Book Title: Jagatna Itihasnu Rekha Darshan Part 02
Author(s): Jawaharlal Nehru, Manibhai B Desai
Publisher: Navjivan Prakashan Mandir
View full book text
________________
૧૦૧૪
જગતના ઇતિહાસનું રેખાદર્શન તેને તપમારે, પિતાના રક્ષણ માટે ભયરાઓમાં તથા નીચેનાં બીજા આશ્રયસ્થાનમાં દોડી જવું એ બધી રેજિંદી વસ્તુઓ બની ગઈ. મુલકી વસતી ઉપર એટલે કે લડાઈમાં સીધે ભાગ ન લેનાર નાગરિક પ્રજા ઉપર કરવામાં આવેલા બૅબમારાથી અંગ્રેજ અતિશય ક્રોધે ભરાયા. તેમને ક્રોધ વાજબી હતા કેમ કે, મુલકી યા નાગરિક વસતી ઉપરને બૅબમારો અતિશય ભીષણ વસ્તુ છે. પરંતુ હિંદના સરહદ પ્રાંત ઉપર કે ઇરાક ઉપર બ્રિટિશ એરોપ્લેને બૅબમારે કરે છે અને ખાસ કરીને નવા શોધાયેલા અમુક વખત પછી ફૂટનારા શેતાનિયતભર્યા બોંબ ફેંકે છે ત્યારે અંગ્રેજોને લેશ પણ ક્રોધ ચડતે જાતે નથી. એને વ્યવસ્થા જાળવવા માટેનું પિલીસનું કાર્ય કહેવામાં આવે છે અને કહેવાતા શાંતિકાળમાં પણ એને આશરે લેવામાં આવે છે.
દાવાનળ જેમ તીડોનાં ટોળાંનાં કેળાંઓને ભસ્મીભૂત કરી નાખે છે તેમ યુદ્ધ માનવજીવનને સંહાર કરતું એક પછી બીજે માસ એમ આગળ ચાલવા લાગ્યું અને આગળ ચાલતું ગયું તેમ તેમ તે વધુ ને વધુ વિનાશક અને પાશવી બનતું ગયું. જર્મનેએ ઝેરી ગેસ વાપરવા માંડ્યો અને પછી તે બંને પક્ષોએ તેને ઉપયોગ કરવા માંડ્યો. બૅબમારે કરવામાં એરોપ્લેનેને વધુ પ્રમાણમાં ઉપયોગ થવા લાગ્યા. પછીથી ઇયળની પેઠે બધી વસ્તુ ઉપર થઈને ચાલી જનારાં ટેક” નામનાં પ્રચંડ અને રાક્ષસી યંત્રએ બ્રિટિશ પક્ષે દેખા દીધી. લડાઈને મોખરા ઉપર માણસે લાખોની સંખ્યામાં મરણ પામ્યા અને પિતાપિતાના દેશમાં તેમની સ્ત્રીઓ અને બાળકોને ભૂખમરે અને તંગી વેઠવાં પડ્યાં. નાકાબંધીને કારણે, ખાસ કરીને જર્મની તથા ઓસ્ટ્રિયામાં ભૂખમરાએ ભીષણ સ્વરૂપ ધારણ કર્યું. એ વસ્તુ સહનશીલતાની કસોટી થઈ પડી. આ અગ્નિપરીક્ષામાં બેમાંથી કોણ વધુ વખત ટકી રહેશે ? બંને પક્ષનાં સૈન્ય એકબીજાને નાશ કરી નાખશે કે શું? મિત્રરાજ્યોની નાકાબંધી જર્મનીને જુસ્સો નરમ પાડી દેશે ? કે પછી જર્મનીની સબમરીનની લડાઈ ઇંગ્લંડને ભૂખે મારીને તેને જુસ્સે તથા સંકલ્પબળ હશે ? દરેક દેશે રાક્ષસી ભેગે આપ્યા, દરેક દેશે અક યાતનાઓ સહન કરી. લેકે વિચારવા લાગ્યા, આ ભીષણ બલિદાને અને યાતનાઓ વ્યર્થ છે શું ? આપણું રણમાં પડેલા શહીદોને ભૂલીને દુશ્મનને નમતું આપવું? યુદ્ધ પહેલાંના દિવસે તે બહુ દૂર ગયેલા ભાસવા લાગ્યા, યુદ્ધનાં કારણે સુધ્ધાં ભુલાઈ ગયાં; વેર લેવાની તેમ જ વિજય મેળવવાની ઇચ્છા એ સ્ત્રી પુરુષના મનને વિવશ કરી મૂકતી એક માત્ર વસ્તુ રહી.
પિતાના માનીતા ધ્યેયને ખાતર બલિદાન આપનાર મૃતાત્માઓનો પિકાર એ ભયંકર વસ્તુ છે. જે સ્ત્રી કે પુરુષમાં સહેજ પણ જુસ્સ હેય તે એની અસરમાંથી કેવી રીતે મુક્ત થઈ શકે? યુદ્ધનાં આ છેવટનાં વરસમાં સર્વત્ર અંધકારનું સામ્રાજ્ય વ્યાપી ગયું હતું અને યુદ્ધમાં પડેલી બધી પ્રજાઓના