Book Title: Jagatna Itihasnu Rekha Darshan Part 02
Author(s): Jawaharlal Nehru, Manibhai B Desai
Publisher: Navjivan Prakashan Mandir
View full book text
________________
૧૧૫૮
જગતના ઇતિહાસનું રેખાદર્શન સંસ્થાઓથી જુદો પાડવાનું બીજું પગલું ભર્યું. પુરાણું ધર્મો આપણું રેજિંદા
જીવનને આવરી લે છે અને તેના પ્રત્યેક અંગનું તે નિયમન કરે છે. આ રીતે હિંદુ ધર્મ તથા ઈસ્લામ તેમના શુદ્ધ ધાર્મિક સિદ્ધાંત ઉપરાંત સામાજિક ધારાધોરણે તેમ જ લગ્ન, વારસો, દીવાની અને ફરજદારી કાયદો, રાજકીય સંગઠન અને એવી બીજી અનેક બાબતના નિયમે નક્કી કરે છે. બીજા શબ્દોમાં કહીએ તે, એ ધર્મો સમાજની આખી વ્યવસ્થા રચી આપે છે અને પિતાની મંજૂરી તથા અધિકાર અપને તેઓ તેને કાયમ કરે છે. પિતાની કડક જ્ઞાતિવ્યવસ્થા ઊભી કરીને હિંદુ ધર્મ તે એ બાબતમાં સૌથી આગળ ગયું છે. સામાજિક વ્યવસ્થાને આ ધાર્મિક નિશ્ચિતિ મળવાથી તેમાં ફેરફાર કરવું મુશ્કેલ બની જાય છે. આમ બીજી જગ્યાઓની પેઠે મિસરમાં પણ પ્રગતિશીલ લેકેએ ધર્મને સમાજની વ્યવસ્થા તથા સામાજિક સંસ્થાઓથી જુદો પાડવા પ્રયત્ન કર્યો. એનું કારણ તેમણે એ આપ્યું કે, ભૂતકાળમાં ધર્મ તથા રૂઢિએ પ્રજા માટે ઊભી કરેલી આ પુરાણી સંસ્થાઓ, બેશક તે કાળમાં જે સ્થિતિ પ્રવર્તતી હતી તેને માટે યોગ્ય અને અનુકૂળ હતી. પરંતુ આજે તે એ પરિસ્થિતિમાં ઘણે ફેરફાર થઈ ગયું છે અને તેથી કરીને પુરાણી સંસ્થાઓને તેમની સાથે મેળ બેસતું નથી. બળદગાડા માટે કરવામાં આવેલ નિયમ મોટર કે રેલગાડી માટે બંધ બેસતે ન આવે એ આપણે આપણી સાદી સમજથી પણ સમજી શકીએ.
આ પ્રગતિશીલ લેકે અને સુધારકની દલીલ આવા પ્રકારની હતી. આને પરિણામે, રાજ્ય તેમ જ બીજી અનેક સંસ્થાઓને અહિક સ્વરૂપ આપવામાં આવ્યું, એટલે કે ધર્મથી તેમને છૂટાં પાડવામાં આવ્યાં. આપણે જોઈ ગયાં છીએ કે આ પ્રક્રિયા તુર્કીમાં સૌથી આગળ વધી છે. તુર્ક પ્રજાસત્તાકને પ્રમુખ પિતાના હોદ્દાના સેગંદ પણ ઈશ્વરના નામથી નથી લેતે; તે એ સોગંદ પિતાની ઈજ્જત ઉપર લે છે. મિસરમાં હજી એ બાબતમાં એટલી બધી પ્રગતિ નથી થવા પામી, પરંતુ ત્યાં તેમ જ બીજા ઈસ્લામી દેશમાં એ જ વલણું કાર્ય કરી રહ્યું છે. તુકે, મિસરવાસીઓ, સીરિયને, ઈરાનીઓ વગેરે પુરાણી ધર્મની ભાષા કરતાં આજે રાષ્ટ્રવાદની નવી ભાષા વધુ પ્રમાણમાં બેલે છે. દુનિયાના બીજા કોઈ પણ મોટા મુસ્લિમ સમૂહ કરતાં હિંદના મુસલમાને રાષ્ટ્રીયકરણની આ પ્રક્રિયાને કદાચ વધારે વિરોધ કરી રહ્યા છે. આ એક અજબ અને નેંધપાત્ર બીના છે. આ નવા રાષ્ટ્રવાદનો વિકાસ સામાન્ય રીતે મૂડીવાદી આર્થિક વ્યવસ્થા નીચે બુઝવાઓના અથવા તે મધ્યમવર્ગના ઉદયની સાથે સાથે જ થવા પામ્યો છે. આ બૂઝવા વર્ગ પેદા કરવામાં હિંદના મુસલમાને પછાત રહ્યા છે અને તેમની આ નિષ્ફળતા રાષ્ટ્રવાદની દિશામાં તેમની આગેકૂચના માર્ગમાં વિનરૂપ નીવડી હોય એ બનવા જોગ છે. એ પણ સંભવ છે કે, હિંદમાં તેઓ