Book Title: Jagatna Itihasnu Rekha Darshan Part 02
Author(s): Jawaharlal Nehru, Manibhai B Desai
Publisher: Navjivan Prakashan Mandir
View full book text
________________
હિંદમાં બેઠે અળવા
૧૧૪૭
લાહારના એક કાવતરા કેસમાં જતીન્દ્રનાથ દાસ નામના એક કેદીએ જેલની વર્તણુકના વિરોધ તરીકે ૧૯૨૯ની સાલમાં ઉપવાસ કર્યાં. એ છેકરો છેવટ સુધી પોતાના નિશ્ચય ઉપર અડગ રહ્યો અને તેના ઉપવાસને એકસામે દિવસે તે મરણ પામ્યા. જતીનદાસના આત્મ-બલિદાને હિંદુ ઉપર ભારે અસર ફરી. ૧૯૩૧ના આરંભમાં ભગતસિહને ફ્રાંસીએ ચડાવવામાં આવ્યેા તે બનાવથી પણ દેશને ભારે આધાત લાગ્યા.
હવે મારે મહાસભાના રાજકારણ તરફ પાછા વળવું જોઈ એ. કલકત્તાની મહાસભાની બેઠકે આપેલી એક વરસની મુદ્દત પૂરી થવા આવતી હતી. ૧૯૨૯ની સાલના અંતમાં વાતાવરણ ઉપરથી જે ગંભીર પરિસ્થિતિ ઊભી થતી જતી લાગતી હતી તે અટકાવવાને બ્રિટિશ સરકારે પ્રયત્ન કર્યાં. ભાવિં પ્રગતિની બાબતમાં તેણે એક અસ્પષ્ટ નિવેદન કર્યું. અમુક શરતોએ, મહાસભાએ પણ પોતાને સહકાર આપવા જણાવ્યું. એ શરત પૂરી ન પડી એટલે ૧૯૨૯ના ડિસેમ્બરની મહાસભાની લાહારની એટંકે અનિવાર્ય પણે સ્વાત ંત્ર્યને અને તે પ્રાપ્ત કરવા માટે લડત કરવાના ઠરાવ કર્યાં.
આમ, ૧૯૬૦ની સાલના આરંભમાં સમીપ આવતી ઘટનાઓના કાળા પડછાયાએ દેખાવા લાગ્યા. દેશમાં સવિનય કાનૂનભંગની લડત માટેની તૈયારી થવા લાગી. ધારાસભાઓને ક્રીથી બહિષ્કાર કરવામાં આવ્યા અને મહાસભાવાદી સભ્યાએ તેમાંથી રાજીનામાં આપ્યાં. જાન્યુઆરીની ૨૬મી તારીખે, દેશભરમાં શહેરમાં તથા ગામડાંઓમાં અસંખ્ય સભામાં સ્વતંત્રતાની ખાસ પ્રતિજ્ઞા લેવામાં આવી અને દર વરસે એ દિવસ સ્વાતંત્ર્ય દિન ' તરીકે ઊજવવામાં આવે છે. માર્ચ માસમાં, ત્યાં આગળ પહેાંચીને મીઠાના કાયદાના ભંગ કરવા માટેની ગાંધીજીની મશરૂર દાંડી કૂચ શરૂ થઈ. દાંડી એ દરિયાકિનારા ઉપરનું એક ગામ છે. સવિનય ભંગની લડતને આરંભ કરવા માટે ગાંધીજીએ મીઠાના કર પસંદ કર્યાં, કેમ કે એ ગરીમાને માટે ભારે ખેાજારૂપ હતા અને એ રીતે એ ખાસ કરીને અનિષ્ટ પ્રકારના કર હતા.
7
૧૯૩૦ના એપ્રિલ માસની અધવચ સુધીમાં સવિનય ભંગની લડતે પૂરેપૂરો વેગ પકડ્યો અને દેશભરમાં ઠેકઠેકાણે માત્ર મીઠાના કાયદો જ નહિ પણ ખીજા કાયદાઓ પણ તોડવામાં આવ્યા. દેશભરમાં શાંત અથવા ખેઠા બળવા શરૂ થયા હતા અને એને કચરી નાખવાને માટે નવા કાયદા અને ઑર્ડિનન્સે એક પછી એક ઝપાટાબંધ નીકળવા લાગ્યા. પણ ખુદ ઑર્ડિનન્સે જ સવિનયભગના વિષય થઈ પડ્યા. સામુદાયિક ધરપકડા કરવામાં આવી, નિર્દય લાઠીમાર રેાજની ઘરની ઘટના બની ગઈ, શાંત ટોળાં ઉપર ગોળીબાર કરવામાં આવ્યા, મહાસભાની સમિતિઓને ગેરકાયદે જાહેર કરવામાં આવી, છાપાંઓ ઉપર અનેક ખંધનો મૂકવામાં આવ્યાં, ખખરાનુ નિયમન કરવામાં આવ્યું, લોકાને માર મારવામાં