Book Title: Jagatna Itihasnu Rekha Darshan Part 02
Author(s): Jawaharlal Nehru, Manibhai B Desai
Publisher: Navjivan Prakashan Mandir
View full book text
________________
હિંદમાં બેઠે બળ
૧૧૫૧ અને ખાસ કરીને છૂપી પોલીસ સર્વત્ર પોતાની જાળ પાથરી દે છે અને તેમની સત્તા ખૂબ વધી જાય છે. કોઈના ઉપર કશે અંકુશ હેતો નથી અને અનિયંત્રિત સત્તાની ભૂખ તેના મહાવરાથી ઉત્તરોત્તર વધતી જ રહે છે. મુખ્યત્વે કરીને જાસૂસી ખાતા દ્વારા પિતાને વહીવટ ચલાવનાર સરકાર તથા એવા વહીવટની બરદાસ કરનાર દેશને ચેડા જ વખતમાં નૈતિક અધઃપાત થાય છે. કારણ કે પ્રત્યેક જાસૂસી ખાતું, કાવાદાવા, પ્રપંચે, જૂઠાણુ, ગુપ્તચર, ત્રાસવાદ, છંછેડણી, ઉઘાડા પાડવાની ધાકધમકી બતાવવી, તરકટ ઊભાં કરવાં અને બીજી એવી જ વસ્તુઓના વાતાવરણમાં ફાલેફુલે છે. હિંદમાં છેલ્લા ત્રણ વરસ દરમ્યાન નાના નાના અમલદાર, પોલીસે તથા જાસૂસી પોલીસને આપવામાં આવેલી વધારે પડતી સત્તા તથા એ સત્તાના કરવામાં આવેલા ઉપયોગને પરિણામે એ ખાતાના માણસો ઉત્તરોત્તર વધારે ને વધારે પાશવ અને ભષ્ટ બનતા ગયા છે. પ્રજામાં ત્રાસ ફેલાવી દે એ આ બધાનો એકમાત્ર હેતુ હતો.
મારે બહુ વિગતેમાં ન ઊતરછું જોઈએ. સંસ્થાઓ તેમ જ વ્યકિતઓની માલમિલકત, ઘરે, મોટરે, બેંકમાંનાં નાણું વગેરે વિશાળ પાયા ઉપર જપ્ત કરવાં એ સરકારની આ પ્રસંગને લગતી નીતિનું એક ખાસ લક્ષણ હતું. મહાસભાને ટેકો આપનાર મધ્યમવર્ગના મૂળ ઉપર ઘા કરવાને એને આશય હતે. એક ઓર્ડિનન્સની ક્ષુલ્લક પણ વિચિત્ર પ્રકારની ખાસિયત એ હતી કે, તેમનાં સંતાન તથા સગીરોના ગુના માટે માબાપો તથા વાલીઓને શિક્ષા કરવાનું તેમાં જણાવવામાં આવ્યું હતું!
આ બધું ચાલી રહ્યું હતું ત્યારે બ્રિટિશ પ્રચાર ખાતું હિંદુસ્તાનનું મનેરમ ચિત્ર ચીતરવાના કામમાં મશગૂલ થઈ ગયું હતું. ખુદ હિંદમાં પણ માઠાં પરિણામેના ભયથી કોઈ પણ છાપું સત્ય હકીકત છાપવાની હિંમત કરી શકતું નહતું. જેમની ધરપકડ કરવામાં આવી હોય તેમનાં નામ છાપવાં એ પણું ગુનો હતો.
પરંતુ હિંદનાં સૌથી વિશેષ પ્રત્યાઘાતી બળે સાથે એક્ય કરવાને તેને પ્રયત્ન એ હિંદમાંની બ્રિટિશ નીતિને તેની પૂરેપૂરા નગ્ન સ્વરૂપમાં પ્રગટ કરે છે. હિંદનાં પ્રગતિશીલ બળ સાથે લડવામાં બ્રિટિશ સામ્રાજ્ય દેશનાં મધ્યકાલીન અને અતિશય પ્રત્યાઘાતી બળોને આશરે લઈને ટકી રહ્યું છે. હિંદમાંથી બ્રિટિશ સત્તા દૂર થશે તો સામાજિક ક્રાંતિ થવા પામશે એ ડર બતાવીને તેણે દેશનાં સ્થાપિત હિતેને પિતાના ટેકામાં સંગઠિત કરવાનો પ્રયત્ન કર્યો છે. રાજારજવાડાંઓ બચાવની પહેલી હરળ છે, ત્યાર પછી જમીનદાર વર્ગ, આવે છે. ચતુરાઈભરી ચાલબાજીથી તેમ જ ઝ કોમવાદીઓને આગળ કરીને લધુમતીના પ્રશ્નને હિંદની સ્વતંત્રતાના માર્ગમાં તેણે અંતરાયરૂપ કરી મૂક્યો છે. મંદિર પ્રવેશના પ્રશ્નની બાબતમાં હિંદુઓના ઉગ્ર ધાર્મિક પ્રત્યાઘાતીઓ