Book Title: Jagatna Itihasnu Rekha Darshan Part 02
Author(s): Jawaharlal Nehru, Manibhai B Desai
Publisher: Navjivan Prakashan Mandir
View full book text
________________
એક જમાનાને અતિ તથા ગળાં રેસવાને રસ્તે હતે. એમાં દરેક જણ બીજાને ટપી જવાનો પ્રયત્ન કરતા. સહકારી માર્ગનું મંડાણ પરસ્પર એકબીજાના સહકાર ઉપર નિર્ભર હતું. તેં ઘણુયે સહકારી ભંડારો જોયા હશે. ૧૯મી સદીમાં સહકારી ચળવળને યુરોપમાં ભારે વિકાસ થયો. ડેન્માર્કના નાનકડા દેશમાં એને સૌથી વધારે સફળતા મળી, એમ કહી શકાય.
રાજકીય ક્ષેત્રમાં એ કાળ દરમ્યાન લોકશાહીના વિચારોનો વિકાસ થયે અને પિતા પોતાની પાર્લામેન્ટ અથવા તો ધારાસભાઓ માટે મત આપવાને હક વધારે ને વધારે લોકોને મળતે ગયે. પરંતુ મત આપવાનો આ હક અથવા તે મતાધિકાર પુરુષ વર્ગમાં જ મર્યાદિત હતો અને બીજી રીતે તેઓ ગમે એટલી શક્તિશાળી હોય છતાયે સ્ત્રીઓને એ હક ધરાવવાને માટે પાત્ર કે સમજદાર લેખવામાં આવતી નહોતી. ઘણી સ્ત્રીઓને એ સામે ભારે રોષ હતો અને ૨૦મી સદીના આરંભનાં વરસ દરમ્યાન ઇંગ્લંડમાં એને માટે સ્ત્રીઓએ ભારે હિલચાલ ઉપાડી. એને સ્ત્રીઓના મતાધિકારની હિલચાલ કહેવામાં આવતી હતી અને પુરુષોએ એના પ્રત્યે ગંભીર વર્તાવ ન દાખવ્ય તથા ઉપેક્ષા દર્શાવી તેથી તેમનું ધ્યાન ખેંચવાને અર્થે મતાધિકારવાદી સ્ત્રીઓએ જબરદસ્તીની અને હિંસક રીતે પણ અખત્યાર કરી. ત્યાં આગળ “દેખાવો' કરીને પાર્લામેન્ટનું કાર્ય તેમણે ઉથલાવી નાખ્યું તથા પ્રધાનમંડળના સભ્ય ઉપર હુમલા પણ કર્યા. આથી એ પ્રધાનને હમેશાં પોલીસના રક્ષણ નીચે રહેવું પડતું. મોટા પાયા ઉપર વ્યવસ્થિત હિંસા થવા પામી અને સંખ્યાબંધ સ્ત્રીઓને જેલમાં મોકલવામાં આવી. ત્યાં આગળ તેમણે ઉપવાસ કરવા માંડ્યા. આથી તેમને છોડી દેવામાં આવી પરંતુ ઉપવાસની અસરમાંથી તેઓ મુક્ત થઈ કે તરત તેમને પાછી જેલમાં મોકલવામાં આવી. આમ કરવાની પરવાનગી આપવા માટે પાર્લામેન્ટે ખાસ કાયદે પસાર કર્યો. એ કાયદાને લેકે “ઉંદર બિલાડીના કાયદા તરીકે ઓળખવા લાગ્યા. મતાધિકારવાદીઓની આ રીતે જનસમુદાયનું ધ્યાન ખેંચવામાં ખસૂસ સફળ થઈ થોડાં વરસ પછી, મહાયુદ્ધ શરૂ થયા બાદ સ્ત્રીઓના મતાધિકારના હકનો સ્વીકાર કરવામાં આવ્યું.
સ્ત્રીઓની આ ચળવળ કેવળ મતની માગણી કરવામાં જ મર્યાદિત નહતી. પુરુષ સાથે હરેક બાબતમાં સમાનતાની માગણી કરવામાં આવી હતી. છેક હમણાં સુધી પશ્ચિમના દેશોમાં સ્ત્રીઓની સ્થિતિ બહું જ ખરાબ હતી. તેમને જૂજ હકકો હતા. કાયદા પ્રમાણે અંગ્રેજ સ્ત્રી મિલકત પણ ધરાવી શકતી નહિ. બધુંયે–પિતાની પત્નીની કમાણી સુધ્ધાં – ધણું લઈ લેતે. હિંદુ કાયદા પ્રમાણે હિંદમાં સ્ત્રીઓની આજે જે સ્થિતિ છે તેના કરતા કાયદાની દૃષ્ટિએ તેમની સ્થિતિ બૂરી હતી. અને હિંદુ કાયદા નીચે સ્ત્રીઓની સ્થિતિ સારી પેઠે ખરાબ છે. હિંદી સ્ત્રીઓ અનેક રીતે જોતાં આજે છે તે