્યને નબળું પાડવાને તેમ જ તેના ઉપર પ્રહાર કરવાને તેમણે આમીનિયનને પણ હથિયાર બનાવ્યા. આથી કરીને તુકે, સરકાર અને આર્મેનિયને વચ્ચે વારંવાર અથડામણો થવા પામી અને એને પરિણામે ખૂનખાર કતલે થઈઆ આર્મેનિયનોને મહાન સત્તાઓએ ભારે દુરપયોગ કર્યો; તુર્કી સામે પ્રચાર કરવામાં તેમણે તેમને વટાવ્યા પરંતુ મહાયુદ્ધ પૂરું થયા પછી જ્યારે તેમને ઉપયોગ રહ્યો નહિ ત્યારે તેમણે તેમને વિસારી મૂકીને તરછોડ્યા. પાછળથી આર્મીનિયા સોવિયેટ પ્રજાસત્તાક બન્યું અને રશિયાનાં સોવિયેટ સંયુક્ત રાજ્યોમાં તે જોડાઈ ગયું. આર્મીનિયા તુર્કીની પૂર્વે કાળા સમુદ્રના કિનારા ઉપર આવેલું છે.
તુર્કીના અમલ નીચેના આરબ પ્રદેશને જાગ્રત થતાં વાર લાગી, જે કે આરબો અને તુર્કો વચ્ચે પરસ્પર લેશ પણ એકદિલી નહોતી. એ પ્રદેશમાં પ્રથમ સાંસ્કૃતિક જાગૃતિ આવી અને અરબી ભાષા તેમ જ સાહિત્યને પુનરુદ્ધાર થયે. છેક ૧૯મી સદીના સાતમા દશકામાં સીરિયામાં આની શરૂઆત થઈ અને પછી એ મિસર તેમ જ અરબી ભાષા બોલનારા પ્રદેશમાં પ્રસરી. એ પ્રદેશમાં રાજકીય ચળવળની શરૂઆત ૧૯૦૮ની તરુણ તુર્કોની ક્રાંતિ તથા સુલતાન અબ્દુલ હમીદના પતન પછી થઈ મુસ્લિમ તેમ જ ખ્રિસ્તી એ બંને ધર્મો પાળનારા આરબમાં રાષ્ટ્રીય વિચારને ફેલાવો થયે અને આરબ દેશને તુર્કીની ધૂંસરીમાંથી મુક્ત કરીને તેમને એક રાજ્યના છત્ર નીચે એકત્ર કરવાની કલ્પનાએ મૂર્ત સ્વરૂપ ધારણ કર્યું. મિસર જો કે અરબી ભાષા બોલનાર દેશ છે પરંતુ રાજકીય દૃષ્ટિએ તે બીજા આરબ દેશોથી ભિન્ન છે અને અરબસ્તાન, સીરિયા, પેલેસ્ટાઈન તથા ઇરાકના બનનારા આ આરબ રાજ્યમાં તે દાખલ થશે એમ ધારવામાં આવતું નહોતું. ખિલાફત ઉસ્માની સુલતાન પાસેથી બદલીને તથા આરબ રાજવંશને તે સુપરત કરીને આરબ લેકે ઇસ્લામની ધાર્મિક નેતાગીરી પણ ફરી પાછી પ્રાપ્ત કરવા માગતા હતા. આ વસ્તુને પણ ધાર્મિક કરતાં વિશેષ કરીને રાજકીય મહત્ત્વ આપવામાં આવતું હતું, કેમ કે એથી આરબેની મહત્તા અને ગૌરવ વધે છે એમ માનવામાં આવતું હતું અને સીરિયાના ખ્રિસ્તી આરબો પણ એની તરફેણ કરતા હતા.
મહાયુદ્ધ પહેલાં જ બ્રિટને આરબ રાષ્ટ્રીય ચળવળ સામે કાવાદાવા કરવાનું શરૂ કરી દીધું હતું. મહાયુદ્ધ દરમ્યાન મહાન આરબ રાજ્ય સ્થાપવા વિષે તરેહ તરેહનાં વચને આપવામાં આવ્યાં અને મક્કાને શરીફ હુસેન પિતે એક મે બાદશાહ બનશે અને ખલીફ પણ તેની ખુશામત કરતે થઈ જશે