Book Title: Jagatna Itihasnu Rekha Darshan Part 02
Author(s): Jawaharlal Nehru, Manibhai B Desai
Publisher: Navjivan Prakashan Mandir
View full book text
________________
૧૧૫૦
જગતના ઇતિહાસનું રેખાદર્શન પડ્યો. તેઓ પિતાની સાથે અથવા ગત ભરી શક્યા નહિ. ગણતમાં તેમને થડી રાહત આપવામાં આવી પરંતુ તે પૂરતી ગણવામાં ન આવી. મહાસભા તેને પક્ષ લઈને વચ્ચે પડી પરંતુ તેનું કશુંયે પરિણામ ન આવ્યું. ૧૯૩૧ના નવેમ્બરમાં ગણેત ઉઘરાવવાનો સમય આવ્યું ત્યારે પરિસ્થિતિ ગંભીર બની. મહાસભાએ ગણોતિયાએ તથા જમીનદારને રાહતના પ્રશ્નો ઉકેલ ન આવે ત્યાં સુધી ગણોત તેમ જ મહેસૂલ ન ભરવાની સલાહ આપી. અલ્લાહાબાદ જિલ્લાથી તેણે આ લડતને આરંભ કર્યો. બસ, સરકારે યુક્ત પ્રાંત માટે એક ઐર્ડિનન્સ કાઢીને આને જવાબ વાળે. એ અતિશય કડક અને સર્વસ્પર્શી આર્ડિનન્સ હતો. એમાં જિલ્લાના અધિકારીઓને હરેક પ્રકારની પ્રવૃત્તિ કરી નાખવાની તેમ જ વ્યક્તિઓની હિલચાલ બંધ કરવાની સુધ્ધાં સત્તા આપવામાં આવી.
આ પછી તરત જ સરહદ પ્રાંત માટે આપણી કલ્પનામાં પણ ન આવે એવા બે ઓર્ડિનન્સ કાઢવામાં આવ્યા. અને ત્યાં તથા યુક્ત પ્રાંતોમાં આગેવાન મહાસભાવાદીઓને પકડી લેવામાં આવ્યા..
૧૯૩૧ની સાલના છેલ્લા અઠવાડિયામાં ગાંધીજી લંડનથી પાછા ફર્યા ત્યારે તેમની સામે આ પરિસ્થિતિ ખડી થઈ હતી. ત્રણ પ્રાંતમાં ઑર્ડિનન્સને દેર ચાલતું હતું અને તેમના કેટલાયે સાથીઓ જેલમાં પહોંચી ગયા હતા. એક અઠવાડિયાની અંદર મહાસભાએ સવિનય ભંગની લડત શરૂ કરી અને સરકારે તેને પક્ષે હજારો મહાસભા સમિતિઓ તથા તેમની સાથે સંબંધ ધરાવતી સંખ્યાબંધ સંસ્થાઓને ગેરકાયદે જાહેર કરી.
આ લડત ૧૯૩૦ની લડત કરતાં ઘણી વધારે સખત હતી. આગળના અનુભવને લાભ ઉઠાવીને સરકાર એને માટે કાળજીપૂર્વક તૈયાર થઈને બેઠી હતી. કાયદેસરપણું તથા કાયદાની વિધિઓને બુરખે ઊંચે મૂકવામાં આવ્યું અને સર્વસ્પર્શી ઓર્ડિનન્સ મુજબ મુલકી અમલદારોના અમલ નીચેના એક પ્રકારના લશ્કરી કાયદાને અમલ આખા દેશમાં પ્રવર્તી રહ્યો. રાજ્યના સાચા પશુબળનું દર્શન જ્યાં ત્યાં થવા લાગ્યું. પરંતુ એ બહુ જ સ્વાભાવિક પરિણામ હતું, કેમ કે રાષ્ટ્રીય ચળવળ જેમ જેમ પ્રબળ બનતી જાય તથા જેમ જેમ તે પરદેશી સરકારની હસ્તીને જોખમરૂપ બનતી જાય તેમ તેમ એ સરકારને સામને વધુ ને વધુ ઝનૂની થતી જાય છે. એ પ્રસંગે ટ્રસ્ટીપણું તથા શુભેચ્છાની મીઠી મધુરી વાત બાજુએ મૂકવામાં આવે છે અને વિદેશી શાસનના સાચા ટેકારૂપ લાઠીઓ તથા સંગીને બહાર પડે છે. ટોચ ઉપર બેઠેલા કેવળ વાઈસરૉયની ઈચ્છા જ નહિ પણ પ્રત્યેક નાના અમલદારની ઈચ્છા એ કાયદા બની જાય છે. તે મનમાન્યું કરી શકે છે કેમ કે તેના ઉપરી અધિકારીઓ તેના પ્રત્યેક કાર્યનું સમર્થન કરવાના છે એની તેને પૂરેપૂરી ખાતરી હોય છે. ઝારના સમયમાં રશિયામાં બન્યું હતું તેમ જાસૂસી માણસે