Book Title: Jagatna Itihasnu Rekha Darshan Part 02
Author(s): Jawaharlal Nehru, Manibhai B Desai
Publisher: Navjivan Prakashan Mandir
View full book text
________________
૧૧૮૦ જગતના ઇતિહાસનું રેખાદર્શન એવી ઉમેદથી અંગ્રેજો સાથે મળી ગયું અને તુ સામે તેણે આરબ પાસે બળ કરાવ્યું. સીરિયાના મુસલમાન તેમ જ ખ્રિસ્તી આરબોએ હુસેનને તેના એ બળવામાં ટેકે આપે અને તેમના કેટલાયે આગેવાનોએ એમાં પિતાના જાન પણ આપ્યા કેમ કે તુર્કીએ તે બધાને ફાંસીએ લટકાવી દીધા. ૬ઠ્ઠી મેને દિવસે તેમને દમાસ્કસ તથા બીરૂટમાં ફાંસી દેવામાં આવી અને સીરિયામાં આજે પણ એ દિવસને શહીદ દિન તરીકે ઊજવવામાં આવે છે.
બ્રિટિશ લેકની આર્થિક મદદ તથા કર્નલ લેરેન્સ નામના ઈગ્લેંડના જાસૂસી ખાતાના ભેદી પુરૂષ તથા પ્રતિભાશાળી વ્યક્તિની સહાયથી આરબ બળવો સફળ થયે. મહાયુદ્ધ પૂરું થયું ત્યાં સુધીમાં તે તુકના તાબાને ઘણેખરો આરબ મુલક ઇંગ્લંડના અંકુશ નીચે આવી ગયે. તુર્ક સામ્રાજ્ય હવે છિન્નભિન્ન થઈ ગયું હતું. હું તને આગળ કહી ગયું છું કે તુર્કીના સ્વાતંત્ર્ય માટેની તેની લડતમાં ખુદિતાનના અમુક ભાગ સિવાયના અતુર્ક પ્રદેશ પાછા જીતી લેવાન મુસ્તફા કમાલ પાશાને કદીયે ઉદ્દેશ હતો નહિ. ભારે ડહાપણુપૂર્વક તે ખુદ તુકના સ્વાતંત્ર્યના ધ્યેયને જ વળગી રહ્યો.
આમ, મહાયુદ્ધ પૂરું થયા પછી આ આરબ દેશોનું ભાવી નક્કી કરવાનું હતું. વિજયી મિત્રરા અથવા સાચું કહેતાં બ્રિટિશ અને ફ્રેંચ સરકારએ ઈમાનદારીને ડોળ કરીને જાહેર કર્યું કે, “તુર્કીની ધૂંસરી નીચે લાંબા વખતથી પીડાતી આવેલી પ્રજાને સંપૂર્ણપણે અને ચોક્કસ રીતે મુક્ત કરવી અને તેમની સ્વતંત્ર પસંદગી અને નિર્ણય દ્વારા સ્થાનિક વસ્તી પાસેથી પિતાપિતાની સત્તા પ્રાપ્ત કરનાર સરકાર અને વહીવટી તંત્ર સ્થાપવાં” એ અમારું એકમાત્ર ધ્યેય છે. આરબ મુલકને ઘણોખરો ભાગ આપસમાં વહેચી લઈને આ બે સરકારોએ પિતાને ઉપર્યુક્ત ઉદાત્ત હેતુ પાર પા. પ્રજાસંધના આશીર્વાદ સાથે ઇગ્લેંડ તથા ક્રાંસને એ પ્રદેશ માટે મેન્ડેટ આપવામાં આવ્યા. “મેન્ડેટે” એ નવા પ્રદેશ મેળવવા માટેની સામ્રાજ્યવાદી સત્તાઓની નવી રીત છે. આ રીતે ક્રાંસને સીરિયા મળ્યું; ઇંગ્લંડને પેલેસ્ટાઈન તથા ઇરાક મળ્યાં. અરબસ્તાનના સૌથી મહત્વના ભાગ હજાઝને બ્રિટનના આશ્રિત મક્કાના શરીફ હુસેનના અમલ નીચે મૂકવામાં આવ્યું. આમ, આરબંને એક જ આરબ રાજ્ય સ્થાપવાનું વચન આપ્યું હેવા છતાં આરબ પ્રદેશના ટુકડા પાડી નાખવામાં આવ્યા અને તેમને જુદા જુદા મેટ' નીચે મૂકવામાં આવ્યા. હજાઝ ઉપલક દૃષ્ટિથી જોતાં સ્વતંત્ર લાગતું હતું પરંતુ વાસ્તવમાં તે બ્રિટનના પ્રભુત્વ નીચે હતું. તેમના મુલકના આ રીતે ભાગલા પાડી નાખવામાં આવ્યા તેથી આરબ અતિશય નાસીપાસ થયા અને એને છેવટની વ્યવસ્થા તરીકે સ્વીકારી લેવાને તેમણે ઇન્કાર કર્યો. પરંતુ હજી તે એથીયે વિશેષ નાસીપાસી અને અણધારી આફતે તેમના નસીબમાં