Book Title: Jagatna Itihasnu Rekha Darshan Part 02
Author(s): Jawaharlal Nehru, Manibhai B Desai
Publisher: Navjivan Prakashan Mandir
View full book text
________________
હિંદમાં બેઠે બળવે
૧૧૪૫ દરમ્યાન સર્વપક્ષ પરિષદ દેશનું રાજબંધારણ ઘડવાને અને કેમી કાકડાને ઉકેલ લાવવાનો પ્રયત્ન કરી રહી હતી. દેશના રાજબંધારણ તથા કેમી પ્રશ્નના ઉકેલની દરખાસ્ત રજૂ કરતે હેવાલ એ પરિષદે બહાર પાડ્યો. એ હેવાલ ઘડનારી કમિટીના પ્રમુખ પંડિત મોતીલાલ નહેરુ હતા તેથી એ “નેહરુ હેવાલ” તરીકે ઓળખાય છે.
એ વરસને બીજે નોંધપાત્ર બનાવ ગુજરાતમાં બારડોલીના ખેડૂતોએ સરકારે કરેલા જમીન મહેસૂલના વધારા સામે ચલાવેલી મહાન લડત હતી. યુક્ત પ્રાંતની પેઠે ગુજરાતમાં મોટા મોટા જમીનદારવાળી જમીનદારી મહેસૂલ પદ્ધતિ નથી. ત્યાં તે જમીનના માલિક ખેડૂતે છે. સરદાર વલ્લભભાઈ પટેલની આગેવાની નીચે એ ખેડૂતો અપૂર્વ બહાદુરીભરી લડત લડ્યા અને તેમાં તેમણે • મહાન ફતેહ મેળવી. ૧૯૨૮ની સાલની મહાસભાની કલકત્તાની બેઠકે નેહરુ હેવાલનો સ્વીકાર કર્યો. એ હેવાલમાં બ્રિટિશ સંસ્થાનોના બંધારણ જેવા રાજબંધારણની ભલામણ કરવામાં આવી હતી. પરંતુ મહાસભાએ એને અમુક સમય પૂરતો જ સ્વીકાર કર્યો હતે અને એને માટે એક વરસની મુદત નકકી કરી હતી. જે એ હેવાલના ધોરણ ઉપર બ્રિટિશ સરકાર સાથે વરસ દરમ્યાન સમજૂતી ન થવા પામે તે મહાસભાને પોતાના સ્વાતંત્ર્યના ધ્યેય તરફ પાછા ફરવાનું હતું. આ રીતે મહાસભા તથા દેશ કટોકટી તરફ ધસી રહ્યો હતે.
મજૂરે પણ અતિશય અકળાયા હતા અને કેટલાંક ઔદ્યોગિક શહેરમાં તેમની મજૂરીના દર ઘટાડવાની કોશિશ થતી હતી એટલે તેઓ ઉગ્ર બનતા જતા હતા. ખાસ કરીને મુંબઈના મજૂરે વધારે સંગઠિત હતા. ત્યાં આગળ ભારે હડતાલ પડી અને તેમાં એક લાખ કે તેથી વધુ મજારેએ ભાગ લીધે. સમાજવાદી અને કંઈક અંશે સામ્યવાદી વિચારે મજૂરમાં ફેલાવા લાગ્યા હતા. પેદા થયેલી આ ક્રાંતિકારી સ્થિતિથી તથા મજૂરોના વધતા જતા બળથી ભડકીને સરકારે ૧૯૨૯ની સાલમાં ૩૨ મજૂર આગેવાનને એકાએક પકડી લીધા અને તેમની સામે એક મેટે કાવતરા કેસ શરૂ કર્યો. આ કેસ દુનિયાભરમાં “મીરત કેસ” તે નામે પ્રસિદ્ધ થયે. આશરે ચાર વરસ સુધી મુકદ્દમે ચલાવ્યા પછી લગભગ બધા જ આરોપીઓને લાંબી લાંબી સજાઓ કરવામાં આવી. અને અજાયબીની વાત તે એ છે કે, કેઈન ઉપર પણ ખરેખર બંડ કરવાને કે સુલેહને ભંગ કરવાને પણ આપ મૂકવામાં આવ્યું નહોતે. અમુક વિચારો ધરાવવા તથા તેને પ્રચાર કરવા પ્રયત્ન કરે; બસ આ જ તેમને ગુને હેય એમ જણાય છે. અપીલમાં આ સજા ઘણું ઓછી કરવામાં આવી હતી.
આ અરસામાં બીજી એક પ્રવૃત્તિ પણ અંદરથી ધખી રહી હતી અને કેટલીક વખત તેના ભડકા સપાટી ઉપર પણ દેખાઈ આવતા હતા. આ