Book Title: Jagatna Itihasnu Rekha Darshan Part 02
Author(s): Jawaharlal Nehru, Manibhai B Desai
Publisher: Navjivan Prakashan Mandir
View full book text
________________
જગતના ઇતિહાસનું રેખાદર્શન એક ખૂનના બનાવને આવું અસાધારણ સ્વરૂપ આપી માગણીઓ ઠોકી બેસાડવામાં આવી છે તે ખરેખર કાગને વાઘ બનાવવા જેવું છે. આ એક ખૂનમાંથી બ્રિટિશ લેકે માટે આટલે બધે નફે ઉપજાવવા માટે અતિશય તેજ અને ભારે કલ્પનાશીલ મગજની જરૂર હતી. વળી, એથીયે વિશેષ તાજુબીની વાત તે એ છે કે, ગુના તથા અત્યાચાર અટકાવવાને માટે જે બે અમલદારોને ખાસ કરીને જવાબદાર ગણી શકાય તે બંને અંગ્રેજ હતા. એક કેરની પિલીસ વડે હતા અને બીજે જાહેર સલામતીના યુરોપિયન વિભાગને ડાયરેકટર જનરલ હતા. એ બંને નામના જ મિસરની સરકારના કાબૂ નીચે હતા. પ્રસ્તુત ખૂન માટે કેઈએ પણ એમને જવાબદાર ગણ્યા નહિ. પરંતુ ખૂનની જાણ થતાંવેંત પિતાની ખેદની ઊંડી લાગણી અને પસ્તાવો વ્યકત કરનાર રાંક મિસરની સરકારને બ્રિટિશ સરકારને ભારે પણ ગણતરીપૂર્વકનો અને ફાયદાકારક કેપ વેઠવો પડ્યો.
મિસરની સરકારે પિતાની જાતને ધૂળની રજ સમાન હીણી બનાવી દીધી. ઝઘલૂલ પાશાએ આખરીનામાની લગભગ બધીયે શરતે કબૂલ રાખી અને ૨૪ કલાકની અંદર પાંચ લાખની નુકસાનીની રકમ તે ભરી પણ દીધી. માત્ર સુદાનની બાબતમાં પિતાના હકે તે જતા કરી શકે એમ નથી એમ મિસરની સરકારે જણાવ્યું. આટલી નમ્રતા અને આ માફ લૉર્ડ એલનબીને માટે પૂરતી ન હતી. અને સુદાનને લગતી શરત કબૂલ રાખવામાં આવી નહોતી એટલા માટે તેણે અંગ્રેજોની વતી ઍલેકઝાંડ્રિયાની જકાત ઓફિસને બળજબરીથી કબજો લીધે અને એ રીતે જકાતની બધીયે આવકને કાબૂ પિતાના હાથમાં લીધે. આ ઉપરાંત, મિસરના વિરોધની લેશ પણ પરવા કર્યા વિના સુદાનમાં પણ તેણે આ શરતે લાગુ પાડી અને તેને બ્રિટિશ વસાહત (કલેની) બનાવી દીધું. સુદાનમાંના મિસરી લશ્કરે બડે કર્યા પરંતુ તેમને અતિશય ક્રૂરતાથી દાબી દેવામાં આવ્યાં.
અંગ્રેજોના આ પગલાના વિરોધમાં ઝઘલૂલ પાશા તથા તેની સરકારે તરત જ રાજીનામું આપ્યું અને ૧૯૨૪ની સાલના એ જ નવેમ્બર માસમાં ફાઉદ રાજાએ ધારાસભા પણ બરખાસ્ત કરી દીધી. આ રીતે, બ્રિટિશ લેકે ઝઘલૂલ પાશા તથા તેના વદ પક્ષને હેદ્દા ઉપરથી કાઢી મુકાવવામાં તેમ જ કંઈ નહિ તે થોડા વખત માટે પણ ધારાસભાને બંધ કરાવી દેવામાં સફળ થયા. તેમણે સુદાનને પણ ખાલસા કર્યું અને સુદાનમાંનાં નાઈલનાં પાણીને કબજે કરીને એ રીતે સહેલાઈથી મિસરનું ગળું દબાવીને તેને ગૂંગળાવી મારવાની સ્થિતિ પ્રાપ્ત કરી.
સામ્રાજ્યવાદી હેતુઓ સાધવાને ખાતર એક કરુણ બનાવને દુરુપયોગ કરવા” સામે મિસરની રાંક સરકારે પ્રજાસંઘને અપીલ કરી. પરંતુ મહાન