Book Title: Jagatna Itihasnu Rekha Darshan Part 02
Author(s): Jawaharlal Nehru, Manibhai B Desai
Publisher: Navjivan Prakashan Mandir
View full book text
________________
અગ્રેજોના છત્ર નીચેની સ્વતત્રતા કેવી હોય
૧૧૧૭
૧૯૨૪ના નવેમ્બરની ૧૯મી તારીખે સર લી ટેંક નામના એક અંગ્રેજને કેટલાક મિસરવાસીઓએ મારી નાખ્યા. સર લી ટૅક મિસરના લશ્કરના ‘સરદાર’ના હોદ્દા ઉપર હતા તેમ જ તે સુદાનના ગવર્નર જનરલ પણ હતો. સ્વાભાવિક રીતે જ એથી મિસરમાંના તેમ જ ઈંગ્લેંડના અંગ્રેજોને ભારે આધાત લાગ્યા. પરંતુ મિસરના રાષ્ટ્રીય પક્ષના એટલે કે વદ પક્ષના આગેવાનેાને તે કદાચ એથીયે વિશેષ આધાત લાગ્યો હશે; કેમ કે એને લીધે તેમના ઉપર જ હુમલા કરવામાં આવશે એ વાત તે બરાબર જાણતા હતા. આ હુમલા ધારવા કરતાંયે વહેલા આવ્યા. ત્રણ જ દિવસની અંદર ૨૨મી નવેમ્બરે મિસરમાંના બ્રિટિશ હાઈ કમિશનર લા એલનીએ મિસરની સરકારને આખરીનામું સુપરત કર્યું. તેમાં નીચેની તાત્કાલિક માગણીએ કરવામાં આવી હતી :
૧. માફી માગવી.
૨. ગુનેગારાને સજા કરવી.
૩. હરેક પ્રકારના રાજકીય દેખાવા બંધ કરી દેવા.
૪. નુકસાની તરીકે પાંચ લાખ પાઉન્ડ આપવા.
૫. ૨૪ કલાકની અંદર સુદાનમાંનું બધું મિસરી લશ્કર તાબડતોબ ખસેડી લેવું.
૬. મિસરના હિતને અર્થ, સુદાનમાં પાણી આપવા માટેના પ્રદેશ ઉપર જે મર્યાદા મૂકવામાં આવી હતી તે દૂર કરવી. ૭. મિસરમાંના બધા વિદેશીઓના રક્ષણને અર્થે બ્રિટિશ સરકારે જે અધિકારો પોતાની પાસે રાખ્યા છે . એના હવે પછી વિરોધ કરવા નહિ. આ શરતમાં ખાસ કરીને નાણાંખાતું, ન્યાયખાતું તથા આંતિરક વહીવટનું ખાતું એ ત્રણ ખાતાંઓ ઉપર બ્રિટિશ સરકારની સત્તા કાયમ રાખવાનું સૂચન કરવામાં આવ્યુ છે.
આ સખત માગણી ઊંડા ઊતરીને સમજી લેવા જેવી છે. થાડા માણસાએ સર લી ટૅકને મારી નાખ્યા એટલા માટે, એ વિષે કશીયે તપાસ કર્યા વિના બ્રિટિશ સરકારે મિસરની આખી સરકાર એટલે કે મિસરની સમગ્ર પ્રજા પ્રત્યે જાણે તે એ ખૂન માટે ગુનેગાર હોય એ રીતે વર્તાવ કર્યાં. આ ઉપરાંત તેણે આ બનાવ નિમિત્તે સારી સરખી રકમ પણ પડાવી અને સૌથી મહત્ત્વની વાત તો એ છે કે, મિસરની સરકાર અને તેની વચ્ચે જે તકરારી મુદ્દાઓ હતા અને જેના ઉપર ઘેાડા જ માસ ઉપર લંડનમાં વાટાઘાટો પડી ભાગી હતી તે બધા તેણે આ પ્રસંગને લાભ લઈ ને બળજબરીથી ઠોકી બેસાડયા. આટલું પણ જાણે પૂરતું ન હોય તેમ બધા પ્રકારના રાજકીય દેખાવા બંધ કરવાનું પણ વધારામાં જણાવવામાં આવ્યું. આ રીતે દેશનું સામાન્ય રાજકીય જીવન પણ ચાલુ રહેતું અટકાવી દેવામાં આવ્યું.