Book Title: Jagatna Itihasnu Rekha Darshan Part 02
Author(s): Jawaharlal Nehru, Manibhai B Desai
Publisher: Navjivan Prakashan Mandir
View full book text
________________
આશેવિકા સત્તા હાથ કરે છે
૧૦૩૫
મળવાનું હતું. તારીખ લેનિને નક્કી કરી હતી અને એને માટે તેણે આપેલું કારણ મજાનું છે. તેણે એવું કહ્યુ કહેવાય છે કે, “ નવેમ્બરની ૬ઠ્ઠી તારીખ એ એને માટે બહુ વહેલું ગણાય. સમગ્ર રશિયાવ્યાપી પાયા ઉપર આપણે બળવા કરવા જોઈએ અને ૬ઠ્ઠી નવેમ્બર સુધીમાં કોંગ્રેસના બધાયે પ્રતિનિધિએ આવી પહેોંચ્યા નહિ હોય. પરંતુ નવેમ્બરની ૮મી તારીખે વધારે પડતું માડુ થઈ જાય. ત્યાં સુધીમાં કૅૉંગ્રેસ સહિત થઈ ગઈ હરશે અને ઝડપી અને નિર્ણયાત્મક પગલું ભરવાનું કાર્ય આવા માટા મડળ માટે મુશ્કેલ હોય છે. કૉંગ્રેસનું અધિવેશન મળે તે જ દિવસે, એટલે કે ૭મી નવેમ્બરે જ આપણે કાર્યોના અમલ કરવા જોઈએ જેથી આપણે કહી શકીએ કે, લે, આ રહી સત્તા, ખેલે, તમારે એનું શું કરવું છે’?” સ્પષ્ટ સમજવાળા ક્રાંતિને નિષ્ણાત આ પ્રમાણે ખેલ્યા. તે સારી પેઠે જાણતા હતા કે, ઘણી વાર નજીવા દેખાતા બનાવા ઉપર ક્રાંતિની સફળતાના આધાર રહે છે. *
19મી નવેમ્બરને દિવસ આવી પહેાંચ્યા અને સેવિયેટના સૈનિકાએ ત્યાં જઈ તે સરકારી મકાનાના, ખાસ કરીને ટેલિગ્રાફ આફ્સિ, ટેલિફોન આક્સિ, સરકારી બૅંક વગેરે મહત્ત્વનાં સ્થાનાના કબજો લઈ લીધેા. ત્યાં આગળ તેમને શેયે વિરોધ ન થયા. બ્રિટિશ એજ ટે ઇંગ્લંડ મેકલેલા પોતાના સત્તાવાર હેવાલમાં જણાવ્યું કે, “ કામચલાઉ સરકાર તેા ખસ અલેપ જ થઈ ગઈ છે.” લેનિન નવી સરકારના વડા એટલે કે પ્રમુખ બન્યો. અને ટ્રોટસ્કી તેના વિદેશમંત્રી થયા. ૮મી નવેમ્બરે લેનિન સ્માલ્વી ન્સ્ટિટયૂટ આગળ મળેલા સાવિયટ કેંગ્રેસના અધિવેશન સમક્ષ આવ્યા. સાંજના વખત હતા. તાળીઓના . ભારે ગડગડાટથી કોંગ્રેસે પોતાના નેતાને વધાવી લીધા. ' મહાન લેનિન ' વ્યાસપીઠ ઉપર પહોંચ્યા ત્યારે તે કેવા દેખાતો હતા તેનું એ પ્રસંગે ત્યાં આગળ હાજર રહેલા રીડ નામના અમેરિકન પત્રકારે વર્ષોંન આપ્યુ છે.
“ કઈ ઠીંગણું! અને બાંધી દડીને તે હતા અને તેનું મેાટું માથું તેના સમ અને વિશાળ ખભા ઉપર ખરાખર બેસાડેલું હતું. નાની આંખા, એઠું નાક, મેટું અને ઔદાય નીતરતું મુખ તથા ભારે હડપચી. તેની મુછ દાઢી મૂડેલી હતી પણ ભૂતકાળમાં માહૂર થયેલી તથા ભવિષ્યમાં પણ મશહૂર થનારી તેની દાઢીના ખૂ`પા ફૅટી
* બેલ્શેવિકાએ સત્તા હાથ કરવા માટેની લેનિને નક્કી કરેલી ૭મી તારીખની વાતને અમેરિકન પત્રકાર રીડે જાહેરાત આપી છે. એ તે વખતે પેટ્રોગ્રાડમાં હાજર હતા. પરંતુ તે વખતે ત્યાં આગળ હાજર રહેલા ખીજાએ એ વાતને સ્વીકાર કરતા નથી. લેનિન ગુપ્તવાસમાં હતા. ખીન્ન ખેલ્શેવિક આગેવાના સકલ્પવિકલ્પમાં પડી જાય અને ખરી તક પસાર થઈ જવા દે એવી તેને બીક હતી. આથી તે તેમને સક્રિય પગલું ભરવાને આગ્રહ કર્યા કરતા હતા. ૭ મી તારીખે કટેકટીની બડી આવી પહેાંચી. એ દિવસે આ પગલું ભરવામાં આવ્યું.