Book Title: Jagatna Itihasnu Rekha Darshan Part 02
Author(s): Jawaharlal Nehru, Manibhai B Desai
Publisher: Navjivan Prakashan Mandir
View full book text
________________
હિંદમાં બેઠે બળ
૧૧૪૯ જ્યારે હિંદમાં સવિનય ભંગની લડત પૂર જોશમાં ચાલી રહી હતી ત્યારે દરિયાપાર લંડનમાં ભારે ઠાઠમાઠ અને દબદબાથી ગોળમેજી પરિષદ ભરવામાં આવી. મહાસભાને તે એની સાથે કશી લેવાદેવા નહોતી. એ પરિષદમાં જનારા બધાય હિંદીઓ સરકારના નીમેલા હતા. યાંત્રિક તદબીરથી હલનચલન કરતાં પૂતળાં અથવા તે વસ્તુશન્ય છાયાની આકૃતિઓની પેઠે તેઓ લંડનના રંગમંચ ઉપર આમતેમ ફરતા હતા. તેઓ સારી પેઠે જાણતા હતા કે સાચી લડત તે હિંદમાં લડાઈ રહી છે. હિંદીઓની નબળાઈનું પ્રદર્શન કરવાને બ્રિટિશ સરકારે ચર્ચામાં કમી પ્રશ્નને હમેશાં મોખરે રાખ્યો. તેણે કટ્ટરમાં કટ્ટર કોમવાદીઓને તથા પ્રગતિવિરોધીઓને પરિષદમાં નીમવાની ખાસ કાળજી રાખી હતી એટલે સમાધાન થવાને લેશ પણ સંભવ નહોતે.
વાટાધાટે આગળ ચલાવવા માટે, ૧૯૩૧ના માર્ચ માસમાં મહાસભા તથા સરકાર વચ્ચે તહકૂબી અથવા કામચલાઉ સમાધાન થયું. એ સમાધાન ગાંધી-ઈવન કરાર તરીકે ઓળખાય છે. સવિનયભંગ બંધ રાખવામાં આવ્યું, સવિનયભંગ કરનારા હજારે કેદીઓને જેલમાંથી છોડી મૂકવામાં આવ્યા તથા એડિનન્સ પાછા ખેંચી લેવામાં આવ્યા.
૧૯૩૧ની સાલમાં ગાંધીજીએ મહાસભાની વતી બીજી ગોળમેજી પરિષદમાં હાજરી આપી. હિંદુસ્તાનમાં પણ ત્રણ પ્રશ્નો મહત્ત્વના બન્યા અને તેમના ઉપર મહાસભા તેમ જ સરકાર એ બંનેનું લક્ષ કેન્દ્રિત થયું. પહેલે પ્રશ્ન બંગાળને લગતું હતું. ત્યાં આગળ ત્રાસવાદને દાબી દેવાને બહાને સરકારે રાજકીય કાર્યકર્તાઓ સામે અતિશય કડક દમન ચલાવ્યું. એક નવું અને વધારે સખત ઓર્ડિનન્સ બહાર પાડવામાં આવ્યું અને દિલ્હીનું સમાધાન થવા છતાં બંગાળ બિલકુલ શાંતિ અનુભવી નહિ.
બીજો પ્રશ્ન સરહદ પ્રાંતનો હતો. ત્યાં આગળ રાજકીય જાગ્રતિ હજી પણ લોકેને સક્રિય કાર્ય કરવા પ્રેરી રહી હતી. ખાન અબ્દુલ ગફાર ખાનની આગેવાની નીચે એક પ્રચંડ પણ શિસ્તબદ્ધ અને શાંત સંસ્થાનો ત્યાં ફેલાવો થઈ રહ્યો હતા. એ સંસ્થાના સભ્ય “ખુદાઈ ખિદમતગાર” કહેવાતા હતા. તેમના લાલ રંગના ગણવેશને કારણે કેટલીક વાર તેમને “લાલ ખમીશવાળા” પણ કહેવામાં આવતા હતા. (તેમના ગણવેશના રંગને કારણે અને નહિ કે સમાજવાદ કે સામ્યવાદ સાથે તેમનો કશો સંબંધ હતું તેથી તેમનું એ નામ પડયું હતું. વાસ્તવમાં સમાજવાદ કે સામ્યવાદ સાથે તેમને કશી લેવાદેવા નહતી.) સરકારને
આ ચળવળ બિલકુલ પસંદ નહોતી. તે એનાથી ડરતી હતી; કેમ કે એક સારા પઠાણ લડવૈયાની કિંમત તે બરાબર પિછાનતી હતી.
ત્રીજો પ્રશ્ન યુક્ત પ્રાંતમાં ઊભો થયે. જગવ્યાપી મંદીને લીધે તેમ જ વસ્તુઓના ભાવ ઘટી જવાથી ગરીબ બિચારા ગણેતિયાઓ ઉપર ભારે ફટકે