Book Title: Jagatna Itihasnu Rekha Darshan Part 02
Author(s): Jawaharlal Nehru, Manibhai B Desai
Publisher: Navjivan Prakashan Mandir
View full book text
________________
૧૧૭૪
જગતના ઇતિહાસનું રેખાદર્શન વફાદ ચળવળ એ સંપૂર્ણપણે રાષ્ટ્રવાદી બૂઝવાઓની અથવા મધ્યમ વર્ગના લેકેની ચળવળ છે. તેણે રાષ્ટ્રની સ્વતંત્રતા માટે લડત ચલાવી છે અને સામાજિક પ્રશ્નોની બાબતમાં તેણે માથું માર્યું નથી. જ્યારે જ્યારે ધારાસભા સત્તા ઉપર આવી ત્યારે ત્યારે કેળવણી અને બીજાં ખાતાંઓમાં તેણે સારું કાર્ય કર્યું છે. ખરેખર, રાષ્ટ્રીય ચળવળ ચાલુ હોવા છતાંયે, બ્રિટિશ વહીવટે આગલાં ચાલીસ વરસમાં જેટલું કર્યું હતું તેના કરતાં ધારાસભાએ બહુ જ ટૂંકા સમયમાં ઘણું કર્યું. વદ પક્ષ ખેડૂત વર્ગમાં પણ લોકપ્રિય હતે એ વસ્તુ ચૂંટણીઓ તથા પ્રચંડ દેખાએ પુરવાર કરી બતાવી છે. આમ છતાંયે, તત્ત્વતઃ એ મધ્યમ વર્ગની હિલચાલ હોવાથી સામાજિક પરિવર્તનના ઉદ્દેશવાળી ચળવળ આમજનતાને જેટલા પ્રમાણમાં જાગ્રત કરી શકે તેટલા પ્રમાણમાં તે તેને જાગ્રત ન કરી શકી.
હું આ પત્ર પૂરે કરું તે પહેલાં મારે તને સ્ત્રીઓની ચળવળ વિષે કંઈક કહેવું જોઈએ. ઘણું કરીને અરબસ્તાન સિવાય બધાયે આરબ દેશોમાં સ્ત્રીઓમાં ભારે જાગૃતિ આવી છે. બીજી ઘણી બાબતેની પેઠે મિસર આ બાબતમાં પણ ઇરાક, સીરિયા કે પેલેસ્ટાઈન કરતાં ઘણું આગળ છે. પરંતુ એ બધાયે દેશોમાં પણ સ્ત્રીઓની સંગઠિત ચળવળ મેજૂદ છે અને ૧૯૩૦ની સાલના જુલાઈ માસમાં દમાસ્કસમાં આરબ સ્ત્રીઓની પ્રથમ પરિષદ મળી હતી. રાજકીય બાબતે કરતાં સાંસ્કૃતિક અને સામાજિક પ્રગતિ ઉપર તેમણે વધુ ભાર મૂક્યો. મિસરમાં સ્ત્રીઓ વધુ પ્રમાણમાં રાજકીય વલણ ધરાવે છે. તેઓ રાજકીય દેખાવોમાં ભાગ લે છે અને તેમનું બળવાન સ્ત્રી મતાધિકાર મંડળ છે. તેઓ લગ્નને લગતા કાયદામાં પિતાની તરફેણમાં સુધારો કરાવવા ચાહે છે તેમ જ ધંધાઓ વગેરેમાં પુરુષોને મુકાબલે સમાન તકે માગે છે. મુસ્લિમ તેમ જ ખ્રિસ્તી સ્ત્રીઓ પરસ્પર પૂરેપૂરા સહકારથી કામ કરે છે. પડદો સર્વત્ર ઓછો થતું જાય છે. ખાસ કરીને મિસરમાં તે વધુ પ્રમાણમાં ઓછો થયે છે. તુર્કીની પેઠે પડદો આ આરબ દેશમાંથી સદંતર અદૃશ્ય થયું નથી. પરંતુ ત્યાં આગળ પણ તે તૂટતા જાય છે.
નોંધઃ (ઓકટોબર ૧૯૩૮)
૧૯૩૦ની સાલ પછી મિસરમાં સરમુખત્યારશાહી સરકારનો અમલ ચાલુ હતો અને તેના ઉપર રાજમહેલને કાબૂ હતે. સિદ્ધાંતની દૃષ્ટિએ તે મિસર એ “પૂર્ણ સ્વતંત્ર રાજ્ય હતું પણ વાસ્તવમાં તે બ્રિટનની વસાહત (કોલેની) હતું. કેરો તથા એલેકઝાંડ્રિયામાં પરદેશનાં લશ્કર રહેતાં હતાં અને સુએઝની નહેર તથા સુદાન ઉપર અંગ્રેજોને કાબૂ હતું. એ જગદ્યાપી મદીને કાળ હતો અને રૂના ભાવમાં ભારે ઘટાડે થવાને કારણે મિસરને ભારે સેસવું પડયું.