Book Title: Jagatna Itihasnu Rekha Darshan Part 02
Author(s): Jawaharlal Nehru, Manibhai B Desai
Publisher: Navjivan Prakashan Mandir
View full book text
________________
૧૯૨૦–૨નું હિંદ
૧૧૩૯ અને એક હિંદુ તથા મુસલમાન છોકરા વચ્ચેની તકરારને કોમી તકરાર લેખવામાં આવે છે અને પ્રત્યેક નાના સરખા હુલ્લડને ભારે જાહેરાત અપાય છે. આપણે એ યાદ રાખવું જોઈએ કે હિંદુસ્તાન એક અતિ વિશાળ દેશ છે અને તેનાં હજાર શહેર તથા ગામડાઓમાં હિંદુ તથા મુસલમાને એકબીજા સાથે હળીમળીને રહે છે અને તેમની વચ્ચે કેમી કલહ બિલકુલ જોવામાં આવતું નથી. સામાન્ય રીતે આવા પ્રકારને કલહ ગણ્યાગાંઠયાં શહેરોમાં જ મર્યાદિત છે જો કે કદી કદી તે ગામડાઓમાં પણ ફેલાવા પામે છે. આપણે એ પણ યાદ રાખવું જોઈએ કે હિંદને કમી પ્રશ્ન તત્વતઃ મધ્યમ વર્ગને પ્રશ્ન છે. અને આપણું રાજકારણમાં – મહાસભામાં, ધારાસભાઓમાં, છાપાંઓમાં, અને રાજકીય પ્રવૃત્તિના લગભગ દરેક ક્ષેત્રમાં – મધ્યમ વર્ગનું પ્રભુત્વ હોવાથી એ વધારે પડતું મહત્ત્વ ધારણ કરે છે. ખેડૂત વર્ગ હજી બોલતે થયે નહે; હજી થોડાં જ વરસોથી તે ગ્રામ સમિતિઓ, કિસાન સભાઓ અને એવી બીજી સંસ્થાઓ દ્વારા રાજકીય ક્ષેત્રમાં કાર્ય કરતે થયો હતો. શહેરના મજૂરે, ખાસ કરીને કારખાનામાં કામ કરતા મજૂરે કંઈક વધારે જાગ્રત થયા હતા અને મજૂર મહાજન સ્થાપીને તેમણે પોતાનું સંગઠન કર્યું હતું. પરંતુ આ ઔદ્યોગિક મારે, અને વિશેષ કરીને ખેડૂતે, આગેવાની માટે મધ્યમ વર્ગની વ્યક્તિઓ તરફ નજર કરતા હતા. હવે આપણે આ કાળમાં આમજનતાની, ખેડૂતની તથા ઔદ્યોગિક મજૂરોની સ્થિતિ તપાસીએ.
મહાયુદ્ધને કારણે થયેલે હિંદના ઉદ્યોગોને વિકાસ સુલેહ થયા પછી પણ થોડાં વરસ સુધી ચાલુ રહ્યો. હિંદમાં બ્રિટિશ મૂડીને ધોધ વહેવા લાગ્યા અને નવાં કારખાનાંઓ તથા ઉદ્યોગે ચલાવવા માટે સંખ્યાબંધ નવી કંપનીઓ ઊભી થઈ. ખાસ કરીને મોટી મોટી ઔદ્યોગિક પેઢીઓમાં તથા કારખાનાંઓમાં પરદેશી મૂડી રોકાયેલી હતી. અને આ રીતે મોટા ઉદ્યોગો લગભગ બ્રિટિશ મૂડીદારોના કબજા નીચે હતા. ચેડાં વરસ ઉપર અડસટ્ટો કાઢવામાં આવ્યો હતો કે હિંદમાં કામ કરતી કંપનીઓની ૮૭ ટકા મૂડી બ્રિટિશ છે અને આ અંદાજ પણ ઓછો હોવાનો સંભવ છે. આ રીતે હિંદ ઉપરને અંગ્રેજોને સાચે આર્થિક કાબૂ વધવા પામે. નાનાં ગામને ભોગે નહિ પણ નાના નાના કસબાઓને ભોગે મોટાં મોટાં શહેરે ઊભાં થયાં. ખાસ કરીને સુતરાઉ કાપડને ઉદ્યોગ ખી તેમ જ ખાણને ઉદ્યોગ પણ વિકસ્ય.
વધતા જતા ઉદ્યોગીકરણને કારણે ઊભા થયેલા અનેક નવા પ્રશ્નોની તપાસ કરવાને સરકારે અનેક કમિટીઓ તથા કમિશન નીમ્યાં. એ કમિટી તથા કમિશનેએ પરદેશી મૂડીને ઉત્તેજન આપવાની ભલામણ કરી તથા એકંદરે હિંદમાંનાં બ્રિટિશ ઔદ્યોગિક હિતની તરફેણ કરી. હિંદી ઉદ્યોગના સંરક્ષણ માટે ટેરીફ બોર્ડ નીમવામાં આવ્યું. હું આગળ કહી ગયે છું તેમ