Book Title: Jagatna Itihasnu Rekha Darshan Part 02
Author(s): Jawaharlal Nehru, Manibhai B Desai
Publisher: Navjivan Prakashan Mandir
View full book text
________________
૧૧૪
જગતના ઇતિહાસનું રેખાદર્શન હિંસાત્મક માર્ગોએ ક્રાંતિ કરવામાં માનનારા લેકની પ્રવૃત્તિ હતી. પ્રધાનપણે
આ પ્રવૃત્તિ બંગાળમાં ચાલુ હતી; કંઈક અંશે પંજાબમાં અને બહુ જ થોડા પ્રમાણમાં યુક્ત પ્રાંતમાં પણ તે ચાલુ હતી. બ્રિટિશ સરકારે એને દાબી દેવાને અનેક ઉપાય અજમાવ્યા અને ઘણાયે કાવતર કેસ ચલાવવામાં આવ્યા. જેના ઉપર તેને સહેજ પણ શંકા પડે તેમની ધરપકડ કરીને તેમના ઉપર કામ ચલાવ્યા વિના તેમને જેલમાં પૂરી રાખી શકાય એટલા માટે સરકારે
બેંગાલ ઑર્ડિનન્સ' નામને ખાસ કાયદો કર્યો. આ ડિનન્સ નીચે સેંકડે બંગાળી યુવાનોને પકડીને અદાલતમાં તેમના ઉપર કામ ચલાવ્યા વિના
જેલમાં પૂરી દેવામાં આવ્યા. એ લેકને “ડીટેન્યુ” એટલે કે, અટકાયતી - કેદીઓ કહેવામાં આવે છે અને તેમને અક્કસ મુદત માટે જેલમાં રાખવામાં
આવે છે. એ પણ એક જાણવા જેવી બીના છે કે, આ અસાધારણ ઑર્ડિનન્સ કાઢવામાં આવ્યું ત્યારે ઇંગ્લંડમાં મજૂર સરકાર સત્તા ઉપર હતી અને તે ઑર્ડિનન્સ માટે જવાબદાર હતી.
આ ક્રાંતિકારીઓએ, ખાસ કરીને બંગાળમાં, હિંસાનાં ઘણાં કૃત્ય કર્યા. પરંતુ એવા ત્રણ બનાવેએ લેકેનું ખાસ લક્ષ ખેંચ્યું. એમાં એક લાહોરમાં અંગ્રેજ પોલીસ અમલદાર ઉપર ગોળીબાર હતે. સાઈમન કમિશન સામે કરવામાં આવેલા દેખાવ વખતે તેણે લાલાજીને માર માર્યો હતો, એમ માનવામાં આવતું - હતું. બીજે દિલ્હીમાં ધારાસભાગૃહમાં ભગતસિંહ તથા બટુકેશ્વર દત્ત ફેકેલા
બને બનાવ હતું. પરંતુ એ બે નહિ જેવું જ નુકસાન કર્યું હતું અને માત્ર ભારે ખળભળાટ મચાવી મૂકવાને તથા દેશનું ધ્યાન ખેંચવાને અર્થે તે ફેંકવામાં આવ્યું હોય એમ લાગે છે. ત્રીજો બનાવ, ૧૯૩૦ની સાલમાં સવિનયભંગની હિલચાલ શરૂ થઈ તે વખતે ચિતાર્ગોગમાં બન્યું. ત્યાંના શસ્ત્ર ભંડાર ઉપરની એ મોટા પાયા ઉપરની અને હિંમતભરી ધાડ હતી અને તેમાં થોડી સફળતા પણ મળી હતી. આ ચળવળને કચરી નાખવાને સરકારે એકેએક યુક્તિ અજમાવી. જાસૂસ તથા બાતમીદારે રાખવામાં આવ્યા, સંખ્યાબંધ લેકેની ધરપકડ કરવામાં આવી તેમ જ અનેક કાવતરા કેસ ઊભા કરવામાં આવ્યા. શક ઉપરથી કેટલાયે લેકેને “ડીટેન્યુ” તરીકે પકડવામાં આવ્યા (કેટલીક વાર અદાલતે નિર્દોષ જાહેર કરીને છોડી મૂકેલા લોકોને તરત જ ફરીથી પકડી લેવામાં આવતા અને ઑડિનન્સ નીચે તેમને “ડીટેન્યુ” તરીકે રાખવામાં આવતા.) તથા પૂર્વ બંગાળના કેટલાક ભાગોને લશ્કરી કબજા નીચે મૂકવામાં આવ્યા. ત્યાં આગળ લોકે પરવાના વિના ગમે ત્યાં ફરી શકતા નહોતા તથા તેઓ બાઇસિકલ ઉપર બેસી શક્તા નહોતા, તેમ જ પોતાની ઈચ્છામાં આવે તે પોશાક પણ પહેરી શકતા નહતા. પોલીસને ખબર ન આપવાના ગુના માટે આખાં ને આખાં ગામો તથા કસબાઓ ઉપર ભારે સામુદાયિક દંડ નાંખવામાં આવતું.