Book Title: Jagatna Itihasnu Rekha Darshan Part 02
Author(s): Jawaharlal Nehru, Manibhai B Desai
Publisher: Navjivan Prakashan Mandir
View full book text
________________
હિંદમાં બેઠે બળવે
૧૧૫૩ દબાણથી તે હળવી બની અને ખેડૂતેને લગતા તથા સામાજિક પ્રશ્નોમાં મહાસભા દિનપ્રતિદિન વધુ ને વધુ પિતાનું લક્ષ પરવતી ગઈ. ધીમે ધીમે તેનું વલણ સમાજવાદ તરફ ઢળતું પણ થતું ગયું. ૧૯૩૧ની સાલની મહાસભાની કરાંચીની બેઠકે પસાર કરેલો મૂળભૂત હક્કો તથા આર્થિક કાર્યક્રમને લગતે મહત્વને ઠરાવ એ એને પુરાવો છે. એ ઠરાવમાં જણાવવામાં આવ્યું છે કે, રાજ્યબંધારણમાં કેટલાક બહુમાન્ય લોકશાહી હકો તથા સ્વતંત્રતાઓની તેમ જ લધુમતીઓના હક્કોની બાંયધરી આપવી જોઈએ. વધુમાં એમાં એ પણ જણાવવામાં આવ્યું છે કે, ચાવીરૂપ અને પાયાના ઉદ્યોગો તથા લોકોપયોગી સાધન રાજ્યના અંકુશ નીચે હોવાં જોઈએ. સ્વતંત્રતા માટેની લડતને હવે રાજકીય
સ્વતંત્રતા કરતાં કંઈક વિશેષ અર્થ થવા લાગે અને તેમાં સામાજિક તત્ત્વ દાખલ થયું. ખરે પ્રશ્ન જનતાનાં દારિદ્ય તથા શોષણને અંત આણવાને હતો અને સ્વતંત્રતા એ એ ધ્યેય પ્રાપ્ત કરવા માટેનું સાધન હતું.
જ્યારે હિંદમાં સવિનય ભંગની લડત ચાલી રહી હતી અને સંખ્યાબંધ રાજકીય કાર્યકર્તાઓ કારાવાસમાં પડ્યા હતા તે વખતે બ્રિટિશ સરકારે હિંદના રાજ્યબંધારણના સુધારાઓ માટેની દરખાસ્ત રજૂ કરી. એમાં મર્યાદિત પ્રકારનું પ્રાંતિક સ્વરાજ તથા જેમાં જુનવાણી રાજારજવાડાંઓનું વધારે ચલણ હોય એવું સમવાયતંત્ર સૂચવવામાં આવ્યું. કેવળ પિતાનાં હિતો સાચવી રાખવાને જ નહિ પણ પિતાને હિંદ ઉપરને ત્રિવિધ – લશ્કરી, મુલકી તેમ જ વેપારી– કબજે ટકાવી રાખવાને માણસની બુદ્ધિથી જી શકાય એવી બધી સલામતી એમાં સરકારે રજૂ કરી હતી. હરેક સ્થાપિત હિતની પૂરેપૂરી રક્ષા કરવામાં આવી હતી અને સૌથી મહત્વનાં સ્થાપિત હિતનું એટલે કે બ્રિટિશ હિતનું તે બહુ જ અસરકારક રીતે રક્ષણ કરવામાં આવ્યું હતું. એમાં માત્ર હિંદની પાંત્રીસ કરેડ જનતાનાં હિતેની જ અવગણના કરવામાં આવી હોય એમ જણાતું હતું. એ દરખાસ્તની સામે હિંદમાં વિરોધનો વંટોળ ફાટી નીકળ્યો.
બ્રહ્મદેશ તરફ મેં દુર્લક્ષ બતાવ્યું છે, એટલે, મારે તને એને વિષે કંઈક કહેવું જોઈએ. બ્રહ્મી લેકેએ ૧૯૩૦ કે ૧૯૩૨ની સવિનય ભંગની ચળવળમાં ભાગ નહેતે લીધે. પરંતુ આર્થિક મુસીબતેને કારણે ઉત્તર બ્રહ્મદેશમાં ૧૯૩૧ અને ૧૯૩૨ની સાલમાં ખેડૂતેને એક મોટો બળો ફાટી નીકળ્યો હતે. બ્રિટિશ સરકારે અતિશય જંગલી રીતે એ બળવો દાબી દીધે. હિંદ સ્વતંત્ર થાય ત્યારે પણ બ્રિટિશ સામ્રાજ્યવાદ તેનું શોષણ ચાલુ રાખી શકે એ આશયથી હાલ બ્રહ્મદેશને રાજકીય રીતે હિંદથી જુદો પાડવાના પ્રયત્ન ચાલે છે. તેના તેલના કૂવાઓ, તેનું ઇમારતી લાકડું તથા તેની ખનિજ સમૃદ્ધિ એ બધાંને કારણે બ્રહ્મદેશનું ભારે મહત્ત્વ છે.