Book Title: Jagatna Itihasnu Rekha Darshan Part 02
Author(s): Jawaharlal Nehru, Manibhai B Desai
Publisher: Navjivan Prakashan Mandir
View full book text
________________
અંગ્રેજોના છત્ર નીચેની સ્વતંત્રતા કેવી હોય ૧૧૬૯ સત્તાઓ વિરુદ્ધની ફરિયાદ સામે પ્રજાસંઘ પિતાની આંખ તથા કાન બંધ કરી દે છે.
આ સમય પછી, એક બાજુ, લગભગ આખી પ્રજાનું પ્રતિનિધિત્વ ધરાવતા વદ પક્ષ અને બીજી બાજુ, પરદેશી હિતે તથા રાજદરબારના હજારિયાઓના ટેકાવાળું રાજા ફાઉદ તથા બ્રિટિશ હાઈ કમિશનરનું ઐક્ય, એ બે વચ્ચે મિસરમાં નિરંતર તકરાર ચાલ્યા જ કરી. ઘણેખરે વખત, રાજ્યબંધારણને ઠોકર મારીને દેશમાં સરમુખત્યારી શાસન ચલાવવામાં આવ્યું અને ફાઉદ રાજાએ આપખુદ રાજાની પેઠે કાર્ય કર્યું. જ્યારે જ્યારે ધારાસભાની બેઠક ભરવા દેવામાં આવી ત્યારે ત્યારે તેણે દર્શાવી આપ્યું કે આખેયે દેશ વદ પક્ષની પાછળ છે અને તેથી તેને બરખાસ્ત કરવામાં આવી. અંગ્રેજોનું તેમ જ તેમના કાબૂ નીચેનાં લશ્કર તથા પોલીસનું તેને પીઠબળ ન હોત તે રાજા ફાઉદ આ રીતે વતી શક્યો ન હતો. “સ્વતંત્ર” મિસર તરફ જેના હાથમાં સાચી સત્તા હોય છે તથા જે હમેશાં દેરીસંચાર કરતો રહે છે એવા બ્રિટિશ રેસિડંટવાળા હિંદના દેશી રાજ્યના જે વત્તેઓછે અંશે વર્તાવ રાખવામાં આવે છે.
૧૯૨૪ની સાલના નવેમ્બર માસમાં ધારાસભા બરખાસ્ત કરવામાં આવી હતી. ૧૯૨૫ના માર્ચ માસમાં નવી ધારાસભાની બેઠક મળી. એમાં વફદ પક્ષની ઘણી મોટી બહુમતી હતી અને તેણે તરત જ ઝઘલુલ પાશાની ધારાસભાના પ્રમુખ તરીકે ચૂંટણું કરી. અંગ્રેજે કે રાજા ફાઉદ બેમાંથી એકેને એ ગમ્યું નહિ. આથી આ નવીસવી અને એક જ દિવસની કારકિર્દી વાળી ધારાસભાને તે ને તે જ દિવસે બરખાસ્ત કરવામાં આવી !રાજબંધારણ અમલમાં હતું છતાંયે, એ પછી આખા વરસ સુધી ત્યાં આગળ ધારાસભા નહોતી અને ફાઉદ રાજાએ સરમુખત્યારની પેઠે રાજવહીવટ ચલાવ્યું. તેની પાછળ સાચી સત્તા તે બ્રિટિશ કમિશનરની હતી. આની સામે આખા દેશમાં ભારે રોષની લાગણી વ્યાપી હતી અને રાજા ફાઉદ તથા અંગ્રેજોના જોડાણને વિરોધ કરવા માટે ઝઘલુલ પાશા દેશના બધાય પક્ષોને એકત્ર કરવામાં સફળ થયો. ૧૯૨૫ ના નવેમ્બર માસમાં સરકારી મનાઈહુકમનો અનાદર કરીને ધારાસભાના સભ્યોની સભા પણ ભરવામાં આવી. ખુદ ધારાસભાગૃહને લશ્કરે કબજે લીધું હતું. આથી એ બધા ધારાસભ્ય બીજે સ્થાને મળ્યા.
એ પછી, રાજમહેલમાંથી માત્ર એક આજ્ઞા બહાર પાડીને ફાઉદે આખુયે રાજ્યબંધારણ બદલી નાખવાનો પ્રયાસ કર્યો. ભવિષ્યની ધારાસભાઓને અંકુશમાં રાખવાનું સુગમ થઈ જાય અને ઝઘલુલ પાશાના ઘણુંખરા અનુયાયીઓને તેમાં આવતા રોકી શકાય એટલા માટે રાજ્યબંધારણ હજી વધારે સ્થિતિચુસ્ત બનાવવાને તેને ઉદ્દેશ હતું. પરંતુ દેશભરમાં આની સામે