Book Title: Jagatna Itihasnu Rekha Darshan Part 02
Author(s): Jawaharlal Nehru, Manibhai B Desai
Publisher: Navjivan Prakashan Mandir
View full book text
________________
હિંદમાં બેઠે બળ
૧૧૪૩ એમાંથી નીકળવાનો બીજો કોઈ ઉપાય નથી. કરેની વ્યવસ્થા એવી કરવામાં આવી છે કે તે ન વેઠી શકે એવા સૌથી ગરીબ વર્ગો ઉપર તેને બેજો વધારેમાં વધારે પડે છે અને સરકારી આવકને મેટો ભાગ લશ્કર નભાવવામાં, સિવિલ સર્વિસમાં અને “હેમ ચાઈઝ' તરીકે ઈગ્લેંડ મેકલવાની રકમમાં વપરાઈ જાય છે. આ બધાંને જનતાને જરા પણ લાભ મળતું નથી. કેળવણીના ક્ષેત્રમાં ઈંગ્લેંડમાં માથાદીઠ ૨ પાઉન્ડ ૧૫ શિલિંગ ખરચાય છે. એને મુકાબલે હિંદમાં એ ક્ષેત્રમાં માથાદીઠ નવ પિન્સ ખરચાય છે. આમ કેળવણીને અંગેને બ્રિટનને ખરચ હિંદના ખરચ કરતાં ૭૩ä ગણું વધારે છે.
હિંદની વસ્તીની માથાદીઠ આવક ગણવાના પણ અનેક પ્રયાસ થયા છે. એ બહુ મુશ્કેલ કામ છે અને જુદા જુદા અંદાજમાં ઘણે તફાવત પડે છે. ૧૮૭૦ની સાલમાં દાદાભાઈ નવરોજીએ પ્રત્યેક હિંદીની માથાદીઠ સરેરાશ વાર્ષિક આવક ૨૦ રૂપિયા છે એવી ગણતરી કાઢી હતી. માથાદીઠ આવકના હાલના અંદાજોને આંકડો ૬૭ રૂપિયા સુધી પહોંચ્યો છે. અને કેટલાક અંગ્રેજોએ કાઢેલે સૌથી અનુકૂળ અંદાજ પણ ૧૧૬ રૂપિયાથી આગળ ગયે નથી. બીજા દેશની માથાદીઠ આવક સાથે આની તુલના કરવા જેવી છે. યુનાઈટેડ સ્ટેટ્સની માથાદીઠ આવક ૧,૯૨૫ રૂપિયા છે અને એમાં ત્યાર પછી ઘણે વધારો થયે છે. ઈગ્લંડની માથાદીઠ આવક ૧૦૦૦ * રૂપિયા છે.
૧૬૨. હિંદમાં બેઠો બળવો
૧૭ મે, ૧૯૩૩ બીજા કેઈ પણ દેશને મુકાબલે હિંદુસ્તાન તથા તેના ભૂતકાળ વિષે મેં તને ઘણું વધારે પત્ર લખ્યા છે. પરંતુ ભૂતકાળ હવે વર્તમાનમાં ભળી જાય છે અને તને હમણાં હું જે પત્ર લખી રહ્યો છું તે એ વાત આજના હિંદ સુધી લાવી મૂકશે એમ હું ધારું છું. આપણું મનમાં હજી તાજા જ છે એવા તાજેતરમાં બનેલા બનાવને હું ઉલ્લેખ કરીશ. એમને વિષે લખવાને હજી
ગ્ય અવસર નથી આવ્યો કેમ કે, વાત હજી અધૂરી છે, પરંતુ ઈતિહાસ વર્તમાન કાળ સુધી આવીને એકદમ અટકી જાય છે અને કથાનાં બાકીનાં પ્રકરણે ભવિષ્યના ગર્ભમાં છુપાયેલાં રહે છે. સાચે જ એ કથાનો અંત જ નથી; તે આગળ ને આગળ ચાલ્યા જ કરે છે.
૧૯૨૭ના અંતમાં બ્રિટિશ સરકારે જાહેર કર્યું કે, ભવિષ્યના સુધારાઓ તથા રાજ્યતંત્રમાં કરવાના ફેરફારે વિષે તપાસ કરવાને તે હિંદમાં એક કમિશન
" હુંડિયામણુના આજના દર પ્રમાણે એક રૂપિયાની કિંમત એક શિલિંગ છ પેન્સ જેટલી થાય છે.